પ્રદર રોગ અશક્તિ સ્ત્રીઓને સતાવે છે

AI Image
બહેનોને ઘણી જાતના રોગ થાય છે પણ આ રોગ છાનો રોગ છે કે બહારથી જલદીઆ રોગની કલ્પના પણ ના આવે. વળી બહેનો આ રોગ ગુપ્તાંગનો હોવાથી જલ્દી ઘરના સ્વજનોને કે તબીબોને પણ કહેતા શરમાય છે. એટલે કે આ રોગ વધારે લંબાય છે.
છાના રોગથી શરીરમાં ધીમો ધીમો ઘસારો આવતો હોય છે, છતાં વ્યક્તિ પોતે તેના તરફ બેદરકાર રહેતી હોય છે. પછી રોગ ઘર કરી જાય છે. અતિ પ્રદર રોગવાળી બહેનને કોઇ વખત ગર્ભ રહેતો નથી. સંસાર હોય તો ફિકર હોયજ ને!
જે બહેનો ફિકરને પચાવી ન શકે તેઓ વધારે લાગણીશીલ બની જાય છે. તો તેમાંથી અનેક રોગની ઉત્પત્તિ થાય છે. તેમાંથી ઘણી બહેનોને શ્વેતપ્રદરનો રોગ પણ લાગુ પડે છે. આજે આપણે સ્ત્રીઓને મુંઝવણમાં મૂકી દેનાર બે રોગો વિશે વાત કરવાના છીએ.
જેમાંના એક રોગમાં સ્ત્રીના શરીરમાંથી યોનિ મારફતે સફેદ પાણીનો પુષ્કળ પ્રમાણમાં સ્ત્રાવ થયા કરે છે જેથી સ્ત્રીનું શરીર નબળું પડી જાય છે તેને પેઢુ અને કમરમાં દુઃખાવા જેવી સમસ્યાઓનો સામનો કરવો પડે છે.
આ રોગને આયુર્વેદમાં ‘શ્વેતપ્રદર’ તરીકે ઓળખવામાં આવે છે. વધારે પ્રમાણમાં શરીરમાંથી રક્ત ઓછું થઈ જવાથી સ્ત્રીઓ એનેમિયા- પાંડુરોગ, અશક્તિ વગેરેનો ભોગ બની શકે છે.
આ રોગના લક્ષણોમાં કમર ફાટવી, માથું દુખવું, પગની તોડ થવી, ભૂખ ન લાગવી, બેચેની થવી, ચક્કર આવવા, અશક્તિ આવી જવી, વાળ ખરવા, શરીર નિસ્તેજ બની જવું કે ફિકાશ થઇ જવી, યાદશક્તિ ઓછી થવી, ઉત્સાહ ઘટી જવો, ચીડીયો સ્વભાવ વગેરે અનેક ચિહ્નોનો જણાય છે. હવે આયુર્વેદમાં આ રોગના હજારેક ઉપાય અને નુસખા પડેલા છે. ગામડાની ડોસીઓ પાસે ગ્રામ્ય ટુચકાનો સંગ્રહહતો. આની જાણકાર ડોસીઓની પેઢી હવે જૂજ રહી છે, તેના છ સાદા ઉપાય બતાવું છું. તેમાંથી એક કરી શકાશે.
ગામઠી ભાષામાં શરીર ધોવાય છે, નબળાઇ જાય છે, પાણી પડે છે વગેરે જુદા જુદા નામથી ઓળખાય છે. અંગ્રેજીમાં આરોગને લ્યુકોરીયા કહે છે. આ રોગથી કેલ્સીયમ અને શક્તિના તત્વોની ઓછપ થઇ જાય છે. હવે આ રોગ થવાના કારણો વિશે વિચારીએતો અતિ ચિંતાળુ સ્વભાવ, વારંવાર સુવાવડો થવી, ઉપરાઉપરી કસુવાવડો થવી કે કરાવવી, અતિ મરચા,રાઇ કે ગરમ ચીજો ખાવાનો શોખ, અતિ ક્રોધી સ્વભાવ, બહુ ગરમ દવા લેવાથી, વધારે પડતું વિષય સુખ ભોગવવું, સ્વચ્છતા રાખવાની બેદરકારી, યોનીની અંદર દીવાલોની આળાશ, યોનીમાં સોજો થવો કે અંદર ચાંદુ પડવું, કરમયા હોવા,
ગરમ જાતના વ્યસનોથી, વાસના વધે એવા પિક્ચરો વારંવાર જોવાથી કે એવી વાતો સાંભળવાના શોખથી, પ્રમેર ચાંદી કે દૂષિત વીર્યવાળા પુરુષના સંસર્ગથી, વધારે પડતો શ્રમ કરવાથીજ કે વધારે પડતું ચાલવાથી, મેલેરીયા, ક્ષય, પાંડુ કંઠમાળ, ચામડીના રોગ, ગર્ભાશયના રોગ કે એવા ઘણી જાતના રોગોની ઉત્પતિમાંથી વિષયસુખ ન મળવાથી અથવા વિષયસુખના અસંતોષથી, અજીર્ણ્માંથી, જૂના મરડામાંથી, પેશાબમાંના રોગમાંથી, લાગણીશીલ સ્વભાવથી.
આવા કે આવી જાતના અનેક કારણોમાંથી શ્વેતપ્રદરના રોગનો જન્મ થાય છે. યોની માર્ગ વાટે સફેદ ચીકણું પ્રવાહી ઓછા વધતા પ્રમાણમાં પડવું આ રોગનું મુખ્ય ચિહ્ન છે. પ્રદરનો રોગ નાની બાળાઓને જેની ઉંમર ૧૫ થી ૧૬ વર્ષની હોય તેઓંને પણ થઇ શકે છે. તેને બાળપ્રદર તરીકે ઓળખવામાં આવે છે. સ્ત્રીના શરીરને કૃશ કરી નાખનાર આ રોગનો જો શરુઆતથી જ યોગ્ય ઉપચાર શરૃ કરી દીધો હોય તો સામાન્ય ઘરગથ્થુ ઉપચારોથી જ આ રોગ મટી શકે છે. પરંતુ જો તે જૂનો થાય તો ગંભીરરૃપ ધારણ કરી- કેન્સર જેવા રોગોનું કારણ બને છે. શરૃઆતમાં જ નીચે બતાવેલા ઉપાયોમાંથી જે સરળ લાગે તે ૨થી ૩ ઉપાયો સાથે કરવાથી ત્વરિત પરિણામ મેળવી શકાય છે.
જેમાં નીચે મુજબના ઉપાયો હું સૂચવું છું જેમાંઃ જીરૂ અને સાકર સમભાગે ચૂર્ણ કરી ૧ તોલો ચોખાના ધોવાણમાં પીવાથી રક્તપ્રદર અને શ્વેતપ્રદર બંને મટે છે અને ગર્ભ દોષોનું પણ નિવારણ થાય છે. નાગકેસરને ૨થી ૩ ગ્રામની માત્રામાં છાશ સાથે લેવું તથા ખોરાકમાં છાશ- ભાત લેવો. લોહ ચૂર્ણ ૧ ચમચી અને સાકર ૧ ચમચી માત્રામાં લઈ ચોખાના ઓસામણમાં મેળવી લેવું.
કેરીની ગોટલીનું ચૂર્ણ પા- પા તોલો પ્રમાણમાં દિવસમાં ત્રણ વાર લેવું. જેઠી મધ ૫ ગ્રામ, સાકર- ૧૦ ગ્રામને ચોખાના ઓસામણ સાથે લેવું. ૬ ગ્રામ નાગકેસરનું ચૂર્ણ માખણ અને સાકરમાં નિયમિત રીતે લેવાથી પણ આ રોગમાં ખૂબ ફાયદો થાય છે. તાંદળજાની ભાજીના મૂળનો રસ સવાર- સાંજ અડધો અડધો તોલો અને જેઠીમધનું ચૂર્ણ પોણો તોલો મધ સાથે લેવાથી બધી જ જાતના પ્રદરરોગ મટે છે.
રક્તપ્રદર માટે વડની વડવાઈનું ચૂર્ણ સાકર અને મધ સાથે લેવું તેનાથી ગમે તેવો પ્રદર રોગ હોય તો પણ તેમાં ફાયદો થાય છે. આંબાની છાલનું ચૂર્ણ પાણી સાથે લેવું અથવા છાલ પલાળી પીવાથી રક્તપ્રદર મટે છે. કમર કાકડી ૬ ગ્રામ માત્રામાં લઈ સાકર સાથે દૂધ અને પાણીમાં તેની ખીર બનાવી ખાવાથી પ્રદર રોગમાં ખૂબ જ અસરકારક ફાયદો થાય છે.
જાંબુડી અથવા દાડમડીની છાલનો ઉકાળો પણ પ્રદરમાં શ્રેષ્ઠ અસરકારક સાબિત થયેલ છે. શ્વેત પ્રદરમાં રસવંતીને ચોખાના ધોવાણ સાથે દરરોજ સવારે લેવા જેથી ઘણો ફાયદો જણાશે. અડધો તોલો ત્રિફળાનું ચૂર્ણ વહેલી સવારે લેવું. દરેક પ્રકારના પ્રદર રોગમાં ઇસબગુલ અને સાકરનું પાણીમાં ભીંજવી રાખી પછી તે લેવું.
રાજગરાની ભાજીનો રસ, ખાંડ ભેળવી કે સાકર નાંખી ૨૫થી ૩૦ ગ્રામ પ્રમાણમાં લીધા જે દરેક પ્રકારના પ્રદર ઉપર અસરકારક છે. સેજાળના ફૂલ ઘીમાં તળીને ખાવા. બહુફળીનું ચૂર્ણ સાકર સાથે ૧- ૧ તોલો દૂધ સાથે સવાર- સાંજ લેવું સમભાગે પ્રદર રોગની આ ઉત્તમ દવા છે. ગળો ચૂર્ણ ૧- ૧ ચમચી મધ સાથે લેવાથી બંને પ્રદરમાં અસરકારક છે.
આમળાનો રસ સાકર સાથે લેવો તેમજ અજમો અને લોધુ ચૂર્ણ મધ સાથે લેવું. આમળાનું ચૂર્ણ કેળા સાથે લેવાથી પણ શ્વેત પ્રદરની સમસ્યા મટી શકે છે. સાલમ મૂસળી, ધોળી મૂસળી અને શતાવરીનું સમાન ભાગ ચૂર્ણ કરીને તેમાંથી ૧- ૧ ચમચી ચૂર્ણ ૨૦૦ ગ્રામ દૂધમાં સાકર સાથે ઉકાળીને બે વાર પીવું. કેવડાના મૂળના રસમાં સાકર મેળવીને પીવું.
જાયફળ ૪ નંગ, ધાવડીના ફૂલ, ભોથુ, રસવંતી, વાંસકપૂર ૧૦- ૧૦ ગ્રામ લઈ ચૂર્ણ કરી રાખવું આ ચૂર્ણમાંથી ૧- ૧ ચમચી ચૂર્ણ ચોખાના ઓસામણમાં સવાર- સાંજ લેવું જો પ્રદરનું પ્રમાણ વધારે હોય તો ચાર- ચાર કલાકના અંતરે પણ આ ચૂર્ણ લઈ શકાય છે. લાલ જાસૂદના ફૂલ અને સાકર ક્રશ કરી તેમાં લીંબુ નીચોવી રાખો તેમાંથી ૧- ૧ ચમચી ત્રણ વાર ગુલકંદની જેમ ખાવું. જેથી પ્રદર રોગમાં ખૂબ જ ફાયદો જણાશે.
બહુફળી, શતાવરી, ગળોસત્વ, વડની છાલ, અશોક છાલ બધુ ૨૫-૨૫ ગ્રામ, એલચી ૧૫ ગ્રામ, સાકર ૫૦ ગ્રામ લઇ ખાંડી ચૂર્ણ બનાવી ૧-૧ ચમચી દૂધ સાથે છ મહિના લેવું. પુષ્પાનું ચૂર્ણ, ચંદ્રકલા, સ્ફટિક, ગૈરિક, લોધ્રનું યોગ્ય પ્રમાણમાં મિશ્રણ કરવું.ગુલાબના શરબત સાથે ચાર માસ લેવું.લોધ્ર ,લીમડાની ગળો, સફેદ મુસળી, ત્રિફળા બધુ સરખા ભાગે ૧-૧ ચમચી સવાર સાંજ પાણી સાથે લઇ ઉપર ચોખાનું ધોણ એક કપ છ મહિના લેવું.
લોધ્ર, નાગકેસર, બાવળની ચાલ, લજામણી, દારૂહળદર સરખે ભાગે લઇ ચૂર્ણ બનાવી સવાર સાંજ ૧-૧ ચમચી પાણી સાથે ઉપર આમળાનું ચાટણ ચાટી ઉપર દૂધ પીવું. આમળા ,ગોદંતી ભસ્મ, ગુંદ, જીરું, સાકર સરખે ભાગે લઇ ચૂર્ણ બનાવી ૧-૧ ચમચી ગુલકંદ ચારેક મહિના લેવું. પેટ સાફ હોવુ જરૂરી છે.
હિમેજમાંથી બનેલ હરડે ચૂર્ણ ૧ ચમચી રોજ રાતે બધા પ્રયોગમાં સાથે રાખો.આ ઉપાયો ખૂબ જ સરળ અને અસંખ્ય કેસો ઉપર અનુભવેલા છે.
ઉપરોક્ત પ્રયોગ કરવા અનુકુળ ન હોયતો નીચે જણાવેલ ગર્ભાશયને શક્તિ આપનાર વિશ્વસનીય ટીકડી પણ ખૂબ લાભદાયક છે. પ્રત્યેક ટીકડીના ઘટકો અશોક્ઘન ૬૦ મિ.ગ્રા., શતાવરી ઘન ૬૦ મિ.ગ્રા., શુધ્ધ ગુગળ ૩૦ મિ.ગ્રા.,લોધ્રઘન, ૧૦મિ.ગ્રા., હિરાબોળ ૬૦મિ.ગ્રા. અને લોહભસ્મ ૩૦ મિ.ગ્રા. અશોકઘન, લોધ્રઘન અને શતાવરી ઘન આ ત્રણેય ઔષધિઓ ગર્ભાશયના વિકારોમાં અલગ અલગ રીતે લાભદાયી છે.
છતાં પણ અનુભવના આધારે આ ત્રણે દ્રવ્યોનું સપ્રમાણમાં સંયોજન કરવામાં આવ્યું છે. જેથી થોડા સમયમાં વધુ લાભ પહોંચાડી શકાય છે. આ ઉપરાંત તેમાં હિરાબોળ ગુગળ તથા લોધ્રનું મિશ્રણ જેવી ઔષધિઓનો માસિક નિયમિત બનાવવામાં વિશિષ્ટ રીતે ઉપયોગ કરવામાં આવ્યો છે.
આ ઔષધમાં તેનો સંયોગ અનુબંધ પાંડુ મટાડવા માટે કરવામાં આવ્યો છે.જે ગર્ભાશયની વિકૃતિવાળી પીડાઓમાં વધુ રક્તસ્ત્રાવને કારણે કેટલી વખત વધુ લોહી જાય છે ત્યારે લોહીનું પ્રમાણ મિશ્રણ રક્તવર્ધક તરીકે આ યોગમાંખૂબ જ લાભદાયી બન્યું છે.શરીર ધોવાવાના રોગમાં ખૂબ જ નબળાઇ આવે છે.
ત્યારે આ ઔષધ ધાર્યું પરિણામ આપે છે. શ્વેતપ્રદર, રક્તપ્રદર, અનિયમિત આર્તવ, અત્યાર્તવ લોહીના ગર્ભાશયના સોજા જેવા ગર્ભાશયના વિકારોને તે મટાડે છે. કમરનો દુખાવો તથા શારીરીક નબળાઇમાં આ ટીકડીનું સેવન લાભદાયી છે. ઘણા પુરુષોને પણ શરીર ધોવાતું હોય છે. તેઓને વૈદકીય સલાહ તાત્કાલીક લેવી જોઇએ.