Western Times News

Gujarati News

ટેલર સ્વિફ્ટે ૪ કરોડની હીરાની વીંટી પહેરી ટ્રેવિસ કેલ્સી સાથે સગાઈ કરી

મુંબઈ, હોલિવૂડ સિંગર ટેલર સ્વિફ્ટે પોતાના લાંબા સમયથી બોયફ્રેન્ડ રહેલા ટ્રેવિસ કેલ્સી સાથે સગાઈ કરી લીધી છે. સિંગરે આ સગાઈની સુંદર તસવીરો પણ સોશિયલ મીડિયા પર શેર કરી છે.

આ ફોટોઝમાં ટેલર સ્વિફ્ટ પોતાની ડાયમંડ રિંગ બતાવી રહી છે. ટ્રેવિસ અને ટેલરની આ રોમેન્ટિક તસવીરો સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ ગઈ છે. ટેલર અને ટ્રેવિસે તેમના ઇન્સ્ટાગ્રામ પર સગાઈની તસવીરો શેર કરી છે.

આ કપલે કુલ પાંચ તસવીરો પોસ્ટ કરી છે, જેમાં ટેલર અને ટ્રેવિસ એકબીજા સાથે રોમેન્ટિક પોઝ આપતા જોવા મળે છે. આ તસવીરો સાથે, કપલે એક સુંદર કેપ્શન પણ લખ્યું છે, જેમાં જણાવ્યું છે કે, ‘તમારા અંગ્રેજીના ટીચર અને તમારા જીમના ટીચર લગ્ન કરી રહ્યા છે.’ટ્રાવિસ કેલસ એક ફૂટબોલ પ્લેયર છે. આ ઉપરાંત, તે ‘ધ કલર બ્રાન્ડ’ના સ્થાપક અને ‘ન્યૂ હાઈટ શા’ના હોસ્ટ પણ છે.

ટેલર સ્વિફ્ટ સાથે તેમના સંબંધની શરૂઆત જુલાઈ ૨૦૨૩માં થઈ હતી, એટલે કે તેમના સંબંધને બે વર્ષથી વધુ સમય થઈ ગયો.વર્ષ ૨૦૨૩માં ટેલરના એરાસ ટૂર દરમિયાન ટ્રાવિસે તેને એક ફ્રેન્ડશિપ બ્રેસલેટ આપવાનો પ્રયાસ કર્યાે હતો, જેના પર તેનો ફોન નંબર લખેલો હતો. જોકે, તે આ આપી શક્યો ન હતો.

આ પછી ટ્રાવિસે તેના પોડકાસ્ટ ‘ન્યૂ હાઈટ’માં ટેલર સ્વિફ્ટ પ્રત્યેના તેના લગાવનો ખુલ્લેઆમ ઉલ્લેખ કર્યાે હતો. ત્યારબાદ, બંનેએ એકબીજાના કામને સપોર્ટ કરવાનું શરૂ કર્યું અને પછી તેના સંબંધની શરૂઆત થઈ. હવે, આ સંબંધ સગાઈ સુધી પહોંચી ગયો છે અને જલ્દી જ તેઓ લગ્ન પણ કરશે. ફેન્સ સોશિયલ મીડિયા દ્વારા બંનેને અભિનંદન આપી રહ્યા છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.