જમીન બહાર વેલા પર બટાટાની ખેતી કરવાનો નવીન પ્રયોગ કર્યો આ માણસાના ખેડૂતે

ગાંધીનગર, ગાય આધારિત પ્રાકૃતિક ખેતી થકી વેલા પર ઉગતા બટાકાની ખેતીનો સફળ પ્રયાસ કરતા ગાંધીનગરના માણસાના ખેડૂત આત્મારામ પ્રજાપતિ…
ખેતરમાં પપૈયા, દાડમ, જામફળ, અંજીર તથા શાકભાજીના વિવિધ પાક ઉપરાંત બાજરી, ઘઉં જેવા અનાજ પ્રાકૃતિક ખેતી થકી પકવતા તેમજ કંઈક નવું કરવાની ઈચ્છાથી જમીન બહાર વેલા પર બટાટાની ખેતી કરવાનો તેમણે નવીન પ્રયોગ પણ કર્યો.
વેલાવાળા બટાકાની વિશેષતા છે કે તે ડાયાબિટીસના દર્દીઓ માટે ફાયદાકારક છે.
ગાય આધારિત પ્રાકૃતિક કૃષિથી જમીન એટલી ફળદ્રુપ બની છે કે કોઈપણ નવો પાક લેવામાં આવે તો આ જમીન પર તેના સારા પરિણામો ચોક્કસ જોવા મળે છે : ખેડૂત