સ્પેક કેમ્પસમાં SPU સંલગ્ન કૉલેજો માટે “થેલેસેમિયા ચેક અપ કેમ્પ”નું આયોજન કરવામાં આવ્યું

Anand, તિરૂપતિ ફાઉન્ડેશન ટ્રસ્ટ સંચાલિત સરદાર પટેલ એજ્યુકેશન કેમ્પસ (સ્પેક) સ્થિત સરદાર પટેલ કોલેજ ઓફ કોમર્સ દ્વારા કેમ્પસની એસ.પી.યુ. સંલગ્ન કૉલેજો (સરદાર પટેલ કોલેજ ઓફ એજ્યુકેશન, સરદાર પટેલ કોલેજ ઓફ અપ્લાઈડ સાયન્સ, સરદાર પટેલ કોલેજ ઓફ એડમિનિસ્ટ્રેશન એન્ડ મેનેજમેન્ટ)માટે એન.એસ.એસ. સેલ અંતર્ગત “થેલેસેમિયા ચેક અપ કેમ્પ”નું આયોજન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમનો હેતુ વિધાર્થીઓને તેમની તંદુરસ્ત જીવનશૈલી પ્રત્યે જાગૃતિ લાવવાનો અને આરોગ્ય વિષયક મૂળભૂત તપાસ કરવાનો હતો. કાર્યક્રમનું આયોજન કૉલેજના ઇન્ચાર્જ આચાર્યશ્રી ડૉ. મેહુલ મિસ્ત્રી, આઇ.કયુ.એ.સી. કૉ–ઓર્ડીનેટર ડૉ. ધવલ શર્મા અને કાર્યક્રમ કૉ–ઓર્ડીનેટર મીસીસ. શ્વેતા પટેલના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું.આ કાર્યક્રમમાં મુખ્ય અતિથી તરીકે મિ. અલ્પેશ પરમાર(કેમ્પ કો-ઓડીનેટર, રેડ ક્રોસ સોસાયટી) તથા તેમની ટીમ ઉપસ્થિતિ રહ્યાં હતાં તથા તેમના સહયોગથી કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમનાં સફળ આયોજન બદલ સંસ્થાના સેક્રેટરીશ્રી શીતલ પટેલ તેમજ તમામ ટ્રસ્ટીશ્રીઓ અને સ્પેક મેનેજમેન્ટદ્વારા શુભેચ્છા પાઠવવામાં આવી હતી.