Western Times News

Gujarati News

દિયોદર નજીક કેનાલમાં માતાનો પ્રેમી, બે સંતાન સાથે સામૂહિક આપઘાત

પાલનપુર, દિયોદર તાલુકાના ગોદા ગામ પાસેની નર્મદા કેનાલમાં ગાંધીધામના પ્રેમી સાથે બે બાળકોને લઈ માતાએ સામૂહિક આપઘાત કરતાં ચકચાર મચી જવા પામી છે. પોલીસે તરવૈયાની મદદ લઈ શુક્રવારે કેનાલ માંથી ચારે મૃતકોની લાશને બહાર નિકાળી રેફરલ હોસ્પિટલ ખાતે પી.એમ. અર્થ ખસેડી તપાસ હાથ ધરી છે.

દિયોદર તાલુકાના ગોદા પાસે નર્મદા કેનાલમાં કોઈ મહિલા અને બે બાળકો તેમજ એક પુરુષની લાશ કેનાલમાં તરતી હોવાની જાણ દિયોદર પોલીસને શુક્રવારે થતાં દિયોદર પીઆઈ એ.ટી. પટેલ સહિત પોલીસ સ્ટાફના માણસો કેનાલ ઉપર પહોંચ્યા હતા.

જ્યાં પોલીસે તરવૈયાની મદદ લઈ કેનાલમાંથી ચારેય મૃતકોની લાશને બહાર નીકળવામાં આવી હતી. મળતી માહિતી મુજબ, ગાંધીધામ ખાતે રહેતી પ્રિયંકાબેન મહેશભાઈ પ્રજાપતિ પોતાનાં બે બાળકો મીત પ્રજાપતિ (ઉ.વ.૪) તથા મયંક પ્રજાપતિ (ઉ.વ.૬)ને લઈ થોડા સમય પહેલાં સાતમ-આઠમના તહેવારો વખતે પોતાના પિયર સાંતલપુર તાલુકાના ગઢા ગામે પરિવારને મળવા આવી હતી.

દરમિયાન ગુરુવારે ઘરેથી નીકળ્યા બાદ તેના પ્રેમી અને ગાંધીધામ ખાતે રહેતા લલિતભાઈ દલસુખભાઈ પ્રજાપતિને લઈ દિયોદર તાલુકાના ગોદા ગામ પાસે આવેલી નર્મદા કેનાલમાં એક સાથે ચારેય વ્યક્તિએ કેનાલમાં અગમ્ય કારણસર ઝંપલાવી આપઘાત કર્યાે હતો. આ અંગે દિયોદર પોલીસે એડી મુજબ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

પ્રિયંકાબેન પ્રજાપતિને ગાંધીધામ ખાતે રહેતા લલિતભાઈ પ્રજાપતિ સાથે પ્રેમ સંબંધ હોવાનું બહાર આવ્યું છે. જેમાં ગુરુવારે મૃતક લલિતભાઇ પ્રજાપતિ ગાંધીધામ ઘરેથી ભુજ ખાતે મિસ્ત્રી કામ અર્થે જવાનું કહી બાઈક લઇ નીકળ્યા હતા. ગુરુવારે મોડી સાંજે બાઈક પર પ્રિયંકાબેન પ્રજાપતિ અને બે બાળકો સહિત આવી કેનાલમાં ઝંપલાવ્યું હતું.

મૃતક લલિતભાઈ પ્રજાપતિનાં લગ્ન વરસડા ગામે થયા હતા. લલિતભાઈ પ્રજાપતિ પોતાના પરિવાર સાથે ગાંધીધામ ખાતે રહેતા હતા અને મિસ્ત્રી કામ કરી પોતાના પરિવારનું ગુજરાત ચલાવતા હતા. તેમને સંતાનમાં ચાર દીકરીઓ છે. પ્રેમ સંબધમાં લલિતભાઇએ કેનાલમાં ઝંપલાવતાં ચાર દીકરીઓએ પિતાની છત્રછાયા ગુમાવી હતી.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.