ગુજરાતી ફિલ્મ ‘વશ લેવલ ૨’ની ઐતિહાસિક ૧.૫૦-૧.૭૫ કરોડની કમાણી સાથે શરૂઆત

મુંબઈ, જેના પરથી બોલિવીડ પણ ફિલ્મ બનાવવા મજબુર થઈ ગયું એવી હોરર થ્રિલર ફિલ્મ ‘વશ’ની સિક્વલ ‘વશ લેવલ ૨’ રિલીઝ થઈ ગઈ છે. આ વખતે ફિલ્મની કાસ્ટમાં જાનકી બોડીવાલા, હિતુ કનોડિયા અને હિતેન કુમાર સાથે મોનલ ગજ્જર પણ મહત્વના રોલમાં છે. આ સાઇકો હોરર થ્રિલર ફિલ્મે બોક્સ ઓફિસ પર શાનદાર શરૂઆત કરી છે.
કૃષ્ણદેવ યાજ્ઞિક દ્વારા દિગ્દર્શિત, ‘વશ લેવલ ૨’ એ ભારતીય બોક્સ ઓફિસ પર ૧.૧૫ કરોડ રૂપિયાની શાનદાર કમાણી કરી છે. જેમાંથી ૭૫ લાખ રૂપિયા માત્ર ગુજરાતમાંથી આવ્યા છે, જ્યારે બાકીની ૫૦-૬૦ લાખ રૂપિયાની કમાણી હિન્દી ડબ વર્ઝન દ્વારા મળી છે.તે ગુજરાતી ફિલ્મ માટે અત્યાર સુધીની સૌથી મોટી ઓપનિંગમાંની એક છે.
‘વશ લેવલ ૨’ એ મલ્હાર ઠાકર, યશ સોની અને મિત્ર ગઢવીની ‘૩ એક્કા’ને પાછળ છોડી દીધી, જેણે ૧.૧૦ કરોડ રૂપિયાની ઓપનિંગ કરી હતી અને નિર્માતાઓ માટે મોટી સફળતા સાબિત થઈ હતી.‘વશ લેવલ ૨’ને અત્યાર સુધી દર્શકો તરફથી ઘણો સારો પ્રતિસાદ મળ્યો છે, જેનો અર્થ એ છે કે ફિલ્મમાં તેનો લાભ મળવાની પણ શક્યતા છે.
જાનકી બોડીવાલા પહેલી ફિલ્મના હિન્દી વર્ઝનની બોલિવૂડ ફિલ્મ ‘શૈતાન’માં પણ હતી અને તેને એ ફિલ્મ માટે એવોર્ડ પણ મળ્યો તેથી તે પણ હવે જાણીતી એક્ટ્રેસ બની ગઈ છે.
આ ફિલ્મને તેનો પણ લાભ મળશે. જાનકી બોડીવાલા અભિનીત આ ફિલ્મની આવકમાં સપ્તાહના અંતે માત્ર ગુજરાતમાં જ નહીં પરંતુ હિન્દી બજારોમાં પણ અસાધારણ વધારો જોવા મળે તેવી અપેક્ષા છે. આગામી દિવસોમાં ફિલ્મ કેવું પ્રદર્શન કરે છે તે જોવું રસપ્રદ રહેશે.
એ નોંધવું જોઈએ કે આ સુપરનેચરલ ફિલ્મને હિન્દીમાં ‘પરમ સુંદરી’ સામે પણ સખત સ્પર્ધાનો સામનો કરવો પડશે.રસપ્રદ વાત એ છે કે, ‘વશ લેવલ ૨’ હિન્દીમાં ડબ વર્ઝનમાં ગુજરાત બહારના દર્સકો માટે ‘વશ વિવશ લેવલ ૨’ તરીકે રિલીઝ થઈ છે.
રસપ્રદ વાત એ છે કે, પહેલો ભાગ ૨૦૨૩માં રિલીઝ થયો હતો, જે બાદમાં અજય દેવગણ અને આર માધવન દ્વારા ‘શૈતાન’ તરીકે હિન્દીમાં રિમેક કરવામાં આવ્યો હતો.
શૈતાનની સફળતાએ હિન્દીમાં ગુજરાતી સિનેમા માટે દરવાજા ખોલી દીધા કારણ કે દર્શકોએ વશ અને અન્ય પ્રાદેશિક ફિલ્મો શોધી કાઢી હતી.નિર્માતાઓએ તેની સિક્વલ લાવવાનું નક્કી કર્યું, ત્યારે તેઓ પહેલાથી જ જાણતા હતા કે ‘વશ લેવલ ૨’ તેમના માટે હિન્દી બજારોનો લાભ લેવા માટે એક મોટું ટ્રમ્પ કાર્ડ બની શકે છે.
‘વશ લેવલ ૨’માં પણ અથર્વની વાર્તા આગળ વધે છે. જે પાત્ર હિતુ કનોડિયા નીભાવે છે. તેઓ માને છે કે તેમણે તેની દિકરી આર્યા એટલે કે જાનકી બોડિવાલાને કાળી શક્તિઓથી બચાવી લીધી છે. પરંતુ જ્યારે એક શાળાની છોકરીઓ વિચિત્ર વર્તન કરવા માંડે છે અને અથર્વ ફરી એક વખત કાળો જાદુ કરનાર રાક્ષસ પ્રતાપનો સામનો કરવા મજબુર બને છે.
આ દમદાર પાત્ર હિતુ કનોડિયા દ્વારા કરાયું છે. આ ફિલ્મમાં ગુજરાતી ફિલ્મની જાણીતી એક્ટ્રેસ મોનલ ગજ્જર, ચેતન દહિયા અને પ્રેમ ગઢવી પમ મહત્વના રોલમાં જોવા મળે છે. જો આ ફિલ્મની પ્રીક્વલ ‘વશ’ને રાષ્ટ્રિય કક્ષાએ પણ ઘણી પ્રસંશા મળી હતી.
૭૧મા નેશનલ ફિલ્મ એવોર્ડ વખથે પણ આ ફિલ્મને બેસ્ટ ફીટર ફિલ્મનો એવોર્ડ મળ્યો છે. જ્યારે જાનકી બોડિવાલાને બેસ્ટ સપો‹ટગ એક્ટ્રેસનો એવોર્ડ મળ્યો હતો.SS1MS