આધ્યાત્મિક ઇન્ફ્લ્યુએન્સર બિગબોસમાં 800 સાડી લઈને પહોંચી

મુંબઈ, જ્યારથી ૨૪ ઓગસ્ટે બિગ બોસ ૧૯ના ઘરના દરવાજા સ્પર્ધકો માટે ખુલ્યા ત્યારથી, એક નામ ચર્ચામાં રહ્યું છે, આધ્યાત્મિક ઇન્ફ્લ્યુએન્સર અને આંત્રપ્રિન્યોર તાન્યા મિત્તલ.
આ રિયાલિટી શોના તાજેતરના એપિસોડમાં, તેણે ફરી એકવાર તેના નિવેદન માટે ધ્યાન ખેંચ્યું છે.પોતાની વૈભવી જીવનશૈલી માટે જાણીતી તાન્યાએ ખુલાસો કર્યાે કે તે બિગ બોસના ઘરમાં ૮૦૦ સાડીઓ લાવી છે.
તેણે પોતાના નિર્ણયને યોગ્ય ઠેરવતાં કહ્યું, “હું મારી વૈભવી વસ્તુઓ પાછળ છોડી રહી નથી, હું મારા ઘરેણાં, એસેસરીઝ અને ૮૦૦થી વધુ સાડીઓ ઘરની અંદર લઈ જઈ રહી છું. દરરોજની મેં ૩ સાડીઓ નક્કી કરી છે જે હું દિવસભર બદલીશ રહીશ.”
અગાઉ, તાન્યાએ ભારપૂર્વક જણાવ્યું હતું કે તે ઇચ્છે છે કે લોકો તેને ‘મેડમ અથવા બોસ’ કહીને બોલાવે. પહેલા જ દિવસે જ્યારે સ્પર્ધક કુનિકા સદાનંદે સાથી સહભાગી મૃદુલ તિવારીને કોઈને પણ મેડમ કહેવાની મનાઈ ફરમાવી ત્યારે તાન્યાએ આ ખુલાસો કર્યાે હતો.
તાન્યાએ તરત જ વાંધો ઉઠાવતા કહ્યું, “મુઝે તો મેડમ બોલો, મુઝે બોસ હી બોલતે હૈં સબ લોગ (મને મેડમ બોલાવો, કારણ કે લોકો મને બોસ કહે છે). મને લોકો મારા નામથી બોલાવે તે પસંદ નથી.”
તેણીએ એ પણ ખુલાસો કર્યાે કે તેના પરિવારના સભ્યો તેને બોસ કહે છે અને તેને તે ગમતું હોય છે. તેણે આગળ એમ પણ કહ્યું, “છોકરીઓને સરળતાથી માન મળતું નથી, તેમને દબાણ કરીને તે માંગવું પડે છે.
તમે વર્ષાે સુધી તે કમાઓ છો, તેથી હું છેક ૫૦ વર્ષની થઈશ ત્યારે જ માન મળે એવું ઇચ્છતી નથી. મને તે અત્યારે જોઈએ છે”.આ ઉપરાંત, તાન્યાએ પ્રયાગરાજ મહાકુંભમાં ભાગદોડ દરમિયાન થયેલા તેના કરુણ અનુભવ વિશે પણ ખુલાસો કર્યાે હતો.
તેણે કહ્યું, “મારા બોડીગાડ્ર્સે કુંભ મેળામાં ૧૦૦ લોકોને બચાવ્યા, પોલીસને પણ બચાવી અને તેથી જ હું અહીં આવી શકી. તેથી મારા બોડીગાડ્ર્સ સારી રીતે તાલીમ પામેલા છે.
મને હજુ સુધી કોઈ ધમકી મળી નથી, પરંતુ હું એક ધમકી મળે અને પછી સુરક્ષા રાખવા માટે રાહ જોવા માગતી નથી. મારા પરિવારમાં ઘણા સમયથી આ ચાલી રહ્યું છે; દરેકને સુરક્ષા મળી હતી. અમને સુરક્ષા સાથે ચાલવાની આદત છે. અમને પીએસઓ અને સ્ટાફ રાખવાનું ગમે છે.”SS1MS