ગુજરાત પોલીસમાં મોટા ફેરફારની શક્યતા ? ૩ નવી રેન્જ, ૪ નવી કમિશ્નરેટ આવી શકે છે

(એજન્સી)ગાંધીનગર, ગુજરાત પોલીસ બેડામાં મોટા ફેરફારના સમાચાર સામે આવ્યા છે. સુત્રો પાસેથી માહિતી મળી છે કે, રાજ્યમાં પોલીસ રેન્જ અને પોલીસ કમિશનરેટને લઇને મોટા ફેરફારો થઇ શકે છે. રાજ્યમાં ત્રણ નવી રેન્જ વધી શકે છે, એટલુ જ નહીં રાજ્યમાં ચાર નવી કમિશ્નરેટ બની શકે છે. જો આમ થશે તો પોલીસ બેઠામાં આ મોટો ફેરફાર થશે.
ગુજરાત પોલીસ બેઠામાં મોટા ફેરફારો થઇ શકે છે, સુત્રો તરફથી માહિતી છે કે, આગામી સમયમાં ગુજરાત પોલીસમાં રેન્જ અને કમિશનરેટની પાઝિશનને લઇને મોટા ફેરફારો આવી શકે છે. ગુજરાત રાજ્ય પોલીસમાં ૩ નવી રેન્જ વધી શકે છે, જે અંતર્ગત મોરબી રેન્જને રાજકોટ રેન્જમાંથી અલગ કરી કચ્છ-મોરબી નવી રેન્જ બની શકે છે, આ ઉપરાંત પાટણ અને બનાસકાંઠાની નવી રેન્જ પણ બની શકે છે.
ખાસ વાત છે કે, ગુજરાત પોલીસમાં ૪ થી ૫ નવા કમિશ્નરેટ પણ બની શકે છે, માહિતી પ્રમાણે, મહેસાણા-જામનગર-ભાવનગર-ગાંધીનગર કમિશ્નરેટ બની શકે છે, જો આમ અને ૪ નવી કમિશ્નરેટ બને તો રાજ્યમાં કુલ ૮ કમિશ્નરેટ અÂસ્તત્વમાં આવશે.
ગુજરાત પોલીસ બેડામાં મોટા ફેરફારના તાજેતરમાં સમાચાર આવી રહ્યા છે. રાજ્યના ૧૧૮ બિનહથિયારી પોલીસ સબ ઈંસ્પેક્ટરની બદલીના આદેશ ગુજરાત પોલીસ વડા કચેરી તરફથી જાહેર કરવામાં આવ્યા હતા. આ આદેશ આવતા જ પોલીસબેડામાંથી મોટા પાયે ફેરફાર જોવા મળ્યા હતા.
આ બદલીઓ વહીવટી કારણોસર કરવામાં આવી હતી. જેનો ઉદ્દેશ્ય પોલીસ કાર્યક્ષમતા અને વ્યવસ્થાને સુદ્રઢ બનાવવાનો હતો. થોડા સમય પહેલા ગુજરાત પોલીસમાં ૧૧૬ ૈંઁજી અધિકારીઓની બદલી અને બઢતી કરવામાં આવી હતી.
જેમાં ૨૫ જિલ્લાના જીઁ અને ચાર શહેરોના ૩૨ ડ્ઢઝ્રઁ કક્ષાના અધિકારીઓની બદલી કરવામાં આવી હતી. આ બદલી અને બઢતીને લઈને ગુજરાતમાં નવા જૂનીના અેંધાણ આવી રહ્યા હતા. ત્યારે હાલમાં ફરીથી ૧૧૮ ઁજીંની બદલી કરવામાં આવી હતી.