Western Times News

Gujarati News

IHH હેલ્થકેરની વર્ષ 2028 સુધીમાં ભારતમાં 2000 નવી બેડ ઉમેરવાની યોજના

Mumbai, બહુરાષ્ટ્રીય હેલ્થકેર સેવા પૂરી પાડનાર અગ્રણી કંપની આઈએચએચ હેલ્થકેરે વર્ષ 2028 સુધીમાં ભારતમાં આશરે 2000 નવી બેડ ઉમેરવાની યોજના ધરાવે છે. કંપનીએ એક યાદીમાં જણાવ્યું છે કે તેણે પોતાના આંતરાષ્ટ્રીય નેટવર્કમાં વધુ સ્પષ્ટતા અને સુસંબધતા કેળવવાના ઉદ્દેશથી એક નવી બ્રાન્ડની ઓળખનું અનાવરણ કર્યું છે.

ભારતમાં ફોર્ટિસ હેલ્થકેર(Fortis Healthcare) અને ગ્લેનેગલ્સ(Gleneagles Healthcare) હેલ્થકેર મારફતે આઈએચએચ 11 રાજ્યમાં 35 હોસ્પિટલ અને આશરે 5,000 બેડનું વિશાળ સંયુક્ત નેટવર્ક ધરાવે છે. વૈશ્વિકસ્તરે તે 140 હેલ્થકેર ફેસિલિટી ધરાવે છે,જેમાં દસ દેશમાં 80થી વધારે હોસ્પિટલ્સનો સમાવેશ થાય છે.

“સંચાલકીય પ્રમાણને વધારવા, ક્લિનિકલ સર્વશ્રેષ્ઠતા તથા ભૌગોલિક પહોંચ વધારવા સાથે આઈએચએચ 2028 સુધીમાં ભારતમાં આશરે 2,000 નવી બેડનો ઉમેરો કરવાની મહત્વકાંક્ષી યોજનાને આગળ વધારવા માટે સંચાલકીય તથા આર્થિક કાર્યક્ષમતાનો ઉપયોગ કરી રહ્યા છે,” તેમ આઈએચઆઈએ જણાવ્યું હતું.

આઈએચએચ હેલ્થકેરના ગ્રુપ સીઈઓ શ્રી પ્રેમ કુમારે એ વાત પર ભાર આપ્યો હતો કે નવી ઓળખ સાથે આઈએચએચ એક બહુરાષ્ટ્રીય હેલ્થકેર સેવા પૂરી પાડનાર અગ્રેસર તરીકે પોતાની ભૂમિકાને અપનાવી રહી છે, જે હેલ્થકેર ક્ષેત્રની ઈકોસિસ્ટમમાં અર્થપૂર્ણ ઈનોવેશન, શક્તિશાળી સમન્વય અને વ્યૂહાત્મક ભાગીદારીને આગળ વધારી દેખભાળ એટલે કે કેરને લગતા ભવિષ્યને યોગ્ય આકાર આપી રહેલ છે.

તેમણે જણાવ્યું કે, “આઈએચએચ હેલ્થકેર લાંબા સમયથી વિશ્વની કેટલીક સૌથી માન્યતા પ્રાપ્ત અને વિશ્વાસપાત્ર હેલ્થકેર બ્રાન્ડ સાથે સંકળાયેલ નામ રહેલ છે, જે સાથે મળીને ભૌગોલિક દ્રષ્ટિએ વિશ્વની સૌથી મોટું હેલ્થકેર નેટવર્ક બનાવે છે.”

“આ મહત્વકાંક્ષા અમારા પહેલા મુખ્ય ફ્યુચર હેલ્થના નેતૃત્વમાં સાકાર થાય છે. હવે હેલ્થકેર લીડરશિપ કોન્ફરન્સમાં સાકાર થાય છે, જ્યાં અમારા દુરદર્શિ વિચરોને એકજૂટ કરે છે, જેથી સાહસિક વિચારોને જન્મ આપી શકાય છે અને નવી ભાગીદારી બનાવી શકાય છે, તે સાથે હેલ્થકેરની સીમાઓને આગળ વધારશે.”

જુલાઈ મહિનામાં આઈએચએચ દ્વારા પોતાની ભારતીય સહાયક કંપનીઓ ફોર્ટિસ હેલ્થકેર અને ગ્લેનેગલ્સ હેલ્થકેર વચ્ચે વ્યૂહાત્મક સહયોગની જાહેરાત કરી છે, જેથી મજબૂત વ્યવસાયિક પર્ફોમન્સ અને સતત વિકાસના માર્ગને મોકળો કરી શકાય.

આ સહયોગ હેઠળ ફોર્ટિસ ગ્લેનેગલ્સ ઈન્ડિયા નેટવર્ક હેઠળ છ પૈકી પાંચ હોસ્પિટલની કામગીરીનું સંચાલન કરશે. આઈએચએચ પ્રમાણે આ સહયોગથી તેમની સમગ્ર ભારતના હેલ્થકેર પ્લેટફોર્મને વધારે સંચાલકીય સ્તરે, ક્લિનિકલ સર્વશ્રેષ્ઠતા, તથા ભૌગોલિક પહોંચને જાળવી રાખવામાં મદદ મળશે.

આઈએચએછ પ્રમાણે, આ સહયોગ ઉચ્ચ ગુણવત્તાયુક્ત, પેશન્ટ્સ-કેન્દ્રીત કેરને લગતી સર્વિસ પૂરી પાડવાની કટિબદ્ધતા અંતર્ગત પૂરક ક્ષમતાઓને પણ એક સાથે લાવે છે, આ સાથે બન્ને નેટવર્કમાં સંચાલકીય તથા આર્થિક તાલમેલને પણ પ્રોત્સાહન આપે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.