અનીસ બાઝમીને ‘નો એન્ટ્રી’ની સિક્વલમાં અનિલ કપૂર અને સલમાન ખાન ન હોવાનું દુઃખ

મુંબઈ, અનીસ બાઝમીએ ઇન્ડનિયન સિનેમાને ‘નો એન્ટ્રી’થી લઇને ‘ભૂલભુલૈયા’ અને ‘વેલકમ’ જેવી ઘણી લોકપ્રિય સુપર હિટ કોમેડી ફિલ્મ આપી છે. હવે તે ‘નો એન્ટ્રી’ની સિક્વલ ‘નો એન્ટ્રી મેં એન્ટ્રી’ પર કામ કરી રહ્યા છે.
ત્યારે એક ઇન્ટરવ્યુમાં તેણે ‘નો એન્ટ્રી મેં એન્ટ્રી’માં અનિલ કપૂર, સલમાન ખાન અને અન્ય કાસ્ટને ફરી ન લઈ શકવા પર દુઃખ વ્યક્ત કર્યું હતું.તેઓ આ સિક્વલ વરુણ ધવન, અર્જુન કપૂર અને દિલજીત દોસાંઝ સાથે બનાવી રહ્યા છે.
ત્યારે તેમાં જુની કાસ્ટને ન લેવા પર અનીસ બાઝમીએ કહ્યું, “‘નો એન્ટ્રી’ બનાવતાં પહેલાં, મેં બધા પ્રકારની ફિલ્મ લખી હતી – કોમેડી, લવસ્ટોરી અને ડ્રામા. મેં લગભગ ૩૫-૪૦ ફિલ્મ લખી હતી, જેમાં ‘સ્વર્ગ’ (૧૯૯૦) જેવી ભાવનાત્મક ફિલ્મથી લઈને ‘શોલા ઔર શબનમ’(૧૯૯૨) જેવી એક્શન ફિલ્મ અને ‘આંખેં’(૧૯૯૩) જેવી કોમેડી ફિલ્મનો સમાવેશ થાય છે.
હું સામાન્ય રીતે ત્રણ કે ચાર વિષયો પર એકસાથે કામ કરું છું, પછી નક્કી કરું છું કે મને કયો વિષય સૌથી વધુ ગમે છે. ‘નો એન્ટ્રી’ સાથે પણ આવું જ બન્યું છે.”સિક્વલના કાસ્ટિંગ અંગે અનીસ બાઝમીએ જણાવ્યુ કે, “હું વિચારતો રહું છું કે હું અનિલ કપૂર કે સલમાન ખાન વિના નો એન્ટ્રી કેવી રીતે બનાવી શકે.
હકીકતમાં, મારે ફરદીન ખાનને લેવો હતો. મેં તેને પણ ફોન કર્યાે હતો. તેણે મને ત્રણથી ચાર મહિનાનો સમય આપવા કહ્યું અને પછી મને તેના બાડીનો ફોટો મોકલ્યો. હું ખૂબ પ્રભાવિત થયો. પરંતુ જ્યારે કોઈ ફિલ્મ બને છે, ત્યારે તે તેની પોતાની કુંડળી સાથે આવે છે.
તમે ગમે તેટલા પ્લાન કરો, ભાગ્ય ખૂબ મોટી ભૂમિકા ભજવે છે. અનિલ, સલમાન, ફરદીન, લારા અને સિક્વલમાં આમાંથી કોઈ જ ન હોવાનું દુઃખ રહેશે. પરંતુ પરિસ્થિતિઓ એવી છે કે આ સમયમાં આપણે જે કંઈ પણ કરી શકીએ છીએ, અમે તે કરવાનો પ્રયાસ કર્યાે છે.”SS1MS