સ્લીપ સેપરેશન કપલમાં આરામદાયક ઉંઘનો ઉપાય

પ્રતિકાત્મક
સ્લીપ ડિવોર્સ એ આધુનિક યુગલો માટે વ્યાવહારિક ઉકેલ બની રહ્યો છે, જે સામાજિક ધારણાઓને પડકારીને આરોગ્યપ્રદ ઉંઘ અને મજબૂત સંબંધોને પ્રોત્સાહન આપે છે
અડધી રાત્રે રાધિકાએ મનને હલબલાવી ઉઠાડ્યો. ભર ઉંઘમાંથી ઉઠવું પડ્યુ એટલે મનન અકળાયો, અડધી રાત્રે શું કતલીફ છે તારે ? આ તારા નસકોરા મને સુવા નથી દેતા…રાધિકા ચિડાયેલી હતી બંનેની ઉઁઘ ખરાબ થઈ આયેદિન અડધી રાત્રે બંને વચ્ચે આવી લડાઈ થતી અને એની અસર બીજા દિવસે એમનાં સંબૅધ પર વર્તાતી. નસકોરાં બોલવા એ આમ તો સામાન્ય બાબતે લાગે, પરંતુ એ કારણે સાથીની ઉંઘમાં ખલેલ પહોચતી હોય છે.
જ્યારે વ્યક્તિ સારી રીતે ઉંઘી ન શકે ત્યારે તેની અસર તેની દિનચર્યા કામ સ્વભાવ પર જોવા મળે છે. લાંબાગાળે અપુરતી કે ગાઢ નિદ્રાની ઉણપ માનસિક અને શારીરિક વ્યાધિ નોતરે છે. આજના યુગલો આ વાત સારી રીતે સમજતાથયા હોય આરામદાયક ઉંઘને પ્રાધાન્ય આપી રહ્યા છે. અને તેથી જ તેઓ જરૂર પડ્યે સ્લીપ સેપરેશનનો અમલ કરતાં જોવા મળે છે.
સ્લીપ સેપરેશન જેને સ્લીપ ડિવોર્સ પણ કહેવામાં આવે છે, આધુનિક યુગલોમાં તેનો ટ્રેન્ડ વધી રહ્યો છે, જ્યાં યુગલો વધુ સારી ઉંઘ માટે અલગ પથારીમાં અથવા અલગ રૂમમાં સુવાનું પસંદ કરે છે. આ વિષય પર મેન્ટલ વેલનેસ એક્સપર્ટ ડો.રચના ખન્ના કહે છે કે જેમ જેમ જીવન વ્યસ્ત બનતું જાય છે કામનું સમયપત્રક અનિયમિત બનતું જાય છે.
અને સ્વાસ્થ્ય અને ઉઁઘની ગુણવત્તાની જરૂરીયાત વધુ સારી રીતે સમજાતી જાય છે તેમ તેમ વધુને વધુ કપલ ભાવનાત્મક રીતે અલગ થવા માટે નહિં પરંતુ ફક્ત સારી ઉંઘ મેળવવા માટે અલગ સુવાનું પસંદ કરી રહ્યા છે.
સુહાની અને વેદ બંનેની આટી કંપનીમાં જોબ છે. સુહાની ભારતીય કંપની સાથે કામ કરતી હોય તે સવારે વહેલી ઓફિસ જવા નીકળી જાય છે જ્યારે વેદ અમેરિકન કંપની સાથે કામ કરતો હોય તેના કામના કલાકો બપોરથી મોડીરાત સુધીના રહે ક્યારેક તે ડીનર ટાઈમ પર ઘરે આવી જાય અને પછી ઘરેથી જ કામ કરે તો ક્યારેક અડધી રાત્રે ઘરે આવે. બંનેના સુવા અને ઉઠવાનાં સમય અલગ હોય એકબીજા ખલેલ ન પહોચે તેથી બંને અલગ રૂમમાં સુવાનું રાખે છે
સવાલ થાય કે અલગ સૂવાની જરૂર ક્યારે પડે ? કોઈ એકને ઉંઘમાં નસકોરા બોલતા હોય, ધાવણું બાળક હોય અને રાત્રે જાગતું હોય કે બાળક સાથે સુતુ હોય શિફ્ટ ડ્યુટી અથવા મોડે સુધી કામ રહેતું હોય કોઈ એકને પંખો કે અઈ વધુ રાખી યુવાની આદત હોય અને બીજાને અનુકુળ ન હોય કોઈને મોડે સુધી વાંચવાની આદત હોય અને બીજાને લાઈટમાં ઉંઘ આવતી ન હોય કોઈને આળોટવાની આદત હોય કે પછી કોઈ એકની તબિયત સારી ન હોય. આવા સંજોગોમાં યુગલ અલગ પથારીમાં કે અલગરૂમમાં સુવાનું પરસ્પર સમજુ સાથે નક્કી કરે છે.
સ્લીપ ડિવોર્સ અથવા અલગ સુવુ એ સુખી પરિણીત યુવા યુગલોમાં એક ટ્રેન્ડિંગ પ્રથા બની રહી છે અમેરિકન એકેડેમી ઓફ સ્લીપ મેડિસિન (છછજીસ્)ના ૨૦૨૫ના સર્વેક્ષણ મુજબ લગભગ ૩૧-૩ટકા અમેરિકન યુગલો સ્લીપ ડિવોર્સનો ઉપયોગ કરે છે ભારતમાં આ આંકડો વધુ પણ છે રેસમેડના ૨૦૨૫ના ગ્લોબલ સ્લીપ સર્વે મુજબ ૭૮૭ ભારતીય યુગલોકોઈને કોઈ કારણોસર અલગ સુવાની વ્યવસ્થા અપનાવી રહ્યા છે.
જેમાં ૩૫ થી ૪૫ વર્ષ વચ્ચેના યુગલોમાં સ્લીપ સેપેરશનનો ટ્રેન્ડ સૌથી વધુ જોવા મળે છે. નસકોરા અનિદ્રા અને મેલ ન ખાતા સમયપત્રક જેવી સમસ્યાઓ ઉંઘની ગુણવત્તા અને સંબંધોને વધુ અસર કરી શકે છે.
ખરાબ ઉઘને કારણે ખરાબ મૂડ, ઓછી જાતીય ઈચ્છા અને ભાવનાત્મક જોડાણ પર તેની સીધી અસર પડતી જોવા મળે છે તેથી જ કપલ સારી ઉઘ માટે અલગ સુવાનું પસંદ કરતાં થયા છે જો કે તેનેકેટલાક ગેરફાયદા પણ છે. કપલમાં શારિરીક નજદીકી ઘટતા માનસિક તાણ વર્તાઈ શકે છે. સામાજિક દ્રષ્ટિએ આપણે ત્યાં કપલ અલગ સુવે તેને સંબંધમાં ઝગડા કે તિરાડની દ્રષ્ટિએ જોવામાં આવે છે.
સેપરેશન કે ડિવોર્સ શબ્દનો અર્થ સમસ્યારૂપ કે નકારાત્મક લાગે પણ અહી ંવાત સંબંધ છોડી દેવા વિશે નથી. પરંતુ સકારાત્મક રીતે પરસ્પર સહમતી સાથે એકબીજાને વધુ સારી રીતે આરામ કરવા મોકળાશ આપવા વિષે છે. જેથી કપલનું જીવન વધુ પ્રેમમય બની રહે સ્લીપ સેપરેશન કે સ્લીપ ડિવોર્સ એટલે પતિ-પÂત્ન ઉંઘ માટે અલગ રૂમ કે પથારીનો ઉપયોગ કરે જેથી બંનેને આરામદાયક ઉઘ મળે. લગ્નજીવનનો અંત નહી, પરંતુ ઉઘના ઝગડાનો શાંતિપૂર્ણ ઉપાય !
સ્લીપ ડિવોર્સ એ આધુનિક યુગલો માટે વ્યાવહારિક ઉકેલ બની રહ્યો છે જે સામાજિક ધારણાઓને પડકારીને આરોગ્યપ્રદ ઉઘ અને મજબુત સંબંધને પ્રોત્સાહન આપે છે ઘણા વ્યક્તિગત અનુભવો દર્શાવે છે કે યોગ્ય સંવાદ અને આયોજન સાથે, આ વ્યવસ્થા યુગલોના જીવનમાં નોંધપાત્ર સકારાત્મક ફેરફાર લાવી શકે છે.