મહી નદીના તટ પર પ્રાચિન શિવ મંદિરના સાનિધ્યમાં આકાર પામ્યું છે ‘ગળતેશ્વર વન’.

(જૂઓ વિડીયો) પાંચ હેક્ટર વિસ્તારમાં અલભ્ય વનસ્પતિઓ અને વિવિધ થીમ આધારિત આકાર પામેલ ભક્તિ, પ્રકૃતિ અને સાંસ્કૃતિક વારસાના ત્રિવેણી સંગમ સમું રાજ્યનું આ 24મું સાંસ્કૃતિક વન પ્રવાસીઓ અને પ્રકૃતિ પ્રેમીઓ માટે બનશે અનેરા આકર્ષણનું કેન્દ્ર.
ખેડા જિલ્લામાં મહી નદીના તટ પર પ્રાચિન શિવ મંદિરના સાનિધ્યમાં આકાર પામ્યું છે ‘ગળતેશ્વર વન’.
પાંચ હેક્ટર વિસ્તારમાં અલભ્ય વનસ્પતિઓ અને વિવિધ થીમ આધારિત આકાર પામેલ ભક્તિ, પ્રકૃતિ અને સાંસ્કૃતિક વારસાના ત્રિવેણી સંગમ સમું રાજ્યનું આ 24મું સાંસ્કૃતિક વન પ્રવાસીઓ અને પ્રકૃતિ પ્રેમીઓ… pic.twitter.com/smMc7lw2gH
— CMO Gujarat (@CMOGuj) August 30, 2025
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ્હસ્તે ગુજરાતની ધરતીને વધુ હરિયાળી બનાવવાની નેમ સાથે આજે ખેડા જિલ્લાના સરનાલ ગામ ખાતે યોજાએલ 76મા વન મહોત્સવની રાજ્યકક્ષાની ઉજવણીના ભાગરૂપે મહીસાગર નદીના કિનારે શ્રી ગળતેશ્વર મહાદેવ મંદિરના સાનિધ્યમાં ‘ગળતેશ્વર વન’નું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
મુખ્યમંત્રીશ્રી દ્વારા વન-પર્યાવરણ મંત્રી શ્રી મુળુભાઇ બેરા, રાજ્યમંત્રી શ્રી મુકેશભાઇ પટેલ તથા અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં આ અવસરે ‘એક પેડ માં કે નામ’ અભિયાન અંતર્ગત વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.
અત્રે ઉલ્લેખનીય છે કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ તેમના ગુજરાતના મુખ્યમંત્રી તરીકેના કાર્યકાળ દરમિયાન પ્રકૃતિ અને સંસ્કૃતિના સમન્વય થકી વન મહોત્સવના કાર્યક્રમને જન-જન સુધી પહોંચાડવાના ઉદ્દેશ્યથી વર્ષ 2004માં સાંસ્કૃતિક વનોના નિર્માણની પરંપરા શરૂ કરી હતી, જે અંતર્ગત અત્યાર સુધીમાં રાજ્યમાં વિવિધ 23 સાંસ્કૃતિક વનોનું નિર્માણ કરવામાં આવ્યું છે.
મુખ્યમંત્રીશ્રી દ્વારા આ પરંપરાને આગળ ધપાવતાં પર્યાવરણ અને પ્રવાસનના સંગમસ્થાન સમા 24મા સાંસ્કૃતિક વનના સ્વરૂપે આજે ગુજરાતને ‘ગળતેશ્વર વન’ની ભેટ મળી છે.