Western Times News

Gujarati News

રશિયન ઓઈલથી ભારતને માત્ર ૨.૫ અબજ ડોલરનો જ ફાયદો છેઃ CLSA

મુંબઈ, એક રિસર્ચ રિપોર્ટ અનુસાર રશિયામાંથી સસ્તું ઓઈલ ખરીદવાથી ભારતને વર્ષે માત્ર ૨.૫ અબજ ડોલરનો જ ફાયદો થાય છે. મીડિયામાં એવી વાતો વહેતી થઈ હતી કે ભારતને ૧૦-૨૫ અબજ ડોલરનો ફાયદો થાય છે.

બ્રોકરેજ સીએલએસએના રિપોર્ટમાં કહેવાયું છે કે ભારત રશિયા પાસેથી ઓઈલ લેવાનું બંધ કરશે તો તેની પાસે મર્યાદિત વિકલ્પો છે અને તેવા સંજોગોમાં વૈશ્વિક માર્કેટમાં ક્‰ડ ઓઈલના ભાવ બેરલદીઠ ૧૦૦ ડોલરને પાર કરી જશે.

રશિયામાંથી ઓઈલની આયાતથી ભારતને તગડો ફાયદો થઈ રહ્યો હોવાના મીડિયામાં જે આંકડા આવી રહ્યા છે તે વધુ પડતા છે તેમ તેણે કહ્યું છે.

રિપોર્ટ અનુસાર મીડિયામાં એવા અહેવાલો પ્રસિદ્ધ થયા હતા કે રશિયન ઓઈલની આયાતથી ભારતને ૧૦-૨૫ અબજ ડોલરનો વર્ષે ફાયદો થઈ રહ્યો છે. પરંતુ ખરેખર નેટ લાભ ૨.૫ અબજ ડોલરનો જ થાય છે જે ભારતના જીડીપીના માત્ર ૦.૬ બેસીસ પોઈન્ટ છે. અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ભારતની રશિયન ઓઈલ આયાત કરવાની બાબતને મોટો મુદ્દો બનાવીને વધુ ૨૫ ટકા ટેરિફ લાગુ કર્યા છે.

અમેરિકાએ આમ તો જાહેરમાં કબૂલ્યું છે કે રશિયા પર યુક્રેન સાથેનું યુદ્ધ સમાપ્ત કરવા દબાણ વધારવા માટે જ ભારત પર આ ટેરિફ લાગુ કર્યા છે પણ તે સાથે તેનો દાવો છે કે ભારત ઓઈલ ખરીદીને તગડો નફો કરી રહ્યું છે અને પછી રિફાઈન્ડ ફ્યૂઅલ યુરોપ સહિતના રિજનમાં વેચીને પણ કમાણી કરી રહ્યું છે.

સીએલએસેએ કહ્યું કે રશિયન ક્રૂડ અને દુબઈ ક્રૂડ વચ્ચેનો ભાવનો ગેપ મોટો છે કારણ કે રશિયન ઓઈલ પર ૬૦ ડોલરની મર્યાદા લાગુ કરાયેલી છે. મતલબ કે તે ૬૦ ડોલરથી સસ્તા ભાવે ઓઈલ ન વેચી શકે. ખાસ કરીને ઓઈલના ભાવ ૭૫ ડોલરને પાર કરે ત્યારે આ ગેપ વધારે થઈ જાય છે. પણ ભારતને નેટ ગેઈન ડિસ્કાઉન્ટ કરતાં પ્રમાણમાં ઓછો છે.

કારણ કે રશિયન ઓઈલના શિપિંગ, ઈન્સ્યોરન્સ, રિઈન્સ્યોરન્સ સંબંધિત નિયંત્રણો છે. રશિયન ઓઈલ ભારત પહોંચે ત્યાં સુધીમાં ડિસ્કાઉન્ટ ખાસ્સું ઓછું થઈ જાય છે તેમ આ રિપોર્ટમાં કહેવાયું છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.