જાપાનમાં ભારતના PM મોદીને ડરુમા ડોલ ભેટમાં અપાઈ- શું છે માન્યતા ?

નવી દિલ્હી : ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું કે, જાપાનના ગુનમા પ્રિફેક્ચરના દારુમા મંદિરના એબોટ માસાફુમી હિરોઝે સાથે મુલાકાત કરવાનો તેમને સન્માન મળ્યો.
મોદીએ દારુમા ડોલની ભેટ બદલ આભાર વ્યક્ત કરતાં જણાવ્યું કે દારુમા જાપાનનું એક મહત્વપૂર્ણ સાંસ્કૃતિક પ્રતિક છે. તેનું મૂળ ઊચ્ચ સંત બોધિધર્માના પ્રભાવથી આવેલું છે અને તેનો ભારત સાથે પણ ઊંડો સંબંધ છે.
પ્રધાનમંત્રી મોદીએ વધુમાં જણાવ્યું કે દારુમા ડોલ માત્ર જાપાનની પરંપરા જ નહીં, પરંતુ ભારત અને જાપાન વચ્ચેના આધ્યાત્મિક તેમજ સાંસ્કૃતિક જોડાણનું જીવંત પ્રતીક પણ છે.
Watch | Prime Minister Narendra Modi meets Chief Priest of Shorinzan Daruma-Ji Temple in Tokyo, Japan. The PM was presented with Daruma Doll. pic.twitter.com/bZxsGFocVs
— DeshGujarat (@DeshGujarat) August 29, 2025
PM Modi tweeted -It was an honor to meet Abbot Masafumi Hirose of Daruma Temple in Gunma Prefecture. I am grateful for the presentation of the Daruma doll. The Daruma is an important cultural symbol in Japan, with its origins derived from the influence of the high monk Bodhidharma, and it has deep ties to India as well.
શું છે દારૂમા ડોલ ગીફ્ટમાં આપવા પાછળનું કારણ?
દારૂમા ડોલનું મહત્વ અને ભેટ રૂપે આપવાનો અર્થ :
-
સંકલ્પ અને સફળતા માટેનું પ્રતિક
– દારૂમા ડોલ “લક્ષ્ય હાંસલ કરવાનું” પ્રતિક માનવામાં આવે છે.
– જે વ્યક્તિ કોઈ સંકલ્પ કે ઈચ્છા રાખે છે, તે દારૂમા ડોલ લે છે અને તેની એક આંખ રંગે છે.
– જ્યારે તે સંકલ્પ પૂરો થાય, ત્યારે બીજી આંખ રંગવામાં આવે છે. -
ધીરજ અને હિંમતનું પ્રતિક
– દારૂમા ડોલ ગોળ આકારનું હોય છે, જેને ધકેલી દેવાય તો પણ તે ફરીથી ઊભું થઈ જાય છે.
– આ પ્રતિક છે કે જીવનમાં પડકારો આવ્યાં પછી પણ ફરી ઊભા થવું જોઈએ. -
સદભાગ્ય અને સમૃદ્ધિ માટે શુભ માનવામાં આવે છે
– જાપાનમાં દારૂમા ડોલને નવું વર્ષ શરૂ થતાં ખરીદવાની પરંપરા છે જેથી આખું વર્ષ સદભાગ્ય અને સમૃદ્ધિ મળે. -
ભારત સાથેનો સંબંધ
– દારૂમા ડોલનું મૂળ ભારતના મહાન સંત બોધિધર્મા સાથે જોડાયેલું છે, જેઓ બાદમાં બૌદ્ધ ધર્મનું પ્રસાર કરવા ચીન અને જાપાન ગયા.
– તેથી જ્યારે દારૂમા ડોલ પ્રધાનમંત્રી મોદીને ભેટ આપવામાં આવ્યું, તે ભારત અને જાપાનના ઐતિહાસિક આધ્યાત્મિક જોડાણનું પ્રતિક છે.