Western Times News

Gujarati News

ભાવનગરમાં સિદ્ધિતપના તપસ્વીઓના પારણા પ્રસંગે મુખ્યમંત્રીએ વરઘોડાનું પ્રસ્થાન કરાવ્યું

તપસ્વીઓના દર્શન માત્રથી ઉદ્ધાર થાય છે : મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ

શ્રી ભાવનગર જૈન શ્વેતાંબર મૂર્તિ પૂજક તપ સંઘના આગેવાનો દ્વારા મુખ્યમંત્રીશ્રીનું સન્માન કરાયું

 Bhavnagar,  મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે વહેલી ભાવનગર ખાતે સિધ્ધિતપના આરાધકોના સામૂહિક પારણા પ્રસંગે ઉપસ્થિત રહી વરઘોડાનું પ્રસ્થાન કરાવ્યું હતું.

શ્રી ભાવનગર જૈન શ્વેતાંબર મૂર્તિ પૂજક તપ સંઘના આંગણે ચાતુર્માસ બિરાજમાન પૂ. ગુરુ ભગવંતોની પાવન નિશ્રામાં સિદ્ધિદાયક પ૩૧ થી વધુ સિદ્ધિતપના તપસ્વીઓની તપશ્ચર્યાના પારણા મહોત્સવ પ્રસંગે  જિનાલય ખાતેથી મુખ્યમંત્રીશ્રીએ તપસ્વીઓના વરઘોડાને શાસન ધ્વજ ફરકાવીને પ્રસ્થાન કરાવ્યું હતું. અને આરાધકોને શુભેચ્છા પાઠવી હતી. કાર્યક્રમની શરૂઆતમાં નવકાર મહામંત્ર ગાન કરવામાં આવ્યું હતું.

મુખ્યમંત્રીશ્રીને જૈન આચાર્ય દ્વારા વાસક્ષેપ અને આશીર્વાદ આપવામાં આવ્યા હતા. શ્રી ભાવનગર જૈન શ્વેતાંબર મૂર્તિ પૂજક તપા સંઘના આગેવાનો દ્વારા મુખ્યમંત્રીશ્રીનું બહુમાન કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કેઆજે એક સાથે આટલા તપસ્વીઓના દર્શનનો લ્હાવો મળ્યો છેતેમજ આપણી તો સંસ્કૃતિ છે કે તપસ્વીઓના દર્શન માત્રથી ઉદ્ધાર થાય છે. તેમણે કહ્યું કેતપશ્ચર્યા અને તપસ્યાના માધ્યમથી મુનિ ભગવંતશ્રીના ચરણોમાં જેટલા રહીએ એટલો લાભ થાય છે. તેમણે તપસ્વીઓને વંદન કરીસકળ શ્રી સંઘને મિચ્છામી દુક્કડમ કર્યું હતું.

આ તકે કેન્દ્રીય મંત્રી રાજ્ય શ્રીમતી નિમુબેન બાંભણીયામેયર શ્રી ભરતભાઈ બારડધારાસભ્યો સર્વ શ્રી જીતુભાઇ વાઘાણીશ્રીમતી સેજલબેન પંડ્યાશ્રી શિવાભાઈ ગોહિલસ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન શ્રી રાજુભાઈ રાબડીયાડેપ્યુટી મેયર શ્રી મોનાબેન પારેખઅગ્રણીઓ શ્રી કુમારભાઈ શાહશ્રી દિગ્વિજયસિંહ ગોહિલ,  શ્રી કિશોરભાઈ ગુરુમુખાણી તેમજ શ્રી ભાવનગર જૈન શ્વેતાંબર મૂર્તિ પૂજક તપા સંઘના શ્રી જયુભાઈ શાહશ્રી મનીષભાઈ કનાડીયાહિમાંશુભાઈ શાહશ્રી સંજયભાઈ ઠારશ્રી પિયુષભાઈ દોશીશ્રી રમેશભાઈ શાહ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.