Western Times News

Gujarati News

નિવૃત્તિ બાદ ચેતેશ્વર પૂજારા કોચિંગની જવાબદારી માટે સજ્જ

મુંબઈ, ભારતીય ટેસ્ટ ક્રિકેટ ટીમના મહાન બેટ્‌સમેન પૈકીના એક ચેતેશ્વર પૂજારાએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટને અલવિદા કહી દીધું છે પરંતુ તે હજી પણ ક્રિકેટ સાથે જોડાયેલો રહેવા માંગે છે. ક્રિકેટમાં કારકિર્દી તરીકે તેની પાસે બે વિકલ્પ છે.

જેમાં કોમેન્ટ્રી અને કોચિંગ સામેલ છે. તેણે કોમેન્ટ્રી કરી છે અને તેને તે ગમે છે, પરંતુ તે કોચિંગ માટે પણ તૈયાર છે. તેણે ગત રવિવારે જ ૧૦૩ ટેસ્ટ મેચ પછી ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી હતી.

ચેતેશ્વર પૂજારાએ કહ્યું હતું કે તે બીસીસીઆઈના સેન્ટર ઓફ એક્સેલન્સ માં કોચિંગ માટે તૈયાર છે. મને બ્રોડકાસ્ટિંગનું કામ ગમે છે તેથી હું ચોક્કસપણે તેને જારી રાખીશ.

જ્યારે દ્ગઝ્રછમાં કોચિંગ અથવા કોઈ પણ કાર્યની વાત આવે છે, ત્યારે હું તેના માટે તૈયાર છું. મેં હજી સુધી તેના વિશે ગંભીરતાથી વિચાર્યું નથી. જ્યારે પણ તક આવશે, ત્યારે હું પ્રયાસ કરીશ અને પછી નિર્ણય લઈશ. મેં પહેલા કહ્યું છે કે હું રમત સાથે જોડાયેલો રહેવા માંગુ છું.તેથી, ભારતીય ક્રિકેટ માટે ગમે તે રીતે યોગદાન આપી શકું તો મને તે કરવામાં ખુશી થશે.

પૂજારાને ક્રિકેટ અને ક્રિકેટમાંથી નિવૃત્તિ લેવા અંગે કોઈ દુઃખ નથી. તેણે સ્વીકાર્યું કે, હવે ટેસ્ટ ક્રિકેટ જૂની સ્ટાઈલમાં નથી રમાતી. મને હજુ પણ લાગે છે કે આજના યુગમાં પણ ક્લાસિકલ ટેસ્ટ ખેલાડી માટે અવકાશ છે, પરંતુ સમય બદલાઈ ગયો છે.

આપણે સમય સાથે આગળ વધવું પડશે. જો મારે કોઈ યુવા ખેલાડીને કંઈક કહેવું હોય તો હું ચોક્કસપણે કહીશ કે તમારે આ રમતના ત્રણેય ફોર્મેટ રમવાનું પસંદ કરવું જોઈએ.પૂજારાએ ટેસ્ટ ક્રિકેટમાં પ્રવેશ કર્યાે ત્યારે તેમની સાથે સચિન તેંડુલકર અને રાહુલ દ્રવિડ જેવા ખેલાડીઓ હતા. કારકિર્દીની શરૂઆતમાં તેમની સાથેની વાતચીતે પુજારાને વિદેશી પરિસ્થિતિઓમાં પણ શ્રેષ્ઠ દેખાવ કરવામાં મદદ કરી હતી.

પુજારાએ જણાવ્યું કે, જ્યારે ડ્રેસિંગ રૂમમાં ઘણા બધા સિનિયર ખેલાડીઓ હોય છે, ત્યારે તમે તેમની સાથે વાતચીત કરી શકો છો. ઉપરાંત મેં તેમને વિદેશી પરિસ્થિતિઓમાં કેવી રીતે સફળ થવું તે અંગે પ્રશ્નો પૂછ્યા હતા. તેઓ કેવી રીતે તૈયારી કરે છે? તેઓ મારી રમતમાં શું જુએ છે અને મારે આગળ વધવા માટે શું કરવું જોઈએ તે વિશે તેમની પાસેથી ખૂબ જ સારી માહિતી મળી હતી.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.