Western Times News

Gujarati News

“મહર્ષિ દયાનંદજીએ હંમેશા પ્રકૃતિ સાથે સુમેળમાં જીવન જીવવાનો સંદેશ આપ્યો હતો”

મહર્ષિ દયાનંદ સરસ્વતીજીના વિચારો આજે પણ રાષ્ટ્ર નિર્માણ માટે માર્ગદર્શક છે: રાજ્યપાલ 

ગુજરાત પ્રાંતિય આર્ય પ્રતિનિધિ સભા દ્વારા રાજભવન ખાતે વૈદિક પ્રચાર પ્રસાર ચિંતન ગોષ્ઠી યોજાઇ

ગાંધીનગર, રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ જણાવ્યું હતું કે, 19મી સદીના મહાન પુરુષસમાજ સુધારક અને વેદોના મહાન પ્રચારક મહર્ષિ દયાનંદ સરસ્વતીજીએ અંધશ્રદ્ધાઓનું ખંડન કર્યું હતું અને ભારતને સામાજિકધાર્મિક અને રાજકીય જાગૃતિની દિશા પણ આપી હતી. તેમણે આર્ય સમાજની સ્થાપના કરી અને “ કૃણવંતો વિશ્વમાર્યમ” નો ઉદઘોષ કરીને ભારતીય સમાજને નવી ઉર્જા આપી હતી.

ગુજરાત પ્રાંતિય આર્ય પ્રતિનિધિ સભા દ્વારા રાજભવન ખાતે વૈદિક પ્રચાર પ્રસાર ચિંતન ગોષ્ઠી યોજાઇ હતી. વૈદિક મંત્રોચ્ચારથી આ કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી.

રાજ્યપાલશ્રીએ કહ્યું કેમહર્ષિ દયાનંદનું જીવન સંઘર્ષબલિદાન અને હિંમતથી ભરેલું હતું. તેમણે મૂર્તિપૂજાજાતિવાદ અને કુરિવાજો સામે અવાજ ઉઠાવીને સમાજને જાગૃત બનાવવાનું કામ કર્યું હતું. તેમના શબ્દો અને વિચારોએ સ્વતંત્રતા ચળવળને નવી ચેતના આપી હતી. મહાત્મા ગાંધીલાલા લજપત રાયસ્વામી શ્રદ્ધાનંદ જેવા અનેક મહાપુરુષોએ તેમનામાંથી પ્રેરણા લીધી હતી.

આ પ્રસંગે રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વની પ્રશંસા કરતા કહ્યું કેપ્રધાનમંત્રીશ્રીએ મહર્ષિ દયાનંદ સરસ્વતીના આદર્શોને વ્યવહારમાં મૂક્યા છે. આત્મનિર્ભર ભારતસ્વદેશીની ભાવનામહિલા સશક્તિકરણ અને સામાજિક સંવાદિતાના અભિયાનો મહર્ષિ દયાનંદના ઉપદેશોનું આધુનિક સ્વરૂપ છે.

તેમણે કહ્યું કેપ્રધાનમંત્રીશ્રીએ વૈશ્વિક સ્તરે ભારતની સંસ્કૃતિઆધ્યાત્મિકતા અને વિજ્ઞાનને પ્રતિષ્ઠા આપી છે. પ્રધાનમંત્રીશ્રીના નેતૃત્વમાં વૈશ્વિક મંચ પર નિર્ણાયક ભૂમિકા ભજવી રહ્યું છે.

રાજ્યપાશ્રી પ્રાકૃતિક કૃષિનો ઉલ્લેખ કરતા કહ્યું કેમહર્ષિ દયાનંદજીએ હંમેશા પ્રકૃતિ સાથે સુમેળમાં જીવન જીવવાનો સંદેશ આપ્યો હતો. આ ભાવનાથી પ્રેરિત થઈનેપ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ દેશભરમાં પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપી રહ્યા છે.

રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ કહ્યું કેરાસાયણિક ખાતરો અને જંતુનાશકોને કારણે જમીનની ફળદ્રુપતા નાશ પામી રહી છેપાણી અને હવા પ્રદૂષિત થઈ રહી છે અને માનવ સ્વાસ્થ્ય પર પ્રતિકૂળ અસર પડી રહી છે. આવા સમયમાંપ્રાકૃતિક ખેતી એ એકમાત્ર ઉપાય છે જે ખેડૂતોઉપભોક્તાઓ અને પર્યાવરણ બધા માટે
ફાયદાકારક છે.

રાજ્યપાલશ્રીએ સેક્સ્ડ સોર્ટેડ સીમન ટેકનોલોજીનો પણ ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું કેઆ ટેકનોલોજી દૂધ ઉત્પાદનમાં વધારો કરશે અને પશુપાલનમાં આર્થિક ક્રાંતિ લાવશે. આ તકનીકથી ગાયોમાં વાછરડીઓના જન્મની શક્યતાઓ વધુ હોય છે. તેમણે કહ્યું કેપ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારત સરકારે પશુપાલન ક્ષેત્રને નવી ગતિ આપી છે અને આધુનિક ટેકનોલોજીનો મહત્તમ ઉપયોગ સુનિશ્ચિત કર્યો છે.

રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ કહ્યું કેમહર્ષિ દયાનંદ સરસ્વતીજીના વિચારો આજે પણ રાષ્ટ્ર નિર્માણ માટે માર્ગદર્શક છે. તેમણે સત્ય અને સ્વદેશી પર ભાર મૂક્યો હતો. તેમનું માનવું હતું કેજ્યાં સુધી સમાજ શિક્ષણસમાનતા અને આત્મનિર્ભરતા અપનાવે નહીં ત્યાં સુધી રાષ્ટ્રનો વાસ્તવિક ઉત્થાન શક્ય નથી.

રાજ્યપાલશ્રીએ યુવાનોને આધુનિક શિક્ષણની સાથે ભારતીય સંસ્કૃતિ અને મૂલ્યો અપનાવવા અપીલ કરી હતી. મહર્ષિ દયાનંદે વેદો તરફ પાછા વળોનું સૂત્ર આપ્યું હતુંજેની આજના સમયમાં પણ જરૂરિયાત છે.

રાજ્યપાલશ્રીએ કહ્યું કેસ્વામી દયાનંદ સરસ્વતીજીના વિચારો અને ઉપદેશો આજે પણ ભારતીય સમાજને શક્તિ અને દિશા પ્રદાન કરી રહ્યા છે. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો કેપ્રાકૃતિક કૃષિપશુધન સંવર્ધનઆત્મનિર્ભરતાસ્વદેશીશિક્ષણ અને સંસ્કારી સમાજ દ્વારા ભારત આગામી વર્ષોમાં વિશ્વ સમક્ષ પોતાને “વિકસિત ભારત” તરીકે રજૂ કરશે. આ તકે ‘1857 ડાયરી: ધ હીડન પેજીસ‘ ફિલ્મના ટીઝરપોસ્ટર અને વેબસાઈટનું વિમોચન કરવામાં આવ્યું હતું

ગુજરાત પ્રાંતીય આર્ય પ્રતિનિધિ સભાના મહામંત્રી શ્રી દિપકભાઈ ઠક્કરે ગુજરાતમાં આર્ય સમાજ દ્વારા કરવામાં આવી રહેલી કામગીરી અંગે જાણકારી આપી હતી. સાર્વદેશિક આર્ય પ્રતિનિધિ સભાના અધ્યક્ષ શ્રી સુરેશચંદ્ર આર્યએ કાર્યક્રમનો ઉદ્દેશ અને રૂપરેખા વર્ણવી હતી.

આ કાર્યક્રમમાં વાનપ્રસ્થ સાધક આશ્રમના પ્રબંધક ન્યાસી મુનિ શ્રી સત્યજીતદર્શન યોગ મહાવિદ્યાલયના સ્વામી શ્રી બ્રહ્મવિદાનંદ જી આચાર્યદર્શન યોગધામ પ્રબંધક સમિતિના અધ્યક્ષ શ્રી આચાર્ય દિનેશગુજરાત પ્રાંતીય આર્ય પ્રતિનિધિ સભાના શ્રી વિજયભાઈ બોરીચારાજ્યભરના આર્યસમાજના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.