છૂટાછેડાની અફવા વચ્ચે ગોવિંદાની સાથે જોવા મળી પત્ની સુનીતા

મુંબઈ, અભિનેતા ગોવિંદા અને તેની પત્ની સુનીતા આહુજાની વચ્ચે છૂટાછેડાની અફવા ઘણા સમયથી ચાલી રહી હતી. તે વચ્ચે બંને પતિ-પત્નીએ ગણેશ ચતુર્થીના અવસરે મીડિયા સાથે વાર્તાલાપ કર્યાે અને શુભકામનાઓ પણ પાઠવી હતી.
બુધવારે ગણેશ ચતુર્થીના ખાસ અવસરે ગોવિંદા અને તેની પત્ની સુનીતા સાથે પેપરાઝી સામે આવ્યા. આ અવસરે બંનેએ ગણેશ ચતુર્થીની શુભકામનાઓ આપી હતી. સાથે બંને દિકરા ટીના અને યશ માટે લોકો પાસે આશીર્વાદ પણ માગ્યા હતા.
ગોવિંદાએ ગણેશ ચતુર્થીના અવસરે સોશિયલ મીડિયા પર વાત કરતાં કહ્યું કે, ‘આનાથી વધુ ખાસ કંઇ ન હોઇ શકે. જ્યારે ભગવાન ગણેશજીના આશિર્વાદ મળે છે ત્યારે પરિવારની બધી જ સમસ્યા દૂર થઈ જાય છે અને દુઃખ મટી જાય છે.
અમે પ્રાર્થના કરીએ છીએ કે અમે બધા મળીને શાંતિથી જીવન જીવી લઈએ અમે બધા આમ જ સાથે રહીશું.’આ ખાસ અવસરે ગોવિંદાએ તેના દીકરા ટીના અને યશનો ઉલ્લેખ કર્યાે. તેણે કહ્યું, ‘હું ખાસ કરીને તમારા આશીર્વાદ યશ અને ટીના માટે લેવા ઈચ્છું છું. તમે બધા સાથ સહકાર આપો.
હું ભગવાન ગણેશ પાસે તેમની સફળતા માટે પ્રાર્થના કરું છું. તમારો પ્રેમ અને આશીર્વાદ તેમને મારા કરતાં પણ વધારે આગળ વધારે તેવી મારી ઈચ્છા છે. જેથી લોકો પણ આશ્ચર્યમાં રહે કે ગોવિંદાના દીકરાઓ વગર કોઈની મદદે મોટી સિદ્ધિઓ પ્રાપ્ત કરી છે.’
જ્યારે ગોવિંદા અને સુનીતા પાસે વિવાદને લઈને પ્રશ્ન પૂછવામાં આવ્યો, ત્યારે સુનીતાએ કહ્યું, ‘તમે લોકો આ વિવાદ સાંભળવા આવ્યા છો કે પછી ગણપતિ બાપ્પા મોરિયા બોલવા આવ્યા છો? કોઈ વિવાદ નથી.. ગણપતિ બાપ્પા મોરિયા’ જોકે સુનિતાએ મીડિયા પર નિશાનો સાધતા નિવેદન આપ્યું કે, ‘જો અમે છૂટાછેડા લીધા હોત તો શું તમને સાથે નજર આવત? અમને કોઈ જુદા નથી કરી શકતા.
ભગવાન પણ નહીં, રાક્ષસ પણ નહીં, તે ડાઈલોગ છે ને .. મેરા પતિ સિર્ફ મેરા હૈ, તો મેરા ગોવિંદા સિર્ફ મેરા હૈ… જ્યાં સુધી અમે સામેથી કોઈ પુષ્ટિ ન કરીએ ત્યાં સુધી અમારી કોઈ વાત પર વિશ્વાસ ન કરો.’SS1MS