Western Times News

Gujarati News

જિનપિંગે PM મોદીને બેઈજીંગમાં ફરવા માટે તેમની ફેવરિટ કાર આપી

પીએમ મોદી શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઇઝેશન (SCO) સમિટમાં હાજરી આપવા માટે ચીન પહોંચ્યા છે

બેઈજીંગ,  જ્યારે પણ પીએમ મોદીનો કાફલો ગમે ત્યાંથી પસાર થાય છે, ત્યારે તેમના કાફલાને જોવા માટે લોકોની લાંબી કતાર લાગે છે. પીએમના કાફલામાં ઘણીવાર ચમકતી કાળી કાર હોય છે.

ફરી એકવાર પીએમ મોદી એક કારને લઈને ચર્ચામાં છે. આ કોઈ સામાન્ય કાર નથી પરંતુ તે ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગની ફેવરિટ કાર છે. જે ચીન દ્વારા પીએમ મોદીને બે દિવસની મુલાકાત માટે આપવામાં આવી છે. શી જિનપિંગ તેમની સત્તાવાર મુલાકાતો દરમિયાન આ કારનો ઉપયોગ કરે છે. તેમણે ૨૦૧૯માં મહાબલીપુરમમાં પીએમ મોદીને મળવા માટે આ કારનો ઉપયોગ કર્યો હતો. જાણો આ કાર શા માટે ખાસ છે.

પીએમ મોદી શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઇઝેશન (SCO) સમિટમાં હાજરી આપવા માટે ચીન પહોંચ્યા છે. ઇન્ડિયા ટુડેના અહેવાલ મુજબ, પીએમ મોદી અહીં ચીનની પ્રતિષ્ઠિત મેડ ઇન ચાઇના હોંગચી કારમાં મુસાફરી કરી રહ્યા છે. આ કારને રેડ ફ્લેગ તરીકે પણ ઓળખવામાં આવે છે.

આ કાર ચીનની સિમ્બોલિક કાર છે, આ કાર સરકારી કંપની ફર્સ્ટ ઓટોમોટિવ વર્ક્‌સ દ્વારા બનાવવામાં આવી છે. આ કંપનીએ ૧૯૫૮માં પહેલી કાર લોન્ચ કરી હતી અને તે કોમ્યુનિસ્ટ પાર્ટીના ટોચના નેતાઓ માટે બનાવવામાં આવી હતી. આ કારની ચર્ચા વધુ એટલા માટે થઈ રહી છે કારણ કે ૨૦૧૯માં આ કારનો ઉપયોગ શી જિનપિંગે તમિલનાડુના મહાબલીપુરમમાં કર્યો હતો.

મીડિયા રિપોર્ટ્‌સ અનુસાર, આ કારની કિંમત લગભગ ૫.૬ કરોડ રૂપિયા છે. Hongqi L5 ચીનમાં બનેલી સૌથી મોંઘી કાર છે. તે ચીની સરકારની સત્તાવાર કાર છે. ખાસ વાત એ છે કે આ કાર ફક્ત ચીનમાં જ વેચાય છે. સુરક્ષાને ધ્યાનમાં રાખીને ચીની રાષ્ટ્રપતિ આ કારનો ઉપયોગ કરે છે. તેમાં ટર્બોચાર્જ્‌ડ એન્જિન એન્જિન છે જે ૪૦૨ હોર્સપાવર સાથે આવે છે. તે ફુલ ગેસ ટાંકી પર ૫૦૦ માઇલ સુધી દોડી શકે છે. આ કાર ૮ સેકન્ડમાં ૧૦૦ કિલોમીટરની સ્પીડ પકડે છે.

એક તરફ ચીને પોતાની પ્રતિષ્ઠિત કાર પીએમ મોદીને સોંપી છે. બીજી તરફ રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન પોતાની પ્રિય કાર “ઓરસ” સાથે લઈને આવ્યા છે. તેઓ આમાં મુસાફરી કરી રહ્યા છે. તેમની કારને ચીની ડિપ્લોમેટિક નંબર પ્લેટ આપવામાં આવી છે. તે એક લક્ઝરી કાર છે. આ કાર રશિયન ઓટોમોબાઈલ કંપની ઓરસ મોટર્સ દ્વારા બનાવવામાં આવી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.