Western Times News

Gujarati News

ભારત રૂ.૧ લાખ કરોડથી વધુના ખર્ચે બે સબમરીન ખરીદશે

પ્રથમ તબક્કામાં ૩ સ્કોર્પિયન સબમરીન ખરીદવામાં આવે તેવી શક્યતા

ચીનની વધી રહેલી નૌકાદળની ક્ષમતાને ધ્યાનમાં રાખીને ભારતની મહત્વની કવાયત

નવી દિલ્હી, ચીનની વધી રહેલી નૌકાદળની ક્ષમતાને ધ્યાનમાં રાખીને ભારત પણ હિન્દ મહાસાગરમાં પોતાની દરિયાઇયુદ્ધની ક્ષમતામાં સતત વધારો કરી રહ્યું છે. આ અંતર્ગત આગામી વર્ષના જૂન સુધીમાં ભારત રૂપિયા એક લાખ કરોડની વધુના ખર્ચે બે વિશાળ સબમરીન ખરીદવાના કરારને અંતિમ સ્વરુપ આપી શકે છે.

પ્રથમ તબક્કામાં ૩ સ્કોર્પિયન સબમરીન ખરીદવામાં આવે તેવી શક્યતા છે. આ સબમરીનનું નિર્માણ સરકારી કંપની મઝગાંવ ડોક લિમિટેડ(એમડીએલ) અને ળાન્સની સંરક્ષણ ક્ષેત્રની મુખ્ય કંપની નેવલ ગ્›પના સંયુક્ત પ્રયાસોથી થશે. ભારતીય સંરક્ષણ મંત્રાલયે લગભગ રૂ. ૩૬,૦૦૦ કરોડના આ કરારને બે વર્ષ પહેલા મંજૂરી આપી દીધી હતી, પરંતુ પ્રોજેક્ટની વિવિધ ટેકનિકલ અને આર્થિક બાબતોને અંતિમ સ્વરૂપ આપવા માટે વાતચીત ચાલી રહી હતી.

સંરક્ષણ મંત્રાલયનો જે બીજો પ્રોજેક્ટ છે, એ લગભગ રૂ. ૬૫૦૦૦ કરોડના ખર્ચથી છ ડીઝલ-ઈલેક્ટ્રિક સ્ટીલ્થ સબમરીન ખરીદવાનો છે. આ ખરીદીને ૨૦૨૧માં જ મંજૂરી આપવામાં આવી હતી.આગામી વર્ષના મધ્ય સુધીમાં બંને કરારને અંતિમ સ્વરૂપ આપવામાં આવી શકે છે. અગ્રણી જર્મન જહાજ ઉત્પાદન કંપની થિસેનક્›પ મરીન સિસ્ટમ્સે છ ડીઝલ-ઈલેક્ટ્રિક સ્ટીલ્થ સબમરીન સંબંધિત પ્રોજેક્ટ માટે મઝગાંવ ડોક શિપબિલ્ડર્સ લિમિટેડની સાથે ભાગીદારી કરી છે.

તેને તાજેતરના વર્ષાેમાં સૌથી મોટી મેક ઈન ઈન્ડિયા પૈકીની એક પહેલ માનવામાં આવે છે. આ કરારના ખર્ચ પર જલદી વાતચીત શરુ થશે અને કરાર સંપન્ન થવાની પ્રક્રિયામાં છથી નવ મહિનાનો સમય લાગી શકે છે. પ્રોજેક્ટ ૭૫ ઈન્ડિયા(પી-૭૫-આઈ) અંતર્ગત છ સ્ટીલ્થ સબમરીનનું સૂચિત અધિગ્રહણ એક સંપૂર્ણપણે નવો કાર્યક્રમ છે. ss1


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.