ન્યાયતંત્ર દેશના મહાન ગ્રંથ બંધારણને અનુસરે છે ! દેશનું બંધારણ શ્રીમદ્દ ભાગવદ્દ ગીતાના સિધ્ધાંતોને અનુસરે છે ?! પરંતુ…

સાંપ્રદાયિક ધર્માેની પોતાની વિચાર ધારા છે ! પરંતુ તે સમાજમાં ગુન્હાખોરી, ભ્રષ્ટાચાર અને દુરાચાર અટકાવવામાં નિષ્ફળ જઈ રહ્યો છે ?! કેમ ?!
તસ્વીરમાં “ધર્મ” અને “અધર્મ” ની વ્યાખ્યા કરી “ન્યાયધર્મ” અદા કરતી સુપ્રિમ કોર્ટની છે ! ડાબી બાજુથી ઈન્સેન્ટ તસ્વીર સુપ્રિમ કોર્ટની છે ! સુપ્રિમ કોર્ટના ચીફ જસ્ટીસ શ્રી બી. આર. ગવાઈ કહે છે કે, “લોકોને નહીવત ખર્ચમાં અને ઓછા પ્રયાસે ઝડપી ન્યાય મળવો જોઈએ”!!
દેશના બંધારણે પણ તમામ લોકો અને સંસ્કૃતિને જાળવવાનું ધ્યેય રાખ્યું છે ! ચીફ જસ્ટીસ શ્રી બી. આર. ગવાઈએ ખૂબ જ સૂચક રીતે કહ્યું છે કે, “દરેક ધર્મના પોતાના ગ્રંથો છે”! પરંતુ દરેક ભારતીય માટે બંધારણ મહાન ગ્રંથ છે ! આપણી નિષ્ઠા બંધારણ પ્રત્યે સૌથીવધારે હોવી જોઈએ અને દરેકે બંધારણ વાંચવું જોઈએ ! સંસદ બંધારણની મૂળ રચનામાં ફેરફાર કરી શકે નહીં !
જયારે સુપ્રિમ કોર્ટના પૂર્વ ચીફ જસ્ટીસ શ્રી એન. વી. રમનાએ કહ્યું છે કે, “એક સ્વતંત્ર સમાજ તરીકે આપણું અÂસ્તત્વ ટકાવી રાખવા માટે કાયદાનું શાસન જ મોટી આશા છે”!! સુપ્રિમ કોર્ટના જસ્ટીસ શ્રી જે. બી. પારડીવાલા કહે છે કે, “સામાન્ય માનવીનો વિશ્વાસ એ ન્યાયતંત્રની તાકાત છે ! બાર અને બેન્ચે મળીને કાયદાનું શાસન સાચવવું જોઈએ”!! સુપ્રિમ કોર્ટના પૂર્વ ચીફ જસ્ટીસ શ્રી ડી. વાય. ચંદ્રચુડે કહ્યું છે કે, “ન્યાયતંત્રની આઝાદીનું રક્ષણ પણ ન્યાયતંત્રએ સુરક્ષિત રાખવું જોઈએ”!!
આ વાત દેશની સ્વતંત્રતા અને નિડર ન્યાયતંત્ર કરે છે ! બીજી તસ્વીર શ્રીમદ્દ ભાગવદ્દ ગીતાનો ઉપદેશ આપતા શ્રી કૃષ્ણની છે ! એ કહે છે કે, “પોતાનું કર્તવ્ય કર્મ ચૂકી જનાર માનવી “અધર્મી” છે ! તેને સજા થવી જોઈએ !! એટલું જ નહીં અધર્મ થતો હોય ત્યાં ચુપ રહેનારા પણ “અધર્મી” છે” !
શ્રી કૃષ્ણ કહે છે કે, “દ્રોપદીની આબરૂ લુંટવાનો પ્રયત્ન થયો ત્યારે ભિષ્મપિતામઃ ! ગુરૂ દ્રોણાચાર્ય ચુપ રહ્યા માટે તેઓ પણ અધર્મી છે”!! ત્યારે શ્રીમદ્દ ભાગવદ્દ ગીતા અને ભારતનું બંધારણ એક જ વાત કરે છે ! આ આપણાં દેશની મહાનતા છે ! (તસ્વીર સમાચાર ભરત ઠાકોર દ્વારા તથા માનદ્દ મદદનીશ પત્રકાર ગઝાલા શેખ દ્વારા)
“શ્રી પરમેશ્વરે આપણને સંવેદન તર્ક અને બુધ્ધીથી વિભૂષિત કર્યા છે ” – ગેલેલિયો !!
શ્રીમદ્દ ભાગવદ્દ ગીતામાં શ્રી કૃષ્ણ કહે છે કે, “જે કર્તવ્ય ધર્મ ચૂકે છે એ અધર્મી છે ! કર્તવ્ય ધર્મ એ જ સાચો ધર્મ છે”!!
સુપ્રિમ કોર્ટના ચીફ જસ્ટીસ બી. આર. ગવાઈ કહે છે કે, “દરેક ધર્મને પોતાના ગ્રંથ છે પરંતુ દરેક ભારતીય માટે બંધારણ મહાન ગ્રંથ છે”!! પૂર્વ ચીફ જસ્ટીસ એન. વી. રમના કહે છે કે, “એક સ્વતંત્ર સમાજ તરીકે આપણું અÂસ્તત્વ ટકાવી રાખવા માટે કાયદાનું શાસન જ મોટી આશા છે”!! સુપ્રિમ કોર્ટના વરિષ્ઠ ન્યાયમૂર્તિ જે. બી. પારડીવાલા કહે છે કે, “સામાન્ય માનવીનો વિશ્વાસ એ ન્યાયતંત્રની તાકાત છે”!
ઈટાલિયન તત્વજ્ઞાની અને મહાન વૈજ્ઞાનિક ગેલેલિયો ગેલિલ કહે છે કે, “શ્રી પરમેશ્વરે આપણને સંવેદન તર્ક અને બુÂધ્ધથી વિભૂષિત કર્યા છે, પરંતુ આપણે તેનો ઉપયોગ કરવાનું ભુલી ગયા છીએ, આ એવા સાધનો છે જે જ્ઞાન પ્રાપ્તિ માટે સૌથી મહત્વના છે”!! જયારે અમેરિકન વૈજ્ઞાનીક થોમસ એડીશન કહે છે કે, “હું ધર્મશાસ્ત્રીઓના ઈશ્વરને માનતો નથી, હા એક સર્વાેચ્ચ સત્તા જરૂર છે અને તેમાં મને કોઈ શંકા નથી”!!
આ જ વાત શ્રીમદ્દ ભાગવદ્દ ગીતામાં પણ શ્રી ક્રિશ્ને કહી છે કે, “માનવી સ્વધર્મનું આચરણ નથી કરતો, તો પોતાનો કર્તવ્ય ધર્મ ન કરવાથી માનવી પોતાની કિર્તિ ગુમાવે છે” અહીંયા “કર્તવ્ય ધર્મ”ને “ધર્મ” કહ્યો છે ! આધુનિક રાજકીય વિચારધારા “લોકશાહી” માં પણ આજ વાત દેશનું બંધારણ કરે છે અને ન્યાયધર્મ અને સર્વને સમાન ન્યાયની વાત મુકાઈ છે જેમાં ન્યાયતંત્ર પોતાની ભૂમિકા અદા કરતા “કર્મ અનુસાર” ન્યાય તોળે છે !
પરંતુ કહેવાય છે કે, આજકાલ કથિત ધાર્મિક માન્યતાઓનો રાફડો ફાટી નીકળ્યો છે અને ધર્મ એટલે સાંપ્રદાયિક વિચાર ધારાને કથિત ઉપાસના પાછળ શ્રધ્ધા કે કથિત અંધશ્રધ્ધાની લોકોએ દોટ મુકી છે ! અને અનેક ધર્માેનું લોકો આચરણ શ્રધ્ધાથી કરે છે ! છતાં સમાજમાં નૈતિકતા ! માનવતા ! ત્યાગનું મૂલ્ય નષ્ટ થઈ રહ્યું છે અને સમાજમાં દિન-પ્રતિદિન ગુન્હાખોરી ભ્રષ્ટાચાર, દુરાચાર, અનાચાર, પ્રપંચ, પાખંડિતતાએ માજા મુકી છે ! આવું કેમ છે ?! “રાજધર્મ” ના મૂલ્યો ખતમ થઈ રહ્યા છે ?! આવું કેમ છે ?! અને દેશના ન્યાયતંત્ર પર સામાજીક મૂલ્યો ટકાવી રાખવાની જવાબદારી વધતી જાય છે તો તેનો ઈલાજ શું ?!
ભારતમાં સનાતન ધર્મના પ્રચારક અને પ્રસારક ચાર દિશાના ચાર શંકરાચાર્યાે શું કહે છે ?! જયોર્તિમઠના શંકરાચાર્ય સ્વામી અવિમુકતેશ્વરાનંદ સરસ્વતી, પુરીના શંકરાચાર્ય સ્વામી નિશ્ચલાનંદ સરસ્વતી ! દ્વારકા પીઠના શંકરાચાર્ય સ્વામી સદાનંદ સરસ્વતીજી ! વૃંદાવનના જગદ્દગુરૂ રામભદ્રાચાર્યજી કહે છે કે, જેને “શાસ્ત્રોનો અભ્યાસ નથી તેઓ ધર્મને શિદ્ર કરી રહ્યા છે ! આવનારી ભાવિ પેઢીને મંદિરમાંથી હૃદયથી ધર્મ પેદા થવો જોઈએ”!! ભારતમાં હિન્દુ રાષ્ટ્ર નહીં ! રામ રાજય હોવું જોઈએ !!
આજકાલ સાંપ્રદાયિક જાડીઓ કથિત રીતે ઠેર, ઠેર ઉગી નીકળી છે ! ત્યારે દેશના વિદ્વાન અને હિન્દુ શાસ્ત્રના પ્રખર જ્ઞાની શંકરાચાર્યાેના મતો પર ધ્યાન આજની પેઢીઓ, સુશિક્ષિત યુવાનોએ, યુવતીઓએ આપવાની ખાસ જરૂર છે ! અને એ ચિંતા કરવાની જરૂર છે કે, વિશ્વમાં અનેક ધર્માે છે ! સાંપ્રદાયિક વિધિ વિધાન પાછળ ભારતના લોકો શ્રધ્ધાથી તો કયારેક અંધશ્રધ્ધાથી કે કથિત શ્રધ્ધા સાથે દોટ કાઢી રહ્યા છે ! પરંતુ સમાજમાં દિન-પ્રતિદિન નૈતિક અદ્યઃપતન વધતું જાય છે !
ગુન્હાખોરીએ માજા મુકી છે ! ભ્રષ્ટાચાર, દુરાચાર, અનાચારે ભારતમાં ભરડો લીધો છે ! રાજધર્મમાં પણ અધર્મ ના દર્શન થાય છે ! તેનું મૂળ કારણ શું ?! લોકો કોરી “ધાર્મિકતા” તરફ દોડે છે ! ઉત્સવો મનાવે છે ! પરંતુ તેની સમાજમાં કેમ અસર જોવા મળતી નથી ?! શું કથિત સાંપ્રદાયિક દેખાદેખી અને સ્પર્ધાથી લોકો સંતોષ માની અટકી જાય છે માટે આવું થાય છે ?!
ત્યારે જોઈએ જયોર્તિમઠના શંકરાચાર્ય સ્વામી અવિમુકતેશ્વરાનંદજી શું કહે છે ?! તેઓ કહે છે કે, ગુજરાતના દ્વારકા પીઠના શંકરાચાર્ય સ્વામી સદાનંદ સરસ્વતી મહારાજે અશાસ્ત્રીય સંપ્રદાયોની ઝાટકણી કાઢી છે ! જેને શાસ્ત્રોનો અભ્યાસ નથી કર્યાે એ શાસ્ત્રોની વાતો કરી રહ્યા છે ! આવનારી ભાવી પેઢીને મંદિરમાંથી હૃદયથી ધર્મ પેદા થવો જોઈએ !
આ લેખોમાં પ્રગટ થતાં વિચારો લેખકના પોતાના છે વેસ્ટર્ન ટાઈમ્સ તેની સાથે સહમત હોય તે જરૂરી નથી.