75 લાખના ખર્ચે પાળજ ખાતે નવી પ્રાથમિક શાળા બનાવવા માટેનું ખાતમુહૂર્ત કરાયું

પ્રતિકાત્મક
આણંદ, પેટલાદ તાલુકાના પાળજ તાબે આવેલ સરસ્વતી વર્ગ પ્રાથમિક શાળા ના ૦૬ નવા વર્ગો સાથે રૂપિયા ૭૫ લાખ ના ખર્ચે નવી શાળા બનાવવા માટે નું ખાતમુહૂર્ત આણંદ જિલ્લા પંચાયત પ્રમુખશ્રી હસમુખભાઈ પટેલ, પેટલાદ વિધાનસભાના ધારાસભ્ય શ્રી કમલેશભાઈ પટેલ, આણંદ જિલ્લા શિક્ષણ સમિતિ ચેરમેન શ્રી સુનિલભાઈ સોલંકી દ્વારા કરવામાં આવ્યું હતું.
જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી હસમુખભાઈ પટેલે શાળાનું મકાન નવું બનવાથી વિદ્યાર્થીઓને ઉપયોગી થશે તેમ જણાવ્યું હતું, ધારાસભ્યશ્રી કમલેશભાઈ પટેલે સમય મર્યાદામાં શાળાનું મકાન તૈયાર કરવા જણાવ્યું હતું. આ પ્રસંગે મહાનુભાવોએ શાળા બનાવવા માટે જમીનનું દાન આપનાર દાતા શ્રી રાવજીભાઈ બાબરભાઈ પરમાર નું વિશિષ્ટ સન્માન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં પેટલાદ તાલુકા પંચાયત પ્રમુખશ્રી સોનલબેન પટેલ, પેટલાદ તાલુકા કારોબારી ચેરમેન શ્રી પ્રજ્ઞેશભાઈ પટેલ, તાલુકા પંચાયત સભ્ય શ્રી ઉન્નતિબેન પરમાર , અગ્રણી શ્રી અલ્પેશભાઈ પટેલ, જયંતિભાઈ પટેલ, ભાવેશભાઈ પરમાર, સુરેશભાઈ, સી.આર.સી, બી.આર.સી, એસ.એમ.સી ના અધ્યક્ષ, સભ્યો, ગામના અગ્રણીઓ અને શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા.