‘નરોડા કઠવાડા રોડ પરની સોસાયટીમાં વરસાદી પાણી બેક કેમ મારે છે ?!’
 
        નરોડા કઠવાડા રોડ પર આવેલી સોસાયટીઓમાં નવો સીમેન્ટ કોંકરીટ રોડ બન્યા પછી સામાન્ય વરસાદમાં વરસાદી પાણી બેક મારે છે ! પ્રશ્નની રજૂઆત છતાં તેનો નિકાલ ન થતાં મ્યુનિ. કમિશ્નર બંછાનિધિ પાની સમક્ષ રજુઆત કરાઈ ?!
તસ્વીર અમદાવાદ શહેરના નરોડા કઠવાડા રોડ પર આવેલી સોસાયટીઓની સ્થિતિની છે ! નરોડ કઠવાડા, વ્યાસવાડી પાસે આવેલી શ્રેયાંસનાથ પ્રભુ નરોડા કો.ઓ.હા.સો.લી. સ્થિતિની છે ! જયાં થોડા જ વરસાદમાં વરસાદી પાણી બેક મારવા લાગે છે ! અને સોસાયટીમાંથી વરસાદીપાણી ભરાયા પછી ઘણાં લાંબા સમય પછી ઉતરે છે ! મ્યુનિ. કોર્પાેરેશને નરોડા કઠવાડા રોડ ઉપર સીમેન્ટ કોંકરીટનો રોડ બનાવ્યા પછી વરસાદી પાણીના નિકાલની સમસ્યા ઘેરી બની છે !
વરસાદીપાણીના નિકાલ માટે મોટા ડાયની લાઈનો નાંખવાની જરૂર છે ! એટલું જ નહીં જે લાઈનો હાલ ઉપલબ્ધ છે તે કુંડીઓમાંથી જેટીંગ મશીન લગાવી સાફ કરાવવાની જરૂર છે ! ત્યાં કુંડીઓમાંથી માટી કાઢવાની જરૂર છે તેમજ વરસાદી પાણીના નિકાલ માટે વધુ મોટી લાઈનોના જોડાણો નાંખવાની જરૂર છે ! વરસાદી પાણીના નિકાલના પંપ ચાલે છે કે નહીં ?! એ પણ તપાસનો વિષય છે ?!
પરંતુ આ અંગે વારંવાર રજુઆતો કરવા છતાં સ્થાનિક લેવલે પ્રશ્નનો આજદિન સુધી ઉકેલાયો નથી ! થોડા વરસાદમાં આ સ્થિતિ છે તો ભારે વરસાદ પડે તો લોકોના ઘરમાં વરસાદી પાણી ઘુસી જાય તેમ છે ! તેની આ બોલતી તસ્વીર છે ! નરોડામાં ઝરમર, ઝરમર સામાન્ય વરસાદમાં શ્રેયાંસનાથ પ્રભુ નરોડા કો.ઓ.હા.સો.લી.માં વરસાદી પાણી બેક મારી છેક સુધી ભરાઈ ગયું છે ! અધિકારીઓ આ મુદ્દે ગંભીર કયારે બનશે ?!
સ્થાનિક કોર્પાેરેટરોને તો કાંઈ સમજાતું નથી એવું લાગે છે ?! પણ કમ સે કમ ઉત્તરઝોનના ઈન્ચાર્જ અધિકારીઓ પણ ઉદાસીનતા દાખવે ત્યારે આવું પરિણામ આવે છે તો આ પ્રશ્ન મ્યુનિ. કમિશ્નર શ્રી બંછાનિધિ પાનીએ વિના વિલંબે ઉકેલવો જોઈએ !! જે રીતે સીલ મારેલો રસ્તો ચાલુ કરાવ્યો ?!!! (તસ્વીર સમાચાર ભરત ઠાકોર દ્વારા તથા માનદ્દ મદદનીશ પત્રકાર ગઝાલા શેખ દ્વારા)
શ્રેયાંસનાથ પ્રભુ નરોડા કો.ઓ.હા.સો.લી., ડાહ્યાલાલ પાર્ક સોસાયટી સહિતની સોસાયટીઓમાં મચ્છરોનો ઉપદ્રવ વધે એવી સ્થિતિ ?! હવે ઉચ્ચ કક્ષાએ રજુઆત કરાઈ ?!

અમેરિકાના પ્રમુખ થોમસ જેફરસન કહે છે કે, “કાયદાઓ ઘડવા કરતા તેનો અમલ થાય એ વધારે અગત્યનું છે”! જયારે મહાત્મા ગાંધી કહે છે કે, “ઉત્તરદાયિત્વપૂર્ણ કરતા લોકો વડે જ બધો વ્યવહાર ચાલે છે”!! આજકાલ રાજકીય પ્રચાર જેટલો થાય છે ! તેમજ આજકાલ સરકાર કે મ્યુનિ. તંત્ર કામ કરતું દેખાડાય છે એટલું તંત્ર કાર્યદક્ષ નથી !
લોકો સમસ્યાઓ અંગે સરકાર સમક્ષ તેમજ મ્યુનિ. કોર્પાેરેશનના અધિકારીઓ સમક્ષ ફરિયાદો કરતા રહે છે પરંતુ ગોકળ ગાયની ગતિએ વહીવટી તંત્ર કામ કરે છે ! ત્યારે નાછૂટકે કાં તો લોકો મ્યુનિ. કમિશ્નર શ્રી બંદાનિધિ પાની સમક્ષ અથવા ડે. મ્યુનિ. કમિશ્નર સમક્ષ રજૂઆત કરવા મજબુર થવું પડે છે અને અંતે નામદાર ગુજરાત હાઈકોર્ટના દરવાજા ખટખટાવવા પડે છે !!
મ્યુનિ. કમિશ્નર શ્રી બંછાનિધિ પાનીએ નરોડા ખારીકટ કેનાલ પાસે આવેલી શ્રેયાંસનાથ પ્રભુ નરોડા કો.ઓ.હા.સો.લી., ડાહ્યાલાલ પાર્ક સોસાયટી તેમજ કેટલીક અન્ય સોસાયટીઓમાં વરસાદી પાણી બેક મારે છે ! ઝડપથી વરસાદી પાણીનો નિકાલ થતો નથી તેની તપાસ કરાવી જવાબદારો સામે પગલા લેશે ?! રોગચાળો ફાટી નીકળે, મચ્છરોનો ઉપદ્રવ વધશે તો કોણ જવાબદાર ?!
અમેરિકાના પ્રમુખ થિયોડોર રૂઝવેલ્ટ કહે છે કે, “સ્વંયમ સિસ્તથી દરેક ચીજ શકય છે”!! નરોડા કઠવાડા રાડ ઉપર થોડા જ વરસાદમાં પાણી ભરાઈ જાય છે અને શ્રેયાંસનાથ પ્રભુ નરોડા કો.ઓ.હા.સો.લી., ડાહ્યાલાલ પાર્ક સોસાયટી સહિતની આસપાસની સોસાયટીઓમાં થોડાક જ વરસાદમાં પાણી બેક મારે છે અને સોસાયટીમાંથી વરસાદી પાણીના નિકાલની લાઈનોમાંથી પુરતા ફલોથી થતો નથી !
સ્થાનિક મ્યુનિ. કોર્પાેરેશનના અધિકારીઓએ તપાસ તો કરાવી છે ! પરંતુ પ્રશ્નનો નિકાલ ચોમાસું પુરૂ થવા આવ્યું છતાં પ્રશ્નનો નિકાલ કરી શકાયો નથી ! તો આ પ્રશ્નનો નિકાલ કરવો વિના વિલંબે જરૂરી છે ! તો મ્યુનિ. કમિશ્નરશ્રી તાત્કાલિક નિકાલ કરાવશે ?!
આ લેખોમાં પ્રગટ થતાં વિચારો લેખકના પોતાના છે વેસ્ટર્ન ટાઈમ્સ તેની સાથે સહમત હોય તે જરૂરી નથી.

 
                 
                 
                