Western Times News

Gujarati News

ઉત્તરાખંડમાં વાદળ ફાટવાથી પાંચ લોકોના મોત, ૧૧ વ્યક્તિની ભાળ મળતી નથી

શ્રીનગર, ઉત્તરાખંડના વિવિધ વિસ્તારોમાં વાદળ ફાટવાની ઘટનામાં પાંચ વ્યક્તિનાં મોત નીપજ્યાં છે અને ૧૧ વ્યક્તિ ગુમ થયા હતા. શુક્રવારે બપોર સુધીમાં વરસાદના કારણે મનાલી શહેરનો જમણો કાંઠો પાણીથી ધોવાઈ ગયો હતો અને સમગ્ર શહેર બેટમાં ફેરવાયું હોય તેવી સ્થિતિ હતી.

જમીન ધસી જવાના કારણે જમ્મુ-શ્રીનગર નેશનલ હાઈવે સતત ચોથા દિવસે પણ વાહનવ્યવહાર માટે બંધ રખાયો હતો. પંજાબના પટિયાલા જિલ્લા તંત્ર દ્વારા ઘાગ્ગર નદી નજીક નીચાણવાળા ગામો માટે એલર્ટ જાહેર કરી છે. મહારાષ્ટ્રમાં એકધારા વરસાદના કારણે લાતુર અને નાંદેદ જિલ્લામાં શાળાઓ બંધ રખાઈ છે અને રાહત કામગીરી શરૂ કરવા લશ્કરને વિનંતી કરાઈ છે.

લશ્કર ઉપરાંત અનેક સંસ્થાઓ બચાવ કામગીરીમાં લાગી છે. ૧૦,૦૦૦થી વધુ લોકોને સલામત સ્થળે ખસેડાયા છે. ઉત્તરાખંડમાં વાદળ ફાટવાના કારણે સંખ્યાબંધ ઘરો ધોવાઈ ગયા છે અને ઘણાં ઘરો દબાઈ ગયા છે. ૨૩ ઓગસ્ટે તેહરાલિ જિલ્લામાં પવર્તીય હોનારતની સૌથી વધુ અસર ચમોલી, રુદ્રપ્રયાગ, તેહરી અને બાગેશ્વર જિલ્લામાં વરતાઈ છે.

૫ ઓગસ્ટે ઉત્તરકાશી જિલ્લાની ખીર ગંગા નદીમાં આવેલા પૂરના કારણે ગંગોત્રી માર્ગના ધારાલીમાં અડધા જેટલો વિસ્તાર સપાટ થઈ ગયો છે. ઉત્તરાખંડ સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીના જણાવ્યા મુજબ, ભારે વરસાદના કારણે બાગેશ્વર જિલ્લાના પૌસારી ગામમાં અડધો ડઝન જેટલા ઘરને નુકસાન થયું છે, જેમાં બેનાં મોત થયા છે અને ત્રણ મિસિંગ છે.

ચમોલીના મોપાતા ગામમાં જમીન ધસી પડતા એક દંપતિનું મોત થયું છે. જમ્મુ-કાશ્મીરના કટરામાં ભારે વરસાદ યથાવત રહેતા માતા વૈષ્ણોદેવી મંદિરના દર્શન સતત ચોથા દિવસે બંધ રહ્યા હતા.

કાશ્મીરને દેશના અન્ય વિસ્તાર સાથે જોડતા ૨૭૦ કિમી લાંબા હાઈવે પર ૨૦૦૦ વાહનો ફસાયેલા છે. પૂરગ્રસ્ત પંજાબમાં ૨૫૦૦ લોકોને પૂરમાંથી બચાવી લેવાયા છે અને ૧૩ રાહત છાવણીઓ શરૂ કરાઈ છે. સતલજ, રાવી, અને બિયાસ નદીના જળસ્તર પણ વધ્યા હતા.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.