Western Times News

Gujarati News

અમદાવાદ સહિત રાજ્યમાં ઠંડી વધશે

પ્રતિકાત્મક તસવીર

અમદાવાદ: રાજ્યમાં હાલ ઠંડીનો બીજો રાઉન્ડ ચાલી રહ્યો છે. આ દરમિયાન હવામાન વિભાગે ઠંડીને લઈ આગાહી કરી છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ, ૨૪ કલાક બાદ રાજ્યમાં ઠંડીનું પ્રમાણ વધશે.

અમદાવાદ સહિત રાજ્યમાં ઘડીક ઠંડી ઘટે છે, તો ઘડીક વધે છે. ઘડીક ગરમી લાગે છે, તો ઘડીક ઠંડક લાગવા લાગે છે. આવામાં અમદાવાદમાં ઠંડીને લઈને હવામાન વિભાગે આગાહી કરી છે કે, ૨૪ કલાક બાદ આગામી ૨ દિવસ માટે રાજ્યમાં ઠંડીનું પ્રમાણ વધશે. અમદાવાદ સહિત મહેસાણા, પાલનપુર, ડીસા, બનાસકાંઠા, સાબરકાંઠામાં આવતીકાલથી આકરી ઠંડી પડશે. આગામી ૩ દિવસ ઠંડીનું જોર વધશે.આગામી ૨ દિવસમાં રાજ્યમાં ઠંડીનું જોર વધશે.

અમદાવાદ સહિત મહેસાણા, પાલનપુર, ડીસા, બનાસકાંઠા, સાબરકાંઠામાં આવતીકાલથી કાતિલ ઠંડી પડશે. હાલ પવન સાથેની ઠંડીથી અનેક શહેરોમાં લોકોને દિવસભર ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે.

હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે, ઉત્તર ભારતના પર્વતીય વિસ્તારો પરથી વેસ્ટન ડિસ્ટર્બન્સ પસાર થશે. જેની અસરથી મેદાની પ્રદેશો ઉપરથી પસાર થતાં પવન પ્રભાવિત થશે. જેના કારણે આગામી ૨ દિવસ સુધી ઠંડીનું જોર વધશે.

હિમાચલ પ્રદેશ અને જમ્મુ કાશ્મીરમાં હિમવર્ષાની સીધી અસર જોવા મળી રહી છે. પહાડી વિસ્તારોમાં ચારેબાજુ બરફની ચાદર છવાયેલી જોવા મળી હતી. જ્યારે તેની અસરના પગલે ઉત્તર ગુજરાતમાં લઘુત્તમ તાપમાનનો પારો ગગડતાં ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે. હવામાન ખાતાના અધિકારીઓએ જણાવ્યા અનુસાર, સત્તાવાર રીતે હજી સુધી શિયાળાની વિદાય થઈ નથી.

જે રીતે તબક્કાવાર ઠંડી લાગી રહી છે, જે રીતે વાતાવરણમાં ઠંડકનો અહેસાસ થઈ રહ્યો છે તે જોતા હજુ ઠંડી વધવાની શક્યતા છે. બે દિવસથી તાપમાન વધ્યું હતું, અને ઠંડીમાં અંશત ઘટાડો થયો હતો. પણ હવામાન વિભાગે કહ્યું કે, ઠંડીમાં વધારો જોવા મળી શકે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.