Western Times News

Gujarati News

ચીન સાથે દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવવા તૈયારઃ મોદી

નવી દિલ્હી, ચીનમાં પ્રેસિડન્ટ શી જિનપિંગ સાથેની તેમની મહત્વપૂર્ણ મુલાકાત પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે જણાવ્યું હતું કે વૈશ્વિક અર્થતંત્રમાં હાલની અસ્થિરતાને ધ્યાનમાં રાખીને વિશ્વ આર્થિક વ્યવસ્થામાં સ્થિરતા લાવવા માટે ભારત અને ચીન સાથે મળીને કામ કરે તે મહત્વપૂર્ણ છે.

નવી દિલ્હી પરસ્પર આદર, સહિયારા હિતો અને સંવેદનશીલતા પર આધારિત વ્યૂહાત્મક, લાંબા ગાળાના અભિગમ દ્વારા બેઇજિંગ સાથે દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવવા માટે પ્રતિબદ્ધ છે.

ઇન્ડો પેસિફિક રિજનમાં શાંતિ માટે ચીન સાથે સ્થિર સંબંધો જરૂરી છે. બહુ-ધ્›વીય એશિયા અને બહુ-ધ્›વીય વિશ્વ માટે પણ બંને દેશો વચ્ચેના સંબંધો મહત્વપૂર્ણ છે,અમેરિકન પ્રેસિડનટ ડોનાલ્ડ ટ્રમ્પની ભારત પરની ૫૦ ટકા ટેરિફ વચ્ચે એશિયા આ બે હરીફો દેશો વચ્ચે સુધારાના સંકેત મળી રહ્યાં છે ત્યારે મોદી ૩૧ ઓગસ્ટે શાંઘાઈ કો-ઓપરેશન ઓર્ગેનાઈઝેશન સમિટ દરમિયાન શી જિનપિંગ સાથે બેઠક કરશે. મોદી સાત વર્ષમાં પ્રથમ વખત એસસીઆ સમિટમાં ભાગ લેવા માટે ચીનની મુલાકાત જઈ રહ્યાં છે.

એસસીઓના સભ્યો દેશોમાં રશિયા અને ઈરાનનો પણ સમાવેશ થાય છે. જાપાની વર્તમાનપત્ર ધ યોમિઉરી શિમ્બુનને આપેલા ઇન્ટરવ્યૂમાં મોદીએ જણાવ્યું હતું કે ગયા વર્ષે કાઝાનમાં પ્રેસિડન્ટ શી જિનપિંગ સાથેની મારી મુલાકાત પછી, દ્વિપક્ષીય સંબંધોમાં સ્થિરતા આવી છે અને તેમાં સકારાત્મક પ્રગતિ થઈ છે.

ભારત અને ચીન વચ્ચે સ્થિર, અનુમાનિત અને મૈત્રીપૂર્ણ દ્વિપક્ષીય સંબંધો પ્રાદેશિક અને વૈશ્વિક શાંતિ અને સમૃદ્ધિ પર સકારાત્મક અસર કરી શકે છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.