Western Times News

Gujarati News

બે વર્ષમાં આશરે ૧.૩૦ લાખ ક્વિન્ટલના વધારા સાથે વર્ષ ૨૦૨૪-૨૫માં ૩.૬૮ લાખ ક્વિન્ટલ પ્રમાણિત બિયારણનું ઉત્પાદન

પ્રતિકાત્મક

ગુજરાતના કૃષિ વિકાસનો સથવારોબીજ નિગમનો ગુણવત્તાયુક્ત અને પ્રમાણિત બીજવારો”

બીજ નિગમ દ્વારા છેલ્લા બે વર્ષમાં પ્રમાણિત બિયારણના  ઉત્પાદન અને વેચાણમાં અભૂતપૂર્વ વધારો: કૃષિ મંત્રી શ્રી રાઘવજી પટેલ

Ø  ચાલુ વર્ષે આશરે ૩.૪૦ લાખ ક્વિન્ટલ અને વર્ષ ૨૦૩૦ સુધીમાં વાર્ષિક ૪ લાખ ક્વિન્ટલ બિયારણ ખેડૂતોને વિતરણ કરવાનો લક્ષ્યાંક

Ø  બીજ નિગમ દ્વારા ૨૪ પાકની ૧૨૫થી વધુ જાતના ગુણવત્તાયુક્ત બિયારણનું થાય છે ઉત્પાદન સહ વેચાણ

Ø  ઉત્પાદિત બીજના વેચાણ માટે હાલમાં નિગમ પાસે કુલ ૧,૨૮૯ અધિકૃત બીજ વિક્રેતાનું વિશાળ નેટવર્ક ઉપલબ્ધ

Ahmedabad, ગુજરાતીમાં એક કહેવત છે કે “જેની દાળ બગડી એનો દિવસ બગડ્યો અને જેનું અથાણું બગડ્યું એમનું વર્ષ બગડ્યું”. તેવી જ રીતેકૃષિ ક્ષેત્રમાં પણ કહી શકાય કે, ‘જેનું બિયારણ નબળુંએ ખેડૂતનું આખું વર્ષ નબળું‘. કારણ કેકોઇપણ પાકના ઉત્પાદનમાં ગુણવત્તાયુક્ત બીજવારો (બિયારણ) સૌથી પાયાનું અને મહત્વપૂર્ણ ઘટક હોય છે. જો બીજ જ ઉત્તમ ન હોયતો જમીનપાણીખાતર અને ખેડૂતની મહેનત જેવા બધા જ પરિબળો નિરર્થક સાબિત થાય છે. ગુણવત્તાયુક્ત બિયારણ ખેતી ખર્ચ ઘટાડીને અને ઉત્પાદન વધારીને ખેડૂતોની આર્થિક સ્થિતિને મજબૂત બનાવે છે.

ગુજરાતના ખેડૂતોને ગુણવત્તાસભર અને પ્રમાણિત બિયારણ પૂરું પાડીને તેમની આવક વધારવાના શુભ આશય સાથે ગુજરાત રાજ્ય બીજ નિગમ દ્વારા ઉચ્ચ ગુણવત્તા ધરાવતા બિયારણનું ઉત્પાદન અને વિતરણ કરવામાં આવે છે. બીજ નિગમ દ્વારા રાજ્યના છેવાડાના ખેડૂતો સુધી સમયસરયોગ્ય અને ઉચ્ચ ગુણવત્તા ધરાવતું બિયારણ વ્યાજબી ભાવે ઉપલબ્ધ કરાવવામાં આવી રહ્યું છે. બીજ નિગમ દ્વારા ગત વર્ષે કુલ ૩.૬૮ લાખ ક્વિન્ટલ પ્રમાણિત બિયારણનું ઉત્પાદન કરવામાં આવ્યું હતું. જેની સામે ચાલુ વર્ષ ૨૦૨૫-૨૬માં આશરે ૩.૪૦ લાખ ક્વિન્ટલ બિયારણ ખેડૂતોને વિતરણ કરવામાં આવશે.

આ અંગે વિગતો આપતા કૃષિ મંત્રી શ્રી રાઘવજી પટેલે જણાવ્યું હતું કેબીજ નિગમ દ્વારા ઘઉંડાંગરમગફળીહા.દિવેલાસોયાબીનચણામગ અને જીરૂ સહિત કુલ ૨૪ મુખ્ય પાકોની અંદાજે ૧૨૫થી વધુ જાતોના ગુણવત્તાયુક્ત બિયારણોનું ઉત્પાદન સહ વેચાણ કરવામાં આવે છે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળ છેલ્લા ત્રણ વર્ષથી બીજ નિગમ દ્વારા બિયારણનું ઉત્પાદન અને વેચાણ સતત વધી રહ્યું છે. નિગમ દ્વારા ચાલુ વર્ષ ૨૦૨૫-૨૬માં ૩.૭૫ લાખ ક્વિન્ટલ બીજ ઉત્પાદનનું તેમજ વર્ષ ૨૦૩૦ સુધીમાં વાર્ષિક ૪ લાખ ક્વિન્ટલથી વધુ બીજ વિતરણ કરવાનું આયોજન કર્યું છે.

કૃષિ મંત્રીશ્રીએ ઉમેર્યું હતું કેબીજ નિગમ દ્વારા વર્ષ ૨૦૨૨-૨૩માં કુલ ૨.૩૮ લાખ ક્વિન્ટલ બિયારણના ઉત્પાદન સામે ગત વર્ષ ૨૦૨૪-૨૫માં કુલ ૩.૬૮ લાખ ક્વિન્ટલ બિયારણનું ઉત્પાદન કરવામાં આવ્યું હતું. એટલે કેમાત્ર બે જ વર્ષમાં બિયારણના ઉત્પાદનમાં ૧.૩૦ લાખ ક્વિન્ટલ વધારો જોવા મળ્યો છે. તેવી જ રીતેવર્ષ ૨૦૨૨-૨૩માં કુલ ૨.૪૯ લાખ ક્વિન્ટલ બિયારણના વિતરણ સામે ગત વર્ષ ૨૦૨૪-૨૫માં ૨.૯૭ લાખ ક્વિન્ટલ બિયારણનું વેચાણ કરવામાં આવ્યું હતું. એમાં પણમાત્ર બે જ વર્ષમાં ૪૮,૦૦૦ ક્વિન્ટલનો વધારો જોવા મળ્યો છે. આ આંકડા સ્પષ્ટપણે દર્શાવે છે કેબીજ નિગમ સતત પોતાનું કાર્યક્ષેત્ર અને ઉત્પાદન ક્ષમતા વધારી રહ્યું છે.

રાજ્ય સરકારની ભૂમિકા અને બીજ નિગમની કાર્યપદ્ધતિ

૧. ગુણવત્તાની ખાતરી: નિગમ દ્વારા જે તે વિસ્તારના પ્રગતિશીલ ખેડૂતો સાથે મળીને બીજ ઉત્પાદન કાર્યક્રમ હાથ ધરવામાં આવે છે. આ પ્રક્રિયામાં વાવણીથી લઈને પાકની કાપણીપ્રોસેસિંગપેકેજિંગ અને સ્ટોરેજ સુધીની તમામ બાબતોનું વૈજ્ઞાનિક ઢબે નિરીક્ષણ કરવામાં આવે છે. જેમાં ઉત્પાદિત થયેલા બીજને પ્રમાણન એજન્સી દ્વારા પ્રમાણિત કરવામાં આવે છેજે સુનિશ્ચિત કરે છે કે બીજની આનુવંશિક શુદ્ધતાભૌતિક શુદ્ધતા અને અંકુરણ ક્ષમતા ઉચ્ચતમ સ્તરની છે.

૨. વ્યાજબી ભાવ અને સરળ ઉપલબ્ધતા: નિગમ દ્વારા રાજ્યભરમાં ગામતાલુકા અને જિલ્લા કક્ષાએ સહકારી સંસ્થાઓ અને ખાનગી અધિકૃત બીજ વિક્રેતાઓ મારફત બીજનું વેચાણ-વિતરણ કરવામાં આવે છે. હાલમાંનિગમ કુલ ૧,૨૮૯ અધિકૃત બીજ વિક્રેતાનું વિશાળ નેટવર્ક ધરાવે છેજેમાં ૪૦૧ સહકારી સંસ્થાઓ૩૬૭ કૃષિ-ક્લિનિક્સ અને કૃષિ વ્યવસાય કેન્દ્રો૫૨૧ ખાનગી સંસ્થાનો સમાવેશ થાય છે. આ નેટવર્કના માધ્યમથી રાજ્યના અંતરિયાળ વિસ્તારોના ખેડૂતોને પણ સમાન ભાવે અને સરળતાથી બિયારણ મળી રહે છે.

૩. કૃષિ સંશોધનને વેગ: બીજ નિગમ કૃષિ યુનિવર્સિટીઓ અને સંશોધન સંસ્થાઓ દ્વારા નવી ભલામણ કરાયેલી જાતોના બીજ ઉત્પાદનને પ્રાધાન્ય આપે છે અને જૂની જાતોનું ઉત્પાદન ઘટાડીનેવેરાયટલ રિપ્લેસમેન્ટ રેટ (VRR) અને સીડ રિપ્લેસમેન્ટ રેશિયો (SRR) વધારવાનો પ્રયાસ કરે છે. જેથી નવીવધુ ઉપજ આપતી અને રોગપ્રતિકારક જાતો ઝડપથી ખેડૂતો સુધી પહોંચે છે અને સમગ્ર કૃષિ ક્ષેત્રની ઉત્પાદકતામાં સુધારો થાય છે.

એટલા માટે જઆજે ગુજરાત રાજ્ય બીજ નિગમ માત્ર બિયારણનું ઉત્પાદન અને વેચાણ કરતી એક સંસ્થા જ નહિપરંતુ ગુજરાતના અનેક ખેડૂતોના વિશ્વાસનું પ્રતીક બન્યું છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.