60 કરોડના ખર્ચે તૈયાર થયેલ અમદાવાદ સિવિલ હોસ્પિટલના દર્દીઓ અને સગાં-સંબંધીઓ માટેનો રેન બસેરા પ્રોજેક્ટ

આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશ પટેલે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં નિર્માણાધીન રેન બસેરાની મુલાકાત લઈ વિગતવાર સમીક્ષા કરી
858 દર્દીઓના સગા સંબધી રહી શકે તેવી વ્યવસ્થા-બિલ્ડિંગના બેઝમેન્ટમાં 58 ફોર વ્હીલર તથા 91 ટુ વ્હીલર પાકીંગ થઇ શકે તેવી વ્યવસ્થા
અમદાવાદ, આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલે આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ, ગુજરાત સરકાર અમદાવાદ સિવિલ હોસ્પિટલના માસ્ટર પ્લાનીંગ પ્રોજેક્ટ અંતગર્ત 1200 બેડ હોસ્પિટલ, સિવિલ હોસ્પિટલ કેમ્પસ ખાતે ₹.60 કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવેલ રેન બસેરાની રૂબરૂ મુલાકાત લઈ પ્રોજેકટની સમીક્ષા કરી હતી.
આ પ્રોજેક્ટ 24,436 ચો.મી.માં ફેલાયેલ છે જેમાં કુલ 03 બ્લોક એ, બી અને સી આવેલા છે. કુલ 8 માળની આ બિલ્ડિંગમાં બેઝમેન્ટ અને ગ્રાઉન્ડ ફલોર સામેલ છે.
રેન બસેરા બિલ્ડિંગના બેઝમેન્ટમાં 58 ફોર વ્હીલર તથા 91 ટુ વ્હીલર પાકીંગ થઇ શકે તેવી વ્યવસ્થાનો સમાવેશ કરવામાં આવ્યો છે. અને બિલ્ડિંગના ગ્રાઉન્ડ ફલોર પર 280 દર્દીઓના સગા સંબધી એક સાથે જમવા બેસી શકે તેવી કેન્ટીનની વ્યવસ્થા, અને તેના બ્લોક બીના ગ્રાઉન્ડ ફલોર પર ટીવી રૂમ, રીસેપ્શન, અને ગેંધરીંગ રૂમની વ્યવસ્થા સાથે બિલ્ડીંગની આગળની બાજુ 08 દુકાનની સુવિદ્યાનો સમાવેશ કરવામાં આવેલ છે.
બ્લોક એ અને બ્લોક બીના પ્રથમ ફલોરથી આઠમા ફલોર સુધી દરેક ફલોર પર 96 દર્દીઓના સગા સંબધી રહી શકે, એટલે કે, કુલ 768 દર્દીના સગા સંબધી રહી શકે તેવા મોટા હોલ તથા બ્લોક – સીમાં ગ્રાઉન્ડ ફલોરથી આઠમા ફલોર સુધી દરેક ફલોર 10 સ્પેશિયલ બેડવાળા રૂમની વ્યવસ્થા જેમાં કુલ 90 દર્દીના સગા સંબધી રહી શકે છે. એટલે કે, સમગ્ર બીલ્ડીંગમાં કુલ 858 દર્દીઓના સગા સંબધી રહી શકે તેવી વ્યવસ્થાનો સમાવેશ કરવામાં આવેલ છે.
હાલની પરિસ્થિતિ પ્રમાણે 95 ટકા કામ પૂર્ણ થયેલ છે. વધુમાં, રેન બસેરામાં ફાયર એન.ઓ.સી. અને લીફટ લાયસન્સ પણ મેળવવામાં આવેલ છે.
મંત્રીશ્રી ઋષિકેશ પટેલે રેન બસેરાની મુલાકાત દરમિયાન ઉપલબ્ધ સુવિધાઓની સમીક્ષા કરી હતી અને તેમાં જરૂરી માર્ગદર્શન આપ્યું હતું. વધુમાં, તેમણે નવનિર્મિત રેન બસેરાના ઉલ્લેખનીય છે કે, આ રેન બસેરા રાજ્યભરમાંથી આવતા દર્દીઓ અને તેમના સગાઓ માટેની અધ્યતન સુવિધાઓ ઉપલબ્ધ થશે.
આ મુલાકાત દરમિયાન સાંસદ શ્રી દિનેશભાઈ મકવાણા, ધારાસભ્ય શ્રી દર્શનાબહેન વાઘેલા, શ્રી અમોલભાઈ ભટ્ટ, સિવિલ હોસ્પિટલના મેડિકલ સુપ્રીટેન્ડેન્ટ શ્રી રાકેશભાઈ જોશી હાજર રહ્યા હતા.