Western Times News

Gujarati News

ભારતીય પ્રવાસીઓ સામેના વિરોધની ઓસ્ટ્રેલિયન સરકારે આકરી નિંદા કરી

દેશમાં આ પ્રકારની જમણેરી તથા વંશીય વિચારધારાને કોઈ સ્થાન નથી

અલ્બનીઝ સરકારે આ પ્રકારના વિરોધને સમાજમાં વિભાજન અને અસુરક્ષા ફેલાવવાનો પ્રયાસ ગણાવ્યો

કેનબેરા, ભારતીય પ્રવાસીઓના સતત વધારા વિરુદ્ધ ઓસ્ટ્રેલિયમાં યોજાઈ રહેલા વિરોધ પ્રદર્શનો અને અભિયાનની અલ્બનીઝ સરકારે નિંદા કરી છે. સરકારે જણાવ્યું કે, દેશમાં આ પ્રકારની જમણેરી તથા વંશીય વિચારધારાને કોઈ સ્થાન નથી. ઓસ્ટ્રેલિયામાં ભારતીય ઈમિગ્રન્ટ્‌સની સંખ્યામાં વધારા સામે કેટલાક જૂથો દ્વારા ચળવળ શરૂ કરવામાં આવી છે. માર્ચ ફોર ઓસ્ટ્રેલિયા ગ્રુપ દ્વારા સીડની, મેલ્બોર્ન, બ્રિસબેન, કેનબેરા, એડિલેડ, પર્થ, હોબાર્ટ સહિતના શહેરોમાં દેખાવો યોજવામાં આવ્યા હતા જેને સરકારે નિંદનીય ગણાવ્યા હતા.

સરકારે આ અંગે એક નિવેદન જાહેર કરતાં જણાવ્યું હતું કે, અલ્બનીઝ સરકાર સપ્તાહના અંતે યોજાનારા દેખાવોની વિરુદ્ધ છે. આ પ્રકારનો વિરોધ સમાજમાં વિભાજન અને અસુરક્ષા ફેલાવવાનો પ્રયાસ છે. દરેક ઓસ્ટ્રેલિયન, જેમનો વારસો કોઈપણ હોય તેમને સમાજમાં સુરક્ષિત રહેવાનો અધિકાર છે અને અમે તેમનું સ્વાગત કરીએ છીએ. ઓસ્ટ્રેલિયાના ગૃહ મંત્રી ટોની બર્કીએ આ મામલે જણાવ્યું કે, આ ચળવળ ઓસ્ટ્રેલિયાની ભાવના વિરુદ્ધ છે. જે લોકો સમાજમાં વિભાજન અને અસ્થિરતા લાવવા પ્રયાસ કરી રહ્યા છે, તેમના માટે દેશમાં કોઈ જ જગ્યા નથી.

આનાથી વધુ બિન-ઓસ્ટ્રેલિયન બીજું કંઈ જ ના હોઈ શકે. મલ્ટિકલ્ચર અફેર્સ મંત્રી એની એલીએ જણાવ્યું કે, બહુસંસ્કૃતિવાદ આપણી રાષ્ટ્રીય ઓળખનો એક મહત્વનો હિસ્સો છે. આ પ્રકારનું જાતિવાદી અને વંશીય વિચાર સાથેનું અભિયાન દેશમાં સ્વીકાર્ય નથી. ભલે ગમે ત્યાં જન્મેલા હોય પરંતુ અમે તમામ ઓસ્ટ્રેલિયન્સનું સન્માન કરીએ છીએ.

બીજીતરફ માર્ચ ઓફ ઓસ્ટ્રેલિયા ગ્રુપેવેબસાઈટ પર ઉશ્કેરણીજનક સામગ્રી સાથે નિવેદનમાં કહ્યું કે, વિતેલા પાંચ વર્ષમાં જેટલા ભારતીયો આવ્યા છે તેટલા ગ્રીક્સ અને ઈટાલિયનો ૧૦૦ વર્ષમાં પણ નથી આવ્યા. આ કોઈ સામાન્ય સાંસ્કૃતિક બદલાવ નથી પરંતુ સંપૂર્ણ બદલાવનો પ્રયાસ છે. મુખ્યપ્રવાહના રાજકારણીઓ જે સાહસ નથી તે આપણે કરીશું…અને તે વસ્તી સ્થળાંતરને સમાપ્ત કરવાની માંગ છે.ss1


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.