Western Times News

Gujarati News

ટોક્યોની મુલાકાતે પહોંચ્યા PM મોદીઃ ભારત-જાપાન સહકારમાં નવા અધ્યાયની આશા

ટોક્યો, 29 ઑગસ્ટ – ભારત અને જાપાન વચ્ચે વિકાસ સહકાર સતત મજબૂત બની રહ્યો છે ત્યારે ભારતીય પ્રતિનિધીમંડળ આજે ટોક્યો પહોંચ્યું છે. આ મુલાકાત દરમિયાન જાપાનના વડાપ્રધાન ઇશિબા તથા અન્ય નેતાઓ સાથે ચર્ચા-વિચારણા કરવાની તક મળશે તેવી અપેક્ષા વ્યક્ત કરવામાં આવી છે.

પ્રતિનિધિએ જણાવ્યું કે આ મુલાકાત ભારત-જાપાનની હાલની ભાગીદારીને વધુ ઊંડો બનાવશે તેમજ ભવિષ્યમાં સહકારના નવા માર્ગોને શોધવાની દિશામાં ઉપયોગી સાબિત થશે.

પીએમ મોદીએ ટ્વિટ કરીને જણાવ્યું હતું કે, હું ટોક્યો પહોંચી ગયો છું. ભારત અને જાપાન વચ્ચે વિકાસ સહયોગ સતત મજબૂત થઈ રહ્યો છે, મને અપેક્ષા છે કે આ મુલાકાત પ્રધાનમંત્રી ઇશિબા અને અન્ય લોકો સાથે વિચારોનું આદાન-પ્રદાન કરવાની, હાલની ભાગીદારીને વધુ ગાઢ બનાવવાની અને નવા સહયોગ માટેની શક્યતાઓ શોધવાની તક પૂરી પાડશે.

ટોક્યોમાં ભારતીય સમુદાયના પ્રેમ અને ઉષ્માથી હું ખૂબ જ પ્રભાવિત છું. જાપાની સમાજમાં અર્થપૂર્ણ યોગદાન આપવાની સાથે આપણા સાંસ્કૃતિક મૂળને જાળવી રાખવાની તેમની પ્રતિબદ્ધતા ખરેખર પ્રશંસનીય છે. ભારત-જાપાન વેપાર અને રોકાણ સંબંધોને વધુ મજબૂત બનાવવા પર ધ્યાન કેન્દ્રિત કરીને વ્યાપારી નેતાઓના જૂથ સાથે વાતચીત કરીશ.

PM Modi tween on X : As India and Japan continue to strengthen their developmental cooperation, I look forward to engaging with PM Ishiba and others during this visit, thus providing an opportunity to deepen existing partnerships and explore new avenues of collaboration.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.