શ્રીજીની શોભાયાત્રામાં ડીજેનો ટેમ્પો રિવર્સમાં લેતાં બાળકીનું મોત

અંકલેશ્વર, અંકલેશ્વરના અંદાડા ગામ ખાતે ગંભીર બેડકરી બાળકીનો જીવ લીધો હતો. હેવી વ્હીકલ ડ્રાઇવીંગ આવડતું ના હોવા છતાં આઇસર રિવર્સ લીધો હતો. એક બાળકીનું મોત થયું હતું. ૩ બાળકને ઇજા થઇ હતી.
જેમાં એકની હાલત ગંભીર થતા સુરત ખસેડવામાં આવ્યો હતો. અંકલેશ્વર તાલુકાના અંદાડા ગામ ખાતે હરિકૃપા સોસાયટી ખાતે ગણેશજીના આગમન ની શોભાયાત્રા આઘાતજનક બની જવા પામી છે.
માર્કેટિંગ કરતા પ્રવીણભાઈ રમાકાંત સીંગ તેના પરિવાર સાથે સોસાયટીના રહીશો જોડે શોભાયાત્રામાં જોડાયા હતા. રાકેશ પટેલના આર.કે. ડીજેનું આઇસર ટેમ્પો લઇ શોભાયાત્રા રણછોડ કૃપા સોસાયટી પાસેથી કાઢી માંડ ૧૦૦ મીટર સુધી ચલાવ્યા બાદ હરિકૃપા સોસાયટીમાં રહેતા ચિરાગ વ્યાસ અને કિરગ વ્યાસને આપ્યો હતો. જેમાં ચિરાગ વ્યાસ ડ્રાઇવિંગ સીટ પર બેઠો હતો.
ડી.જે. પાછળ બાળકોને યુવાનો નાચી રહ્યા હતા તે દરમિયાન ચિરાગ વ્યાસ ડ્રાઇવિંગ ના જણાતા ઈસમ ટેમ્પો રિવર્સ લીધો હતો.ટેમ્પો અચાનક રિવર્સ ત્યાં નાચતા લોકો કઈ સમજે એ પૂર્વે ટેમ્પા ના ટાયરો બાળક પર ફરી વળ્યા હતા.
જેમાં પ્રવીણ સિંગની દીકરી નવ્યાના માથાના ભાગે પાછળનું ટાયર ફરી વળ્યું હતું. પરિવારજનો તરત જ બાળકોને લઇ જયાબહેન મોદી હોસ્પિટલ ખાતે પહોંચ્યા હતો. દરમિયાન ફરજ પરના તબીબ એ ૫ વર્ષની નવ્યાને મૃત જાહેર કરી હતી .SS1MS