ટ્રાયલ સીઝન ૨ સાથે કાજોલ ફરી ધારદાર વકીલ બનશે

મુંબઈ, કોર્ટરૂમ ડ્રામા અને પોલિટિકલ થ્રિલર્સના ચાહકોને ગમેલી સીરિઝ ‘ધ ટ્રાયલઃ પ્યાર કાનૂન ધોખા’ની બીજી સીઝનની જાહેરાત થઈ ગઈ છે. ફરી એક વખત કાજોલ નોયોનિકા સેનગુપ્તા તરીકે એક ધારદાર વકીલના રોલમાં જોવા મળશે.
જિયોહોટસ્ટાર પર બીજી સીઝનમાં તેની ઝલક જોરદાર લાગી છે. જે કાયદા, રાજકારણ અને અંગત જીવનમાં નાટકીય ઘટનાઓના કોમ્બિનેશનને પાછું લાવશે.તેની પહેલી સીઝન હિટ રહી હતી.
નવી સીઝન આવતા મહિને શરૂ થવાની છે અને તેમાં વધુ ટિ્વસ્ટ અને ઉગ્ર કોર્ટરૂમ લડતો જોવા મળશે. સોશિયલ મીડિયા પર જિઓહોટસ્ટાર દ્વારા રજૂ કરાયેલ ટ્રેલર, સીઝનની મજબુત વાર્તાની એક ઝલક આપે છે. તેમાં રાજકીય ષડયંત્ર કેન્દ્રમાં છે, જેમાં નોયોનિકા તેના પતિ રાજીવ પાસેથી છૂટાછેડાની માંગણી કરે છે, જે બદલામાં, તેની રાજકીય કારકિર્દીને વેગ આપવા માટે તેનો ટેકો ઇચ્છે છે.
રાજીવના રાજકીય વિરોધી, નારાયણી ધોલે, જે સોનાલી કુલકર્ણી ભજવે છે, તે પોતાનું વર્ચસ્વ જાળવી રાખવા માટે ગંદી રમતો રમવાથી ડરતી નથી.દરમિયાન, નયોનિકા જ્યાં કામ કરે છે તે કાયદાકીય પેઢી પોતે જ ઉથલપાથલનો સામનો કરી રહી છે. શીબા ચઢ્ઢા એટલે કે માલિની ખન્ના, સંભવિત હકાલપટ્ટીનો સામનો કરી રહી છે ત્યારે પોતાનું સ્થાન ટકાવી રાખવા માટે સંઘર્ષ કરી રહી છે.
ભાવનાત્મક જટિલતામાં વધારો એલી ખાન દ્વારા ભજવવામાં આવેલ વિશાલ છે, જે નયોનિકાનો ભૂતપૂર્વ મિત્ર છે.‘ધ ટ્રાયલઃ પ્યાર કાનૂન ધોખા’ એ હિટ અમેરિકન કોર્ટરૂમ ડ્રામા ‘ધ ગુડ વાઇફ’ની ઇન્ડિયન રિમેક છે, જે ૨૦૦૯થી ૨૦૧૬ સુધી સીબીએસ પર ચાલ્યું હતું.
તેની ધારદાર વાર્તા અને જટિલ પાત્રો માટે પ્રખ્યાત, આ શોએ વિશ્વમાં ઘણા રિમેકને પ્રેરણા આપી છે, જેમાં પ્રિયામણી સાથેનું તમિલ રૂપાંતરણ પણ સામેલ છે જે જુલાઈ ૨૦૨૫માં પ્રીમિયર થયું હતું.SS1MS