Western Times News

Gujarati News

રાજ્યમાં જન્મ-મરણની નોંધણી આજથી હવે કેન્દ્ર સરકારના CRS Portal પર કરવાની રહેશે

રાજ્યમાં જન્મ-મરણની નોંધણી આરોગ્ય વિભાગ દ્વારા કાર્યરત E-olakh Application પર કરવામાં આવતી હતીતેના બદલે હવેથી કેન્દ્ર સરકાર દ્વારા કાર્યરત CRS Portal ઉપર આગામી તા. ૦૧ સપ્ટેમ્બર૨૦૨૫થી કરવાની રહેશે. આ પોર્ટલ બપોરે ૧૨.૦૦ કલાકથી કાર્યરત થશેતેમ આરોગ્ય અને તબીબી સેવાઓ વિભાગની યાદીમાં જણાવાયું છે. યાદીમાં વધુમાં જણાવ્યાનુસાર CRS Portal પર જન્મ અને મરણના બનાવોની નોંધણી સરળતાથી થઇ શકશે.

જે અંતર્ગત જિલ્લાના અને મહાનગરપાલિકાના જન્મ-મરણ રજીસ્ટ્રારશ્રીઓને રાજ્ય કક્ષાએથી CRS Portal અંગે તાલીમ આપવામાં આવી છે. આ ઉપરાંત મહાનગરપાલિકાનગરપાલિકા અને ગ્રામપંચાયતના સરકારી તથા ખાનગી હોસ્પિટલના સ્ટાફને પણ તાલીમ આપવામાં આવી છે.

વધુમાંઆ પોર્ટલ સંદર્ભે કોઈ પણ જાતના પ્રશ્ન ન ઉદભવે તે માટે ભારત સરકારની ટીમ દ્વારા ડિજિટલ માધ્યમ થકી દેખરેખ રાખવામાં આવશે અને પ્રશ્નોનું સમાધાન કરવામાં આવશે.

વધુમાંતમામ શહેરી વિસ્તારમાં કાર્યરત હોસ્પિટલને CRS Portalમાં મેપિંગ કરવાની કામગીરી ઝડપથી પૂર્ણ કરી શકાય તે માટે સંબંધિત રજિસ્ટ્રાર દ્વારા જાહેર રજા(તા. ૩૧/૦૮/૨૦૨૫)ના દિવસે પણ કચેરી ચાલુ રાખી તમામ કામગીરી પૂર્ણ કરવામાં આવશેતેમ વધુમાં જણાવાયું છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.