Western Times News

Gujarati News

શું થાઈલેન્ડની રાજનીતિ ફરી એક વાર મોટા સંકટમાંથી પસાર થઈ રહી છે? PM ને હટાવાયા

કોર્ટના આદેશ બાદ હાલમાં સત્તાની કમાન નાયબ વડાપ્રધાન ફુમથામ વેચાયાચાઈના હાથમાં આવી ગઈ છે-થાઈલેન્ડના વડાપ્રધાન શિનવાત્રાને પદ પરથી કેમ હટાવી દેવાયા?

થાઈલેન્ડ,  પ્રધાનમંત્રી પૈથોંગટાર્ન શિનવાત્રાને દેશની સંવૈધાનિક કોર્ટે પદ પરથી હટાવી દીધા છે. પદ સંભાળવાના ફક્ત એક વર્ષમાં જ તેમને આ ઝટકો લાગ્યો છે. કોર્ટનું કહેવું છે કે પૈથોંગટાર્ને નૈતિક આચાર સંહિતાનું ઉલ્લંઘન કર્યું અને તેઓ સંવૈધાનિક યોગ્યતા પૂરી કરવામાં નિષ્ફળ રહ્યા છે.

આ નિર્ણય શુક્રવારે સંભળાવવામાં આવ્યો, જેમાં કોર્ટે માન્યું કે કંબોડિયાના પૂર્વ નેતા સાથે થયેલી એક ફોન કોલ લીક કરી દેવાનો ગંભીર અપરાધ હતો. કોર્ટે સ્પષ્ટ કહ્યું કે, પ્રધાનમંત્રી પદ પર રહેતા આવી રીતની કાર્યવાહી થાઈ સંવિધાન અને રાજકીય શુચિતાની વિરુદ્ધ છે.

કોર્ટના આદેશ બાદ હાલમાં સત્તાની કમાન નાયબ વડાપ્રધાન ફુમથામ વેચાયાચાઈના હાથમાં આવી ગઈ છે. તેઓ હાલમાં કેબિનેટ સાથે મળીને કાર્યવાહક સરકાર ચલાવશે. જો કે આ ખાલી ત્યાં સુધી હશે, જ્યાં સુધી સંસદ નવા પ્રધાનમંત્રી ચૂંટીને દેશની કમાન સોંપે નહીં. હવે સૌની નજર એ વાત પર ટકેલી છે કે થાઈલેન્ડના આગામી પ્રધાનમંત્રી કોણ હશે. ૨૦૨૩ ચૂંટણી પહેલા ઘોષિત નામોમાંથી ખાલી પાંચ ઉમેદવાર હવે રેસમાં છે.

ચૈકાસેમ નિતિસિરી (૭૭ વર્ષ)ઃ પૂર્વ ન્યાય મંત્રી અને અટોર્ની જનરલ. શાંત સ્વભાવના નેતા છે, પણ તેમણે ખુદને આગળ આવવા માટે તૈયાર બતાવ્યા છે.
અનુતિન ચાર્નવીરાકુલ (૫૮ વર્ષ)ઃ પૂર્વ નાયબ વડાપ્રધાન અને ગૃહમંત્રી. મહત્ત્વાકાંક્ષી નેતા માનવામાં આવે છે. તેમની ભુમજૈથાઈ પાર્ટીએ જૂનમાં પૈંથોગટાર્નની ગઠબંધન સરકારથી અલગ થવાનો મોટો નિર્ણય લીધો હતો.

પિરાપાન સાલિરાથવિભાગાઃ હાલના ઊર્જા મંત્રી
લુરિન લક્સનાવિસિતઃ પૂર્વ ઉપ-પ્રધાનમંત્રી

પ્રયુથ ચાન-ઓ-ચા (૭૧ વર્ષ)ઃ પૂર્વ પ્રધાનમંત્રી અને ૨૦૧૪ના સૈન્ય તખ્તાપલટના નેતા. ભલે તેઓ હવે રાજકારણમાંથી સંન્યાસ લઈ ચુક્્યા હોય અને શાહી સલાહકારીની ભૂમિકા નિભાવી રહ્યા છે, તેમ છતાં તેમનું નામ યાદીમાં સામેલ છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.