Western Times News

Gujarati News

જાપાન અને ભારત સેમિકન્ડક્ટર ક્ષેત્રમાં સહયોગને વધુ ગાઢ બનાવવા પ્રતિબધ્ધ

પ્રધાનમંત્રીએ મિયાગી પ્રાંતના સેન્ડાઈમાં સેમિકન્ડક્ટર પ્લાન્ટની મુલાકાત લીધી

Ahmedabad, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી, જાપાનના પ્રધાનમંત્રી મહામહિમ શ્રી શિગેરુ ઇશિબા સાથે આજે મિયાગી પ્રાંતમાં સેન્ડાઈની મુલાકાત લીધી હતી. સેન્ડાઈમાં બંને નેતાઓએ સેમિકન્ડક્ટર ક્ષેત્રની અગ્રણી જાપાની કંપની ટોક્યો ઇલેક્ટ્રોન મિયાગી લિમિટેડ (TEL મિયાગી)ની મુલાકાત લીધી હતી. 

પ્રધાનમંત્રીને વૈશ્વિક સેમિકન્ડક્ટર મૂલ્ય શૃંખલામાં TELની ભૂમિકા, તેની અદ્યતન ઉત્પાદન ક્ષમતાઓ અને ભારત સાથે તેના ચાલુ અને આયોજિત સહયોગ વિશે માહિતી આપવામાં આવી હતી. ફેક્ટરીની મુલાકાતે નેતાઓને સેમિકન્ડક્ટર સપ્લાય ચેઇન, ઉત્પાદન અને પરીક્ષણના ક્ષેત્રમાં સહયોગ વધારવા માટે બંને દેશો વચ્ચે અસ્તિત્વમાં રહેલી તકોની વ્યવહારુ સમજ આપી હતી.

Japan PM Ishiba and Indian PM Modi visited the Tokyo Electron Factory. They went to the Training Room, Production Innovation Lab and interacted with top officials of the company. The semiconductor sector is a key area for India-Japan cooperation.

સેન્ડાઈની મુલાકાતે ભારતના વધતા સેમિકન્ડક્ટર મેન્યુફેક્ચરિંગ ઇકોસિસ્ટમ અને અદ્યતન સેમિકન્ડક્ટર સાધનો અને ટેકનોલોજીમાં જાપાનની શક્તિઓ વચ્ચે પૂરકતા પર પ્રકાશ પાડ્યો હતો.

બંને પક્ષોએ જાપાન-ભારત સેમિકન્ડક્ટર સપ્લાય ચેઇન ભાગીદારી તેમજ ભારત-જાપાન ઔદ્યોગિક સ્પર્ધાત્મકતા ભાગીદારી અને આર્થિક સુરક્ષા સંવાદ હેઠળ ચાલુ ભાગીદારી પરના એમઓયુને આગળ ધપાવતા, આ ક્ષેત્રમાં સહયોગને વધુ ગાઢ બનાવવાની તેમની પ્રતિબદ્ધતાને પુનઃપુષ્ટિ કરી હતી.

પ્રધાનમંત્રી મોદી અને જાપાનના પ્રધાનમંત્રી ઇશિબાની આ સંયુક્ત મુલાકાતે ભારત અને જાપાન વચ્ચે મજબૂત, સ્થિતિસ્થાપક અને વિશ્વસનીય સેમિકન્ડક્ટર સપ્લાય ચેઇન વિકસાવવાના સહિયારા વિઝન પર પણ ભાર મૂક્યો હતો.

પ્રધાનમંત્રી મોદીએ મુલાકાતમાં જોડાવા બદલ પ્રધાનમંત્રી ઇશિબાનો આભાર માન્યો અને આ વ્યૂહાત્મક ક્ષેત્રમાં જાપાન સાથે નજીકથી કામ કરવાની ભારતની તૈયારીને પુનઃપુષ્ટિ આપી હતી.

પ્રધાનમંત્રી ઇશિબાએ સેન્ડાઈમાં પ્રધાનમંત્રી મોદીના માનમાં ભોજન સમારંભનું આયોજન કર્યું હતું. મિયાગી પ્રાંતના ગવર્નર અને અન્ય મહાનુભાવો આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.