Western Times News

Gujarati News

 “સહકાર થી સમૃદ્ધિ” સંકલ્પ સાકાર કરવા માટે ગુજકોમાસોલ પ્રતિબદ્ધ છે  : દિલીપ સંઘાણી

 આત્મા કોઓપરેટીવ અને વ્યવસ્થાપન કોર્પોરેટ કક્ષાનુ કેવુ હોય એ ગુજકોમાસોલમાં સ્પષ્ટ દેખાય છે : દિલીપ સંઘાણી

ગુજકોમાસોલે સર કર્યા સફળતાના સોપાનો :  ગુજકોમાસોલનું ટર્નઓવર રૂા.૨૨૩૯ કરોડ થી વધી ને વર્ષ ૨૪-૨૫ માં રૂા. ૯૫૯૩ કરોડ સુધી પહોચ્યુ છે : દિલીપ સંઘાણી

 મહેસાણા ખાતે આધુનિક ટેકનોલોજી આધારિત ઈન્ટિગ્રેટેડ એગ્રી લોજિસ્ટિક્સ પાર્કનું નજીકના ભવિષ્યમાં લોકાર્પણ થશે : દિલીપ સંઘાણી

૨૨ % ડીવીડન્ડ આપતી એકમાત્ર સંસ્થા બનવાનો શ્રેય પણ ભાજપ શાસીત ગુજકોમાસોલને જાય છે. સરકાર દ્વારા ડીવીડન્ડની મહતમ મર્યાદા ૨૦ % નિયત થતા ગુજકોમાસોલ પણ હાલમાં ૨૦ % ડીવીડન્ડ ચુકવે છે.

 “ગુજકો” બ્રાન્ડ હેઠળ વેચાણ કરવાનું એક મજબુત માર્કેટીંગ પ્લેટફોર્મ એટલે  “ગુજકો માર્ટ” (ગુજકો મોલ) : દિલીપ સંઘાણી

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં ગુજકોમાસોલની ૬૪મી વાર્ષિક સાધારણ સભા યોજાઈ-કૃષિમંત્રીશ્રી – વિધાનસભા ઉપાધ્યક્ષશ્રી અને ગુજકોમાસોલના ચેરમેનશ્રીની પ્રેરક ઉપસ્થિતિ

આ પ્રસંગે ગુજરાત વિધાનસભા ઉપાધ્યક્ષ શ્રી જેઠાભાઈ ભરવાડ, ગુજકોમાસોલના વાઇસ ચેરમેન શ્રી બીપીનભાઇ પટેલ અને ગુજરાત રાજ્ય સહકારી સંઘના ચેરમેન શ્રી ઘનશ્યામભાઈ અમીને પ્રાસંગિક ઉદબોધનમાં વડાપ્રધાનશ્રીના માર્ગદર્શન હેઠળ દેશમાં અને મુખ્યમંત્રીશ્રીના નેતૃત્વ હેઠળ ગુજરાતમાં વિકસી રહેલા સહકારી ક્ષેત્ર ઉપરાંત ગુજકોમાસોલની કાર્યપદ્ધતિ અને તેની સિદ્ધિઓ અંગે વિસ્તૃત જાણકારી આપી હતી.

આ પ્રસંગે રાજ્યસભાના સાંસદ શ્રી નરહરિભાઈ અમીન, ગાંધીનગર મહાનગરપાલિકાના મેયર શ્રીમતી મીરાબેન પટેલ, ગુજકોમાસોલના ડિરેક્ટર શ્રી જયેશભાઈ રાદડિયા, ધારાસભ્ય શ્રીમતી રીટાબેન પટેલ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન શ્રી આશિષ દવે, ગુજકોમાસોલના વિવિધ બોર્ડ ઓફ ડિરેક્ટર્સ સહિત વિવિધ સહકારી સંસ્થાના આગેવાન-પ્રતિનિધિઓ અને મોટી સંખ્યામાં સભાસદો ઉપસ્થિત રહ્યા હતા.

ગાંધીનગર,  ગુજકોમાસોલ એ રાજયની ટોચની સહકારી સંસ્થા છે. સરદાર વલ્લભભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ શ્રી ત્રિભુવનદાસ પટેલ જેવા સંનિષ્ઠ સહકારી આગેવાન દ્વારા અમુલની સ્થાપના થઈ હતી. એ જ ત્રિભુવનદાસ પટેલે વર્ષ ૧૯૬૦ માં ગુજકોમાસોલની સ્થાપના કરેલ. સ્થાપનાકાળથી ખાતર, દવા, બિયારણો, ખેત જણસોની ખરીદી, સ્ટોરેજ વગેરે જેવી અનેકવિધ ખેડુતલક્ષી પ્રવૃતિઓ ગુજકોમાસોલ દ્વારા થઈ રહી છે. દેશના સહકારી માળખા માટે ગૌરવરૂપ કહી શકાય કે, આઝાદીના ૭૫ વર્ષ બાદ માન.પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીજીના નેતૃત્વમાં નવા સહકાર મંત્રાલયની રચના કરવામાં આવી, જેનો કાર્યભાર સફળ અને સબળ નેતા માન.શ્રી અમિતભાઈ શાહ સંભાળી રહયા છે.

તા. ૧૭/૦૭/૨૦૧૭ નાં રોજ પાર્ટીના શીર્ષ નેતૃત્વ દ્વારા ગુજકોમાસોલનું સુકાન મને સોંપવામાં આવ્યુ. આજ દિવસ સુધી ખેડૂત ખેતી અને સહકાર ને કેન્દ્રમાં રાખી ગામડાના નાણા માં નાના માણસ સુધી લાભ પહોંચાડવા માટે કામગીરી કરી રહ્યો છું.

આજે ગૌરવ સાથે કહી શકું કે, વર્ષ ૨૦૧૭માં ગુજકોમાસોલનું ટર્નઓવર રૂા.૨૨૩૯ કરોડ હતુ તે સને ૨૦૨૪-૨૫ માં રૂા. ૧૦,૨૭૫ કરોડ સુધી પહોચ્યુ છે, જયારે ગ્રોસ નફો રૂા.૧૪૫.૬૫ કરોડ થી વધુ થવા જઈ રહયો છે તેમજ વાર્ષિક રૂા.૨.૫ કરોડ, ૫ કરોડ, ૮ કરોડ જેટલો નેટ નફો થતો હતો તેની જગ્યાએ તેનાથી આઠ ગણો નફો એટલે કે રૂા. ૭૬.૧૦ કરોડ જેટલો અંદાજિત નેટ નફો કરતી સંસ્થા બનવા જઈ રહી છે. સાથે-સાથે ખેડુતોની ઓફીસ વાર માંથી વિદ્યા માં બની ચુકી છે.

આત્મા કોઓપરેટીવ અને વ્યવસ્થાપ્ન કોર્પોરેટ કક્ષાનુ કેવુ હોય એ ગુજકોમાસોલમાં સ્પષ્ટ દેખાય છે. કારણ કે, ૨૨ % ડીવીડન્ડ આપતી એકમાત્ર સંસ્થા બનવાનો શ્રેય પણ ભાજપ શાસીત ગુજકોમાસોલને જાય છે. સરકાર દ્વારા ડીવીડન્ડની મહતમ મર્યાદા ૨૦ % નિયત થતા ગુજકોમાસોલ પણ હાલમાં ૨૦ % ડીવીડન્ડ ચુકવે છે. જે અગાઉ ૨૨% ચુકાવેલ (સમગ્ર દેશમાં સૌથી વધુ).

ગુજકોમાસોલ દ્વારા કરવામાં આવેલ પ્રગતિઓ અને સિધ્ધિઓ ઉડી ને આંખે વળગે તેવી છે. જેમકે, ખાતરના વેચાણમાં ઉતરોતર વધારો થતો રહયો છે. ૨૦૧૭માં રૂા. ૧૫૮૪ કરોડના ખાતરની સામે ચાલુ વર્ષે રૂા. ૧૯૩૭ કરોડના ખાતરો ગુજરાતના છેવાડાના ગામડાઓ સહિતની જગ્યાઓએ વિતરીત કરવામાં આવ્યા છે. રૂા.૨૦-૨૫ કરોડના બિયારણના વેચાણની સામે શુધ્ધ સર્ટીફાઈડ ગુણવતાયુકત બિયારણોનું ટર્નઓવર રૂા. ૧૫૮ કરોડે પહોચ્યુ છે.

ટેકાના ભાવોની ખરીદીમાં ગુજકોમાસોલે અત્યંત ઉમદા કામગીરી કરી છે. સને ૨૦૨૪-૨૫ માં ૯.૨૨ લાખ મે.ટન ની મગફળી, રાયડો, ચણા તેમજ તુવેર વગેરે જેવી જણસીઓની ખરીદી આશરે રૂા.૭૪૦૦ કરોડની ગુજકોમાસોલે સરકારશ્રી દ્વારા નિયત કરેલા જુદા-જુદા સેન્ટરો ઉપરથી પુરી પારદર્શકતા અને ખેડુતોનો વિશ્વાસ મજબુત થાય તે રીતે કરી છે.

ખાતર, દવા, બિયારણની કામગીરીને વધુ ને વધુ અસરકારક કરવાની સાથે સાથે વૈવિધ્યકરણ અને મુલ્યવર્ધનની દિશામાં સારી કામગીરી થઈ શકે અને “સહકાર થી સમૃધ્ધિ” નું સુત્ર ખરા અર્થમાં ચરિતાર્થ થઈ શકે તે માટે ડાયવર્ગીફીકેશન અને વેલ્યુએડીશન નામનો નવો વિભાગ છેલ્લા ચાર વર્ષથી કામગીરી કરી રહયો છે. પ્રથમ વર્ષે થયેલ રૂા.૨.૧૯ કરોડના ટર્નઓવરથી લઈને ચાલુ વર્ષે રૂા.૪૯.૭૦ કરોડનું ટર્નઓવર આ વિભાગમાં થયેલ છે.

જેમાં મુખ્યત્વે ઓર્ગેનિક ચિજવસ્તુઓની સાથે-સાથે સરકારની ઘણી યોજનાઓમાં કામગીરીઓ કરવામાં આવેલ છે અને તે દ્વારા રાજ્યના ૨૫૨ તાલુકાઓમાં ૧,૭૮,૯૪૯ ખેડૂતોને વિવિધ યોજનાઓનો લાભ મળ્યો છે. ગુજકોમાસોલના કર્મચારીઓના પગારમાં સન્માનજનક વધારો કરવામાં આવ્યો છે.

નવી સહકાર નિતિ અનુસાર સંસ્થાઓને કોમ્પ્યુટરાઈઝ કરવાનું આહવાન કરવામાં આવ્યુ છે, ત્યારે ગુજકોમાસોલના તમામ યુનિટો, તમામ ડેપોને કોમ્પ્યુટરાઈઝડ કરવામાં આવ્યા છે, તથા જિલ્લાના અધિકારીઓને લેપટોપ તથા પ્રિન્ટર સહિતની સુવિધાઓ આપવામાં આવી છે.

સંસ્થાની જરૂરીયાત અને પ્રાથમિકતાઓને ધ્યાને લઈ સંસ્થાની જુદી-જુદી મિલ્કતોને અંદાજિત રૂા.૮૦ કરોડ જેટલી માતબર રકમનો ખર્ચ કરીને રિડેવલોપમેન્ટ કરવામાં આવી છે. રાજયમાં ગુજકોમાસોલના કુલ ૧૫૭ ગોડાઉનો છે, જેની સ્ટોરેજ ક્ષમતા ૨.૧૦ લાખ મે. ટન છે. તમામ ગોડાઉનો નો ફેડરેશન દ્વારા મહતમ વપરાશ કરવામાં આવે છે અને જરૂરીયાત ન હોય એવા ગોડાઉનો ભાડે આપી ભાડા ની આવક પણ ઉભી કરવામાં આવી છે. ચાલુ વર્ષે રૂા.૬.૮૭ કરોડ જેટલી ગોડાઉન ભાડાની આવક ફેડરેશન ને થયેલ છે.

અમરેલીમા ઓઈલ મિલ, કચ્છ અને જુનાગઢમાં કેરી, દાડમ, ખારેક જેવા પાકોનુ વેલ્યુએડીશન કરી સપ્લાય ચેઈન ઉભી કરવાનુ આયોજન પણ કરવામાં આવ્યુ છે. સંસ્થાના ભરૂચ ખાતેની મિલ્કત ઉપર બનાના ફાયબર પ્રોજેકટ અંતર્ગત કેળાના થડમાંથી ફાયબર બનાવવાનુ ટ્રેઈનીંગ સેન્ટર શરૂ કરવામાં આવ્યુ છે. આ વિસ્તારમા કેળાની ખેતી કરતા ખેડુતોને વિના મુલ્યે ટ્રેનીંગ આપવામાં આવે છે અને જો ખેડુતો જાતે ફાયબર અને તેનામાંથી અન્ય ચિજવસ્તુઓ બનાવે તો તેનુ માર્કેટીંગ પણ ગુજકોમાસોલે કરી આપવાનુ તમામ આયોજન કર્યું છે. કેળાના થડને ખેતરમાંથી કાઢીને નિકાલ કરવામાં જે ખેડુતને ખર્ચ થતો હતો તેની જગ્યાએ તેમાંથી આવક થશે અને આમ વેસ્ટમાંથી બેસ્ટ બનવાનો ખેડુતલક્ષી, મજુરલક્ષી, પર્યાવરણલક્ષી પ્રોજેકટ અંતર્ગત ગુજકોમાસોલ ઉમદા કામગીરી કરી રહયુ છે.

ગુજકોમાસોલે GUJCO” એટલે કે “ગુજરાત કો-ઓપરેટીવ” ની નવી બ્રાન્ડનું રજીસ્ટ્રેશન કરવામાં આવ્યુ છે. ખેડુતોની સમૃધ્ધિને સુનિશ્ચિત કરવાના યાદીમાં સખી મંડળો, સેલ્ફ હેલ્પ ગૃપો, સહકારી મંડળીઓ અને FPO ને પણ સામેલ કરવાનુ લક્ષ્ય રાખવામાં આવ્યુ છે.

ખેડુતોના ખેત-ઉત્પાદનોનુ સુચારૂ ઢબે માર્કેટીંગ શરૂ થતા ખેડુતોને પોષણક્ષમ ભાવો મળે અને ગ્રાહકોને વ્યાજબી ભાવે ચિજવસ્તુઓ મળી રહે, જેથી ઉત્પાદક અને ઉપભોકતા બન્ને ને ફાયદો થાય, ઉપભોકતાઓને આવનારા દિવસોમાં ફ્રેસ ઉત્પાદનનો ઉપરાંત ”રેડી ટુ ઈટ”, “રેડી ટુ કુક”, મધ, જંગલની જડીબુટ્ટીઓ, વિસરાય ગયેલ ચોખાની જાતો, ખાંડેલા શુધ્ધ મસાલાઓ, ઓર્ગેનિક પ્રોડકટ, ૨૫ પ્રકારની હેલ્થ કીટ આ બધુજ ”ગુજકો” બ્રાન્ડ હેઠળ થશે. મહત્વની બાબત એ છે કે ગુજકોમાસોલ સાથે સંયોજિત સહકારી મંડળીઓ દ્વારા બનાવાતી પ્રોડકટસને પણ “ગુજકો” બ્રાન્ડ હેઠળ વેચાણ કરવાનું એક સરસ માર્કેટીંગ પ્લેટફોર્મ મળે તે “ગુજકો માર્ટ” (ગુજકો મોલ) શરૂ કરવામાં આવેલ છે.

ગુજકોમાસોલ હંમેશા ખેડૂત હિતને પ્રથમ સ્થાને રાખી કાર્યરત રહી છે. આ જ દિશામાં મહેસાણા ખાતે આધુનિક ટેકનોલોજી આધારિત ઈન્ટિગ્રેટેડ એગ્રી લોજિસ્ટિક્સ પાર્કનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે. જેનું નજીકના ભવિષ્યમાં લોકાર્પણ કરવામાં આવનાર છે.

ખેડૂતોને પાક પછીની મૂલ્યવર્ધન સુવિધા પૂરી પાડવી, સહકારી મંડળીઓ, FPO, PACS તથા ખેડૂતો પાસેથી સીધી ખરીદી. AI આધારિત કૃષિ સલાહકાર સેવા દ્વારા પાકની ગુણવત્તા અને ઉપજ સુધારવી, પેકહાઉસ અને કોલ્ડ ચેઈન દ્વારા આંતરરાષ્ટ્રીય ધોરણની સ્ટોરેજ અને નિકાસ સુવિધા પૂરી પાડવાનો છે. તદુપરાંત ભવિષ્યમાં વેક્યૂમ ફ્રીઝ ડ્રાઈંગ અને મસાલા પ્રોસેસિંગ પ્રોજેક્ટનો સમાવેશ થાય છે. તેમજ ફળ અને શાકભાજીનું સોર્ટિંગ, ગ્રેડિંગ અને પેકિંગ યુનિટ, ફોઝન ફળ અને શાકભાજી પ્રોસેસિંગ યુનિટ, ફ્રોઝન સ્ટોર અને કોલ્ડ સ્ટોરેજ સુવિધા, ટ્રોપિકલ ફળ-શાકભાજી પેકિંગ લાઇન, કલાસ A એક્સપોર્ટ ફેસિલિટી વેરહાઉસ વી. બાબતે ખેડૂતોને મદદરૂપ સાબિત થશે.

GUJCOMASOL દ્વારા પહેલેથી જ લગભગ 20 જેટલી સહકારી મંડળીઓ (PACS) સાથે આવા પ્રકારના પેકહાઉસ સ્થાપવા માટે સમજૂતી થઈ ચૂકી છે. આ વ્યવસ્થા હેઠળ ગામડાની મંડળી સીધી ફળ, શાકભાજી અને મસાલા ખેડૂતો પાસેથી ખરીદી કરશે. ખરીદાયેલ પાક GUJCOMASOL દ્વારા આધુનિક સુવિધાઓમાં પ્રોસેસ કરીને નિકાસ માટે મોકલવામાં આવશે તેમજ સ્થાનિક બજારમાં પણ વેચવામાં આવશે.

આ પાર્કનો મુખ્ય હેતુ ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળવો, પાક પછીના નુકસાનમાં ઘટાડો કરવો અને સહકારી મંડળીઓ તથા ખેડૂતોને સીધા માર્કેટ સાથે જોડવાનો છે. આ પ્રોજેક્ટના માધ્યમથી સ્થાનિક તેમજ નિકાસ બજારમાં કૃષિ ઉત્પાદનનો પુરવઠો વધુ સુવ્યવસ્થિત અને ટકાઉ બનશે.

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી અને કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિતભાઈ શાહ ના “સહકાર થી સમૃદ્ધિ” સંકલ્પ ને સાકાર કરવા માટે ગુજકોમાસોલ પ્રતિબદ્ધ છે અને સૌના સાથ – સૌના સહકાર અને સહિયારા પ્રયાસ થકી ગુજકોમાસોલ આજે નવા -નવા ક્ષેત્રોમાં ઉતરોતર પ્રગતિના સોપાનો સર કરી ખેડુતો તથા આમ જનતા ની સેવા કરી રહયુ છે. દિલીપ સંઘાણી અધ્યક્ષ : NCUI, ઇફકો, ગુજકોમાસોલ પૂર્વ સહકાર મંત્રી, ગુજરાત 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.