Western Times News

Gujarati News

હિમસ્ખલને એક વર્ષમાં ૧૭ સૈનિકોના જીવ લઇ લીધા

નવીદિલ્હી, દુર્ગમ પહાડી વિસ્તારોમાં દેશની રક્ષા માટે તહેનાત રહેનાર સૈનિકોને ખુબ મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. અનેકવાર તેમને પ્રાકૃતિક મુશ્કેલીઓને કારણે પણ જીવ ગુમાવવા પડે છે.આવી જ એક માહિતી સામે આવી છે જે અનુસાર વર્ષ ૨૦૧૯માં હિમસ્ખલનથી ૧૭ જવાનોના મૃત્યુ થયા છે.સિયાચિનમાં પણ આવી દુર્ધટનાઓ થઇ છે.

આ માહિતી કેન્દ્ર સરકારે સંસદમાં આવી છે. એક સવાલના જવાબમાં રક્ષા રાજયમંત્રી શ્રીપદ નાઇકે કહ્યું કે ૨૦૧૯માં પહાડી વિસ્તારોમાં હિમસ્ખલનને કારણે ૧૭ સૈનિકોના મૃત્યુ થયા છે નાઇકે પોતાના જવાબમાં જણાવ્યું હતું કે જમ્મુ કાશ્મીરના સૌથી દુર્ગમ વિસ્તારમાં સામેલ સિયાચિનમાં આ દરમિયાન ૬ જવાનોના મૃત્યુ થયા હતાં સિયાચીન એક એવો વિસ્તાર છે જેને દુનિયાના સૌથી ઉચું રણક્ષેત્ર કહેવામાં આવે છે અહીં તાપમાન હંમેશા જમા કરી દે તેવું રહે છે.

આ દરમયાન કેગ રિપોર્ટમાં સિયાચિનને લઇ ચોંકાવનારો ખુલાસો થયો છે કેગ રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે સિયાચિનમાં જવાનોને જરૂરીયાત અનુસાર કપડા જુતા સ્લીપિંગ બેગ અને સન ગ્લાસેજ મળી રહ્યાં નથી બર્ફીલા સ્થાન પર પહેરવામાં આવતા કપડા અને અન્ય વસ્તુઓની તંગી પણ સહન કરવી પડી રહી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.