Western Times News

Gujarati News

યુએસમાં ભારતીય મૂળના ગુરપ્રીત સિંઘને પોલીસે ગોળી મારતાં મોત

એન્જલેસ, અમેરિકાના લોસ એજન્લેસ પોલીસે ૩૬ વર્ષીય એક શીખ સમુદાયના વ્યક્તિને જાહેર રોડ પર ગોળી મારતાં તેનું મોત નિપજ્યું છે. લોસ એજન્લેસ પોલીસ વિભાગે જાહેર કરેલા ફૂટેજ અનુસાર, ગુરપ્રીત સિંઘ શીખોના પરંપરાગત માર્શલ આર્ટ ‘ગતકા’નું પ્રદર્શન કરી રહ્યો હતો. એ શહેરના ક્રિપ્ટો.કોમ એરિનાની પાસે એક કુહાડી લઈને ફરી રહ્યો હતો.

તેણે પોલીસની વાત માનવાનો ઈનકાર કર્યાે અને હુમલાનો પ્રયાસ કર્યાે હતો. એટલે પોલીસે તેને ગોળી મારી દીધી હતી. પાછળથી એ કુહાડીની ઓળખ ‘ખંડા’ તરીકે થઈ છે, જે ભારતીય માર્શલ આર્ટમાં ઉપયોગ કરાતી બેધારી તલવાર છે.

આ ઘટના ૧૩મી જુલાઈની છે, જ્યારે લોસ એન્જલેસ પોલીસ ડિપાર્ટમેન્ટને ૯૧૧ પર કોલ આવ્યો. એમાં જણાવવામાં આવ્યું કે એક વ્યક્તિ ફિગેરોઆ સ્ટ્રીટ અને ઓલિમ્પિક બુલવાર્ડના ગીચ ચાર રસ્તા પર પસાર થતા લોકો પર એક મોટી બ્લેડ ફેરવી રહ્યો છે. પોલીસે એમ પણ જણાવ્યું કે સિંહે પોતાની ગાડી રોડની વચ્ચે છોડી દીધી અને એક વાર પોતાની જીભ કાપવાની કોશિશ પણ કરી હતી.

પોલીસ અધિકારીઓએ તેને કેટલીયે વાર હથિયાર મૂકી દેવા માટે આદેશ કર્યાે હતો. પોલીસ જ્યારે તેની પાસે ગઈ તો તેણે પોલીસ પર બોટલ ફેંકી અને પછી ઘટનાસ્થળથી ભાગવાની કોશિશ કરી હતી.

પોલીસ તેની પાછળ દોડી, પરંતુ એ તેની ગાડી એક પોલીસ વાહનની સાથે અથડાઇ ગઈ હતી, ત્યાર પછી હુમલો કરવાની કોશિશ કરી એટલે પોલીસે છેવટે તેને ગોળી મારતાં તે મોતને ભેટ્યો હતો.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.