ટ્રાન્સસ્ટેડિયા યુનિવર્સિટીએ નેશનલ સ્પોર્ટ્સ ડે મનાવ્યો

અમદાવાદ, અર્જુન ક્લબના સહયોગ સાથે ટ્રાન્સસ્ટેડિયા યુનિવર્સિટીએ નેશનલ સ્પોર્ટ્સ ડે 2025 મનાવ્યો હતો. 28 અને 29 ઓગસ્ટના રોજ યોજાયેલી બે દિવસની આ ઉજવણીમાં પ્રયોગાત્મક શીખવાની તકો સાથે ઓન-કેમ્પસ રમત કાર્યક્રમો યોજાયા હતા.
પહેલા દિવસે ઉત્સાહી વિદ્યાર્થીઓએ રોબરી કેઓસ, ખો-ખો, મોડિફાઇડ વોલીબોલ અને ફિટનેસ રીલે જેવી સ્પર્ધાઓમાં ભાગ લીધો હતો જેણે ‘એક ઘંટા ખેલ કે મૈદાન મેં’ના વિચારને અપનાવવા સૌને પ્રોત્સાહિત કર્યા હતા. બીજી દિવસે સ્કૂલ ઓફ સ્પોર્ટ્સ સ્ટડીઝના વિદ્યાર્થીઓએ નડિયાદમાં સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સની ઇન્ડસ્ટ્રીયલ વિઝિટ કરી હતી અને પ્રોફેશનલ સ્પોર્ટ્સ ઇકોસિસ્ટમ વિશે પ્રત્યક્ષ અંતઃદ્રષ્ટિ મેળવી હતી.
આ ઉજવણીઓમાં સ્પોર્ટ્સને માત્ર રમતો તરીકે જ નહીં પરંતુ શિક્ષણ, ઉદ્યોગ અને રાષ્ટ્ર-નિર્માણના મહત્વના પાયા તરીકે પ્રોત્સાહન આપવાની ટીએસયુની પ્રતિબદ્ધતા દર્શાવવામાં આવી હતી.