પરાગ ત્યાગીએ ગણપતિ બાપ્પા ઘરે લાવી શેફાલી જરીવાલાની ઇચ્છા પૂરી કરી

મુંબઈ, પરાગ ત્યાગી ભલે શેફાલી જરીવાલાના મૃત્યુ પછી એકલા પડી ગયો હોય, પરંતુ તે શેફાલીની દરેક ઇચ્છા પૂરી કરી રહ્યો છે. જ્યારે શેફાલી જીવતી હતી, ત્યારે તે દર વર્ષે ઘરે ગણપતિ બાપ્પાનું સ્વાગત કરતી હતી, દમદાર ઉજવણી કરતી હતી. હવે આ વર્ષે, ભલે શેફાલી નથી, પરાગ તેની ઇચ્છા પૂરી કરવા માટે બાપ્પાને એકલા જ ઘરે લાવ્યો.
જોકે, આ દરમિયાન શેફાલીના પરિવારના સભ્યો, ખાસ કરીને તેના માતા અને પિતા, તેની સાથે હતા.પરાગે એક વીડિયો શેર કર્યાે છે જેમાં તે બાપ્પાને ઘરે લાવે છે અને પછી તેમની પૂજા કરે છે.પરાગે લખ્યું, પરી હંમેશા ઇચ્છતી હતી કે બાપ્પા અમારા ઘરે આવવાનું બંધ ન કરે અને હંમેશા અમારા ઘરને આશીર્વાદ આપે. આ વર્ષે પણ બાપ્પા આવ્યા અને તેમણે તને આશીર્વાદ આપ્યા છે.
ઉજવણી પહેલા કરતા ઓછી હોવા છતાં, પરાગે શેફાલીને આપેલું વચન પૂર્ણ કર્યું છે. તેમણે કહ્યું કે શેફાલીની માતાએ બધી તૈયારીઓ કરી લીધી છે.નોંધનીય છે કે શેફાલીનું ૨૭ જુલાઈ ૨૦૨૫ ના રોજ અવસાન થયું. શેફાલીના અચાનક અવસાનથી બધા ચોંકી ગયા હતા.SS1MS