ટ્રમ્પના ટેરિફના તોડ માટે ભારતે ૪૦ દેશોના બજારો પર નજર દોડાવી

નવી દિલ્હી, યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત પર ઝીંકેલી ૫૦ ટકા ટેરિફનો અમલ શરૂ થઈ ગયો છે. તેની સૌથી વધુ અસર દેશના ટેક્સટાઈલ, જેમ્સ-જ્વેલરી, લેધર, ફૂટવેર, કેમિકલ અને મશીનરી ઉદ્યોગને થઈ રહી છે.
ભારતે આફતની આ સ્થિતને અવસરમાં ફેરવવા અમેરિકાના વિકલ્પરૂપે ભારતે ૪૦ દેશની યાદી તૈયાર કરી છે અને આ દેશોમાં ભારતીય સામાનની ખપત વધારવાનું આયોજન કર્યું છે.
આ દેશોમાં જર્મની ળાન્સ, ઈટાલી, સ્પેન, નેધરલેન્ડ્સ, પોલેન્ડ, કેનેડા, મેક્સિકો, રશિયા, બેલ્જિયમ, તુર્કીયે, યુએઈ, જાપાન, યુકે, સાઉથ કોરિયા અને ઓસ્ટ્રેલિયાનો સમાવેશ થાય છે.
વળતા જવાબમાં પ્રથમ પગલાં તરીકે ભારત તરફથી ટેક્સટાઈલ ઉત્પાદનોની નિકાસને અન્ય દેશોમાં પ્રોત્સાહન આપવાની વ્યૂહરચના ઘડવામાં આવી છે. વર્ષ ૨૦૨૪માં ભારતનું ટેક્સટાઈલ સેકટર ૭૧૯ બિલિયન ડોલરનુ હતું. તેમાંથી ૧૪૨ બિલિયન ડોલર ઘરેલુ બજારમાં અને ૩૭ બિલિયન ડોલર નિકાસમાંથી મળ્યા હતા.
વૈશ્વિક સ્તરે ટેક્સટાઈલ ઈમ્પોર્ટ માર્કેટ ૮૦૦.૭૭ બિલિયન ડોલરનું હતું, જેમાં ભારતનો હિસ્સો ૪.૧ ટકા હતો. ભારતીય વસ્ત્રોની નિકાસ ૨૨૦ દેશમાં થાય છે, પરંતુ તેમાંથી ૪૦ દેશમાં નિકાસ પર ખાસ ભાર મૂકવામાં આવશે.
આ દેશો દ્વારા વર્ષે ૫૯૦ બિલિયન ડોલરના કપડાંની નિકાસ કરવામાં આવે છે અને તેમાં ભારતનો ફાળો માત્ર ૫-૬ ટકા જેટલો છે.ભારતના ટેક્સટાઈલ ઉત્પાદનોને ગુણવત્તા, ટકાઉપણા અને ઈનોવેશનના માધ્યમથી આ ૪૦ દેશોમાં લોકપ્રિય બનાવવાના પ્રયાસ શરૂ થયા છે.
આ પ્રયાસોમાં ભારતીય ઉદ્યોગો, એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ્સ અને ઈન્ડિયન મિશન્સની ભૂમિકા મહત્ત્વની રહેવાની છે. અમેરિકા પરની નિર્ભરતા ઘટાડવાનો શ્રેષ્ઠ વિકલ્પ ડાઈવર્સિફિકેશન છે અને તેના માટે ભારતમાં સરકારી તંત્ર અને ઉદ્યોગોના સંયુક્ત કામગીરી હાથ ધરવામાં આવશે.
બીજા તબક્કામાં ઈપીસી દ્વારા ઈન્ટરનેશનલ ટ્રેડ ફેર, એક્ઝિબિશન, બાયર-સેલર મીટ જેવા આયોજનો થકી બ્રાન્ડ ઈન્ડિયાની ઓળખ ઊભી કરવામાં આવશે.
નિકાસકારોને પ્રોત્સાહન મળી રહે તે માટે ળી ટ્રેડ એગ્રીમેન્ટ્સ, ગ્લોબલ સ્ટાન્ડડ્ર્સ અને જરૂરી સર્ટિફિકેશનની પ્રક્રિયા પણ ઈપીસી દ્વારા હાથ ધરવામાં આવશે. દેશમાં ફુગાવાનું સ્તર હાલ ૮ વર્ષના તળિયે છે અને તેના કારણે વ્યાજદરમાં ઘટાજાની શક્યતા છે. જેના પરિણામે બજારોમાં તરલતા વધી શકે છે.વર્તમાન સંજોગોમાં ભારતની સૌથી મોટી તાકાત જીડીપીમાં વૃદ્ધિ છે.
બ્લૂમબર્ગ રિપોર્ટ મુજબ માર્ચ ૨૦૨૬ સુધી ભારતની જીડીપી વૃદ્ધિ ૬.૫ ટકા રહી શકે છે. સ્ટાન્ડર્ડ એન્ડ પુઅર દ્વારા ૧૮ વર્ષમાં પ્રથમ વખત ભારતનું રેટિંગ અપગ્રેડ કરાયું છે. ભારતની આર્થિક વૃદ્ધિ મુખ્યત્વે ઘરેલુ વપરાશને આભારી છે, તેમાં નિકાસનો ફાળો ઓછો છે. ભારતીય વપરાશકારો અને ઉદ્યોગકારોનો આત્મવિશ્વાસ વૃદ્ધિનાં મહત્ત્વના પરિબળો છે.SS1MS