12 કરોડના ખર્ચે 26100 ચો.મી. વિસ્તારમાં ફેલાયેલા સરદારબાગનું નવીનીકરણ કરાયું

સરદાર બાગ અને ગોતા-ચાંદલોડિયામાં નવા અર્બન હેલ્થ સેન્ટરનું લોકાર્પણ કર્યું-કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે
(એજન્સી)અમદાવાદ, કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ ૨ દિવસ ગુજરાતની મુલાકાતે છે. ત્યારે અમિત શાહે આજે અમદાવાદીઓને વિવિધ વિકાસકાર્યોની ભેટ આપી છે. ગોતા અને ચાંદલોડિયામાં નવા અર્બન હેલ્થ સેન્ટરનું લોકાર્પણ કર્યું છે. ૧૨ કરોડના ખર્ચે નવીનીકરણ કરાયેલા સરદારબાગનું લોકાર્પણ કર્યું છે. આ ઉપરાંત રાણીપના અહવાડિયા તળાવ પાસે એક સાથે ૧૦૦ વૃક્ષોનું વૃક્ષારોપણ કર્યું છે.
ઉલ્લેખનીય છે કે અમિત શાહે ગોતા વોર્ડમાં ઓગણજ ગામ પાસે અને ચાંદલોડિયા વોર્ડમાં ઓશિયા હાઇપરમાર્ટ પાસે નવા બનાવવામાં આવેલા અર્બન હેલ્થ સેન્ટરનું લોકાર્પણ કર્યું. ત્યારબાદ રાણીપ વોર્ડમાં તળાવ પાસે આવેલા પ્લોટમાં વૃક્ષારોપણ કર્યું છે. જે બાદ નવા વાડજ વિસ્તારમાં સૌરભ સ્કૂલ પાસે નવા બની રહેલા મ્યુનિસિપલ કોર્પોરેશનના અર્બન ફોરેસ્ટમાં વૃક્ષારોપણ કાર્યક્રમમાં પણ હાજરી આપી.
મહત્વનું છે કે અમિત શાહે લાલ દરવાજા વિસ્તારમાં બનાવવામાં આવેલા સરદારબાગનું પણ લોકાર્પણ કર્યું છે. અંદાજે ૧૨ કરોડથી વધુના ખર્ચે સરદારબાગનું નવીનીકરણ કરવામાં આવ્યું છે. આ સરદારબાગને આજથી લોકો માટે ખુલ્લો મુકવામાં આવ્યો છે. આ પ્રસંગે અમિત શાહે સરદાર બાગમાં આવેલી સરદાર પટેલની પ્રતિમાને પુષ્પાંજલિ કરી હતી.
કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં ઘાટલોડિયાના આયુષ્માન વનમાં વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો અમદાવાદના ઘાટલોડિયા વોર્ડમાં કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ તથા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ‘એક પેડ મા કે નામ’ અંતર્ગત વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.
કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં ઘાટલોડિયાના આયુષ્માન વનમાં વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો અમદાવાદના ઘાટલોડિયા વોર્ડમાં કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ તથા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ‘એક પેડ મા કે નામ’ અંતર્ગત વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.
અમદાવાદના ઘાટલોડિયા વોર્ડમાં કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ તથા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ‘એક પેડ મા કે નામ’ અંતર્ગત વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું
ઘનિષ્ઠ વૃક્ષારોપણ અભિયાનમાં ઘાટલોડિયા વોર્ડમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના આયુષ્માન વનમાં આ વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો
વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા શરૂ કરવામાં આવેલ ‘એક પેડ મા કે નામ’ માતાના નામે એક વૃક્ષ વાવવાના સંકલ્પથી શરૂ થયેલ છે
આ પ્રસંગે અમદાવાદના મેયર પ્રતિભાબહેન જૈન, ડેપ્યુટી મેયર જતીન પટેલ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગ દાણી, ધારાસભ્ય બાબુભાઈ પટેલ, અને અમદાવાદ મ્યુનિસિપલ કમિશ્નર બંછાનિધિ પાની સહિતના અધિકારીઓ અને પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમતિ શાહે તેમજ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સ્થાનિકોનું ઝીલ્યું અભિવાદન.
સરદાર બાગ, અમદાવાદ રાજકીય અને સામાજિક દ્રષ્ટિએ પણ મહત્વ ધરાવે છે. અહીં સ્વતંત્રતા આંદોલન દરમિયાન અનેક જાહેર સભાઓ અને મિટીંગો યોજાયાં હતાં.
-
મહાત્મા ગાંધીજી, સરદાર વલ્લભભાઈ પટેલ, રવિશંકર મહારાજ, મોરારજીભાઈ દેસાઈ જેવા સ્વતંત્રતા સેનાનીઓએ અહીં ભાષણો આપ્યાં હતાં.
-
સ્વદેશી, અસહકાર અને ખેડૂતોના હક્ક માટે યોજાયેલી અનેક સભાઓના સાક્ષી તરીકે સરદાર બાગ જાણીતો છે.
-
આ બાગમાં દેશપ્રેમ અને જનજાગૃતિ માટે મોટાં સ્તરે મિટીંગો યોજાતી હતી, જેમાં હજારો લોકો હાજર રહેતા.