Western Times News

Gujarati News

રાજ્ય સરકારે છેલ્લા બે વર્ષમાં ૮૧ દિવ્યાંગ ખેલાડીઓને રૂ.૮ કરોડથી વધુની રકમ સાથે પુરુસ્કૃત કર્યા

દિવ્યાંગ-પેરા ખેલાડીઓએ છેલ્લા બે વર્ષમાં આંતરરાષ્ટ્રીય- રાષ્ટ્રીય રમતોમાં ૪૪ ગોલ્ડ, ૪૪ સિલ્વર અને ૫૨ બ્રોન્ઝ મેડલ મેળવી વધાર્યું ગુજરાતનું ગૌરવ

ગાંધીનગર, યુવાનો અને દિવ્યાંગોમાં રમત-ગમત પ્રત્યે જાગૃતિ આવેતેમનામાં રમતના કૌશલ્યો વિકસેખેલદિલીની ભાવના વધુ દ્રઢ થાય તે હેતુથી ગુજરાતમાં ખેલ મહાકુંભશક્તિદૂતઇન્સ્કૂલ જેવી અનેક યોજનાઓ દ્વારા રાજ્ય સરકાર તેમનો જુસ્સો વધારી રહી છે.

છેલ્લા બે વર્ષમાં દિવ્યાંગ-પેરા ખેલાડીઓએ ૪૪ ગોલ્ડ૪૪ સિલ્વર અને ૫૨ બ્રોન્ઝ મેડલ હાંસલ કરીને રાજ્યનું ગૌરવ વધાર્યું છે. આ ઉપરાંત રાજ્ય સરકારે છેલ્લા બે વર્ષમાં વિવિધ રમતોમાં ભાગ લઈને મેડલ પ્રાપ્ત કરનારા ૮૧ પેરા ખેલાડીઓને કુલ રૂ.૮ કરોડથી વધુની રકમ સાથે પુરુસ્કૃત કર્યાં છે.

 તત્કાલિન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ આપેલા ‘રમશે ગુજરાતજીતશે ગુજરાત’ના મંત્રને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં રમત – ગમત મંત્રી શ્રી હર્ષ સંઘવી આગળ વધારી રહ્યા છે. દિવ્યાંગ ખેલાડીઓને આંતરરાષ્ટ્રીય કક્ષાનું પેરા હાઈ પરફોમેન્સ સેન્ટર મળી રહે અને રમત ગમત ક્ષેત્રે તેઓ વધુ સારું પ્રદર્શન કરી શકે તે હેતુથી આ વર્ષે બજેટમાં રૂ. ૩૩ કરોડના ખર્ચે પેરા હાઈ પરફોમેન્સ સેન્ટરનું નિર્માણ થવા જઈ રહ્યું છે.    

રાજ્યના દિવ્યાંગ ખેલાડીઓએ પેરા એશિયન ગેમ્સ-૨૦૨૩ અંતર્ગત ચેસએથ્લેટિક્સપેરા ટેબલ ટેનિસબેડમિન્ટન રમતમાં ૪ ગોલ્ડ અને ૬ બ્રોન્ઝ મેડલ હાંસલ કર્યા હતા. આ ઉપરાંત વર્ષ-૨૦૨૪માં ૨૨મી નેશનલ પેરા એથ્લેટિક્સ ચેમ્પિયનશીપમાં પેરા એથ્લેટિક્સ રમતમાં હાઈ જંપલોંગ જંપજેવલીન૧૦૦મી-૨૦૦મી-૪૦૦મી દૌડલોંગ જંપડિસ્કસ સહિતની રમતમાં ૧૧ ગોલ્ડ૧૫ સિલ્વર૧૩ બોન્ઝ એમ કુલ -૩૮ મેડલ જીત્યા હતા.                                                                                                                                                                                                                                   

વધુમાં ૨૩મી નેશનલ પેરા સ્વિમિંગ ચેમ્પિયનશીપમાં ૧૦૦મી ફ્લાય૫૦મી બેક૫૦મી ફ્રી૪*૧૦૦ મેડલી સ્વિમિંગસી.પી.એફ.એસ.આઈ નેશનલ સ્વિમિંગ ૫૦મી ફ્રી સ્વિમિંગ૧૦૦મી ફ્રી સ્પર્ધામાં ભાગ લઈને ૦૯ ગોલ્ડ૦૭ સિલ્વર અને ૦૫ બ્રોન્ઝ મેડલ મેળવ્યા હતા.

આ ઉપરાંત પેરા ટેબલ ટેનિસયુટીટી પેરા ટેબલ ટેનિસ નેશનલ ચેમ્પિયનશીપ ૨૦૨૩-૨૪માં સિંગલ ક્લાસ -૩-૪-૫-૬-૭-૮ડબલ એમ.એસ ૧૪ડબલ એક્સ ડબલ્યુ-૭ડબલ ડબ્લ્યુ એસ-૧૪ડબલ ડબ્લ્યુ ડબ્લ્યુ ૧૦ડબલ એમ ડબ્લ્યુ-૮માં ભાગ લઈને પેરા ખેલાડીઓએ ૧૨ ગોલ્ડ૦૯ સિલ્વર અને ૨૧ બ્રોન્ઝ મેડલ જીતીને ગુજરાતનું નામ રોશન કર્યું હતું. 

દિવ્યાંગ ખેલાડીઓએ ૨૧માં સિનિયર અને ૧૬માં જૂનિયર નેશનલ પેરા પાવરલિફ્ટિંગ ચેમ્પિયનશીપ ૨૦૨૩-૨૪માં પાવર લિફ્ટિંગ ૪૧ કિ.લો, ૪૫-૪૯-૫૪-૬૫-૭૨-૭૩-૮૬-૮૮ કિ.લો કેટેગરીમાં ૦૫ ગોલ્ડ૦૭ સિલ્વર અને ૦૨ બ્રોન્ઝ મેડલ મેળવ્યા હતા. પાંચમાં બેડમિન્ટન ચેમ્પિયનશીપ-૨૦૨૩ અને છટ્ઠા પેરાબેડમિન્ટન ચેમ્પિયનશીપ-૨૦૨૪માં મિક્સ્ડ ડબલ એસ.એચ-૬મિક્સ્ડ ડબલ એસ.એચ એસ.એલ -૩એસ.યુ-૫ રમતમાં ૧ સિલ્વર અને ૦૪ બ્રોન્ઝ મેડલ જીત્યા હતા.      

દિવ્યાંગ ખેલાડીઓએ આઠમાં બોચ્ચિયા નેશનલ ચેમ્પિયનશીપ ૨૦૨૩-૨૪માં બોચ્ચિયા રમતમાં બીસી-૧ શ્રેણીમાં ૦૧ ગોલ્ડ મેડલ હાંસલ કર્યો હતો. એ.આઈ.સી.એફ.બી નેશનલ ટીમ ચેસ ચેમ્પિયનશીપ ૨૦૨૨ અને ૨૦૨૩ ચેસની રમતમાં ૨ ગોલ્ડ તેમજ વર્લ્ડ ડેફ શૂટિંગ ચેમ્પિયનશીપ-૨૦૨૪માં ૧૦ મી. એરરાઈફલ ડીફ સ્પર્ધામાં ૧ સિલ્વર અને ૧ બ્રોન્ઝ મેડલ તેમજ ૨૨માં કે.એસ.એસ શૂટિંગ ચેમ્પિયનશીપ -૨૦૨૩ અને ૨૦૨૪માં ૦૨ સિલ્વર મેડલ તેમજ પેરા કેનોઈંગ રમતમાં ૨ સિલ્વર મેડલ  હાંસલ કરીને કુલ ૪૪ ગોલ્ડ૪૪ સિલ્વર અને ૫૨ બ્રોન્ઝ મેડલ મેળવ્યા હતા.

અત્રે ઉલ્લેખનીય છે કેગુજરાતના ઈતિહાસમાં પેરા ખેલાડીઓ તેમની અદમ્ય ઇચ્છાશક્તિ અને સમર્પણથી રાજ્યનું ગૌરવ વધારતા આવ્યા છે. તેમની આ સિદ્ધિઓ આજના યુવાનો માટે પ્રેરણાદાયી સાબિત થશે. ખેલાડીઓનો રમત ગમત ક્ષેત્રે વધુ વિકાસ અને તેમના સશક્તિકરણ માટે રાજ્ય સરકાર હંમેશા પ્રયત્નશીલ છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.