ગોંડલમાં કાઠી ક્ષત્રિય સમાજના 33 જેટલાં ભાઈ બહેનો ડોકટરેટની પદવી ધરાવે છે

Files Photo
ગોંડલમાં કાઠી ક્ષત્રિય સમાજનો 17 મો સરસ્વતી સન્માન સમારોહ -ગોંડલ અને કોટડા કાઠી સમાજનું સાતમી સપ્ટેમ્બરે સુંદર આયોજન
વેળાવદર (તખુભાઈ સાંડસુર દ્વારા), ગોંડલ તાલુકાના અને કોટડા સાંગાણી તાલુકાના ક્ષત્રિય સમાજ દ્વારા છેલ્લા 16 વર્ષથી દર વર્ષે સરસ્વતી સન્માન સમારોહનું આયોજન સુંદર રીતે કરવામાં આવી રહ્યું છે.
ચાલુ વર્ષે આ કાર્યક્રમ ક્ષત્રિય સમાજ ગોંડલ દ્વારા સાતમી સપ્ટેમ્બર અને રવિવારના રોજ કડવા પટેલ સમાજ,જુના માર્કેટિંગ યાર્ડ પાસે, ગુંદાળા રોડ ગોંડલ ખાતે આયોજિત થશે.
આ કાર્યક્રમનું દીપ પ્રાગટ્ય ડો. શ્રી નિરંજન રાજ્યગુરુ કરશે અને સમારોહ ના અધ્યક્ષ તરીકે શિક્ષણવિદ્ શ્રી ગીજુભાઈ ભરવાડ ઉપસ્થિત રહેશે. વિશેષ અતિથિ મહેમાનો તરીકે શ્રી જયરાજસિંહ જાડેજા શ્રી રમેશભાઈ ધડુક અને શ્રી મંગળુભાઈ ખાચરની હાજરી રહેવાની છે. દાતાઓ શ્રી દડુભાઇ ખાચર જેતપુર અને શ્રી ગજેન્દ્રભાઈ ધાધલ મોટા દડવા તરફથી આ કાર્યક્રમને મદદ કરવામાં આવી છે.
સમગ્ર કાઠી ક્ષત્રિય સમાજ જે સૌરાષ્ટ્રના લગભગ તમામ જિલ્લાઓમાં પથરાયેલો છે તેમાં ગોંડલના સમાજ દ્વારા દર વર્ષે એક વિશિષ્ટ આયોજન કરવામાં આવે છે અને સમાજના વિવિધ ક્ષેત્રના મહાનુભાવોને મંચ ઉપર સ્થાન આપીને તેમને વિશેષ સન્માનિત કરવામાં આવે છે ચાલુ વર્ષે કાઠી ક્ષત્રિય સમાજના પીએચડી ધરાવતા ભાઈ બહેનો આ મંચને શોભાવવાના છે.
જેમાં ડો. ગુલાબ કુંવરબા વાળા બગસરા ડો. ગીતાબેન ગીડા રાજકોટ ડો. જયોત્સનાબેન ભગત ચલાલા ડો. પ્રદ્યુમ્નભાઈ ખાચર સણોસરા ડો.સીમાબેન ગીડા રાજકોટ ડો.બીછુભાઈ વરુ સાવરકુંડલા ડો. રાજુભાઈ બસિયા ભુજ,ડો. ઉદયભાઇ ખાચર અમદાવાદ ડો. જયવંતભાઈ ખુમાણ સેંજળ, ડો દીપેન્દ્રભાઈ ધાધલ ચોટીલા, ડો. ચિત્રલેખાબેન ધાધલ,રાજકોટ, ડો હરસુરભાઈ જાજડા, સુરત,ડો. પ્રકાશભાઈ વિંછીયા નડિયાદ,
ડો. ભગીરથભાઈ માંજરીયા રાજકોટ, ડો. હેતલબેન જેબલિયા પાળીયાદ, ડો.જીતેન્દ્રભાઈ ચાવડા બોટાદ, ડો.મીરાબેન ધાધલ જુનાગઢ ડો ઉમેદભાઈ ધાધલ અમદાવાદ, ડો. મીનલબેન શિવરાજભાઈ વાળા અમદાવાદ,ડો.પન્નાબેન કરપડા ભાવનગર, ડો. ભગીરથભાઈ ખુમાણ લુવારીયા,ડો. કૌશલભાઈ માણસુરભાઈ અમદાવાદ,ડો.જીતુભાઈ ખુમાણ જુનાગઢ,ડો.મિનલબેન ખાચર રાજકોટ ડો.દેવેન્દ્રભાઈ ખાખડીયા રાજકોટ,
ડો. અનિરુદ્ધભાઈ ખુમાણ વડોદરા,ડો. ગુલાબબેન વાળા બરવાળા બાવળ,ડો.હરદીપભાઇ ખાચર ચોટીલા,ડો. ઉર્મિલાબેન વાળા માલસિકા, ડો. યજ્ઞરાજ ભાઈ માંજરીયા અમરેલી, ડો.હિરલબેન વાંક રાજકોટ, ડો.હેમાબેન ધાધલ રાજકોટ ડો.મનિષાબેન જોગીયા રાજકોટ.
આમ કુલ બધાં મળીને સમાજના 33 જેટલાં ભાઈ બહેનો ડોકટરેટની પદવી ધરાવે છે. ચાલુ વર્ષે આ બધાં જ મહાનુભાવોને મંચ ઉપર સ્થાન આપીને તેમના વરદ હસ્તે ધોરણ એક થી કોલેજ સુધીના તમામ વિદ્યાર્થીઓ કે જે લોકોએ ઉત્તમ સિદ્ધિ પ્રાપ્ત કરી છે તેમને બિરદાવવામાં આવશે. આ સમગ્ર કાર્યક્રમનુ આયોજન શ્રી ચાંપરાજ ભાઈ બાયલ ગજેન્દ્રભાઈ, જનકભાઈ અને સુરેશભાઈ કરી રહ્યા છે.