સગીરાને ભગાડી જઈ દુષ્કર્મ ગુજારનારાને ૨૦ વર્ષની સજા

મહેસાણા, વડનગર પંથકની સગીરાને ભગાડી જઈ દુષ્કર્મ ગુજારનારા ચાણસ્માના સુણસરના યુવકને વિસનગરની પોક્સો કોર્ટે ૨૦ વર્ષની સખત કેદની સજા ફટકારી હતી.
ચાણસ્મા તાલુકાના સુણસર ગામનો વતની અને સિદ્ધપુરના ગાંગલાસણ ગામે રહેતો ઠાકોર હજુરજી હાથીજી વડનગર પંથકની ૧૪ વર્ષ ૯ માસની સગીરાને ભગાડી ગયો હતો અને તેણી સાથે વારંવાર દુષ્કર્મ કર્યું હતું. સગીરાની માતાએ આ બાબતે તા.૮-૮-૨૧ના રોજ વડનગર પોલીસ મથકે હજુરજી ઠાકોર સામે ફરિયાદ નોંધાવી હતી.
પોલીસે ગુનાની તપાસ કરીને ચાર્જશીટ કરી હતી તેમજ આરોપીની ધરપકડ કરી હતી. આ કેસમાં સરકારી વકીલ સી.બી.ચૌધરીએ મૌખિક તેમજ દસ્તાવેજી પુરાવા રજૂ કરી આરોપીને મહત્તમ સજાની દલીલો કરી હતી.
જે ગ્રાહ્ય રાખી વિસનગરના સ્પેશિયલ પોક્સો જજ એન.એસ.સિદ્દીકીએ આરોપી ઠાકોર હજુરજી હાથીજીને પોક્સો સહિત વિવિધ કલમો હેઠળ કસુરવાર ઠેરવી ૨૦ વર્ષની સખત કેદની સજા અને કુલ રૂ.૨૪ હજાર દંડ ફટકાર્યાે હતો.
ઉપરાંત ભોગ બનનારને વળતર પેટે રૂ.૩ લાખ ચૂકવવા જિલ્લા કાનુની સેવા સત્તા મંડળને દરખાસ્ત કરતો આદેશ પણ કોર્ટે કર્યાે હતો.SS1MS