Western Times News

Gujarati News

અફઘાનિસ્તાનમાં ૬.૩ની તીવ્રતાના ભૂકંપે તબાહી મચાવી, ૨૫૦ લોકોના મોત

ભૂકંપનું કેન્દ્ર જમીનથી અંદર ૧૬૦ કિલોમીટર નીચે હતું

આ અગાઉ અફઘાનિસ્તાનમાં ઓક્ટોબર ૨૦૨૩માં વિનાશક ભૂકંપ આવ્યો હતો.

જેમાં ૪,૦૦૦ લોકોના મોત થયા હતા

કાબુલ,અફઘાનિસ્તાનમાં રવિવારે મોડી રાતના ભૂકંપના આંચકા અનુભવાયા હતા. આ ભૂકંપના આંચકાની તીવ્રતા પાકિસ્તાન અને ભારત સુધી અનુભવાઈ હતી. આ અંગે મળતી માહિતી મુજબ અત્યાર સુધી ૨૫૦થી વધુ લોકોના મોત થયાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે.જયારે અનેક લોકો ઘાયલ થયા છે. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીના અહેવાલ અનુસાર અફઘાનિસ્તાનમાં ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર ૬.૩ ની નોંધાઈ હતી. તેની બાદ અન્ય બે આંચકા અનુભવાયા હતા.ભૂકંપ બાદ લોકો હજુ પણ ભયમાં છે.

તાલિબાનના પ્રવક્તા ઝબીઉલ્લાહ મુજાહિદે જણાવ્યું હતું કે ભૂકંપથી ભારે નુકસાન થયું છે. ભૂકંપની અસર અફઘાનિસ્તાનમાં ઘણી જગ્યાએ જોવા મળી હતી. યુએસ જિયોલોજિકલના અહેવાલ અનુસાર ભૂકંપનું કેન્દ્ર અફઘાનિસ્તાનના બસાવુલથી આશરે ૩૬ કિલોમીટર દૂર હતું.તેમજ મળતી માહિતી મુજબ અત્યાર સુધી ૨૫૦ થી વધુ લોકોના મોતની આશંકા છે. જયારે અનેક લોકો ઘાયલ થયા છે.તેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીના અહેવાલ મુજબ રવિવારે રાતના ૧૨.૪૭ વાગ્યાના સુમારે પહેલો આંચકો નોંધવામાં આવ્યો હતો.

ભૂકંપની તીવ્રતા ૬ રિકટર સ્કેલની હતી, જ્યારે ભૂકંપનું કેન્દ્ર જમીનથી અંદર ૧૬૦ કિલોમીટર નીચે હતું. એના પછી ભૂકંપના અનેક આંચકા અનુભવાયા છે.જેમાં રવિવારે રાત્રે ૧૨.૪૭ વાગ્યે ૬.૦૩ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો. એના પછી બીજો આંચકો રાતના ૧.૦૮ વાગ્યે ૪.૦૭ની તીવ્રતાનો ભૂકંપ. એના પછી રાતના ૧.૫૯ વાગ્યે ૪.૩ની તીવ્રતાનો ભૂકંપ. ઉપરાત, રાતના ૩.૦૩ વાગ્યે ૫ની તીવ્રતાનો ભૂકંપ. સોમવારે સવારે ૫.૧૬ વાગ્યે ૫ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો.ઉલ્લેખનીય છે કે, આ અગાઉ અફઘાનિસ્તાનમાં ઓક્ટોબર ૨૦૨૩માં વિનાશક ભૂકંપ આવ્યો હતો. જેમાં ૪,૦૦૦ લોકોના મોત થયા હતા.ss1


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.