Western Times News

Gujarati News

કેનેડામાં રહેતા યુવાને X પર કરેલી ફરિયાદના આધારે ગુજરાત પોલીસે રૂ. ૬૫ હજાર પરત અપાવ્યા

AI Image

‘GP-SMASH’ પહેલથી વધુ એક નાગરિકને ઘરે બેઠા થયું સમસ્યાનું નિરાકરણ- સોશિયલ મીડિયા પર આપની સમસ્યાની એક પોસ્ટ, ગુજરાત પોલીસ એકશનમાં

કેનેડાના યુવાને લગ્નના કપડા ખરીદવા વડોદરાના વેપારીને એડવાન્સ બુકિંગ એમાઉન્ટ જમા કરાવીબુકિંગ કેન્સલ કરવા છતાં વેપારી રૂપિયા પરત ન કરતા હોવાની પોસ્ટ મૂકી હતી.

ગુજરાત પોલીસે ટાઇમ ઝોન ડિફરન્સ હોવાના કારણે મોડી રાત્રે અરજદારનો સંપર્ક કરી સંપૂર્ણ માહિતી લીધીવડોદરાના વેપારીને ત્યાં પોલીસ પહોંચી ને વેપારીએ અરજદારના ફસાયેલા પૈસા પરત કરી દીધા.

ગુજરાત પોલીસ દ્વારા શરૂ કરવામાં આવેલી ‘GP-SMASH’ (Gujarat Police – Social Media Monitering, Awareness and Systametic Handling) પહેલને પરિણામે વધુ એક નાગરિકને ઘરે બેઠા પોતાની સમસ્યાનું નિરાકરણ આવ્યું છે. કેનેડામાં રહેતા આ યુવાનને લગ્નના કપડાંનું બુકિંગ રદ કરવા છતાં વડોદરાના એક વેપારી પૈસા પરત આપતા ન હતા. યુવાને X (ટ્વિટર) પર ગુજરાત પોલીસને ટ્વીટ કરીને ફરિયાદ કરીજેના આધારે પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી અને વેપારીએ બીજા જ દિવસે નાણાં પરત કર્યા. રાજ્યના પોલીસ વડા શ્રી વિકાસ સહાયે ગુજરાત પોલીસની GP-SMASH ટીમને તથા વડોદરા પોલીસની ટીમને અભિનંદન પાઠવ્યા છે.

આયુષ નામના યુવાને વડોદરાના એક વેપારી પાસેથી લગ્ન પ્રસંગ માટે ₹75,000ના કપડાં બુક કરાવ્યા હતા અને ડિપોઝિટ પણ જમા કરાવી હતી. પરંતુકોઈ કારણસર બુકિંગ રદ કરવું પડ્યું હતું. વડોદરાના વેપારી નાણાં પરત આપવા તૈયાર ન હતા. આ અરજદાર વિદેશમાં રહેતા હોવાથી ગુજરાત આવી શકે તેમ ન હતા. આથીકેનેડાથી યુવાને તા.28મી ઓગસ્ટ, 2025ના રોજ સવારે 9:11 કલાકે ગુજરાત પોલીસના હેન્ડલ @GujaratPolice પર પોતાની ફરિયાદ ટ્વીટ કરી હતી.

ગુજરાત પોલીસને ટ્વીટ મળતાં જ ગાંધીનગરમાં ૨૪*૭ કાર્યરત GP-SMASH સ્ટેટ ટીમના પીએસઆઈ શ્રી રાહુલસિંહ ચુડાસમાએ તાત્કાલિક વડોદરા પોલીસને આ બાબતે કાર્યવાહી કરવા કોમેન્ટ કરી અને ફોન પર વાતચીત કરી. ભારત અને કેનેડાના સમયમાં લગભગ 9 કલાક અને 30 મિનિટનો તફાવત હોવાથીવડોદરા પોલીસની ટીમે રાત્રિના સમયે ફરિયાદી સાથે ફોન પર સંપર્ક કરીને સમગ્ર વિગતો મેળવી. આ ફરિયાદ જે.પી. રોડ પોલીસ સ્ટેશનની હદમાં આવતી હોવાથીતાત્કાલિક સ્થાનિક પોલીસ દ્વારા વેપારીનો સંપર્ક કરવામાં આવ્યો.

પોલીસ દ્વારા તપાસ શરૂ થતાં જ વેપારીએ કેનેડાના યુવાનને તાત્કાલિક ₹65,000 પરત આપી દીધા. આ સુખદ પરિણામ મળ્યા બાદ ફરિયાદીએ વડોદરા પોલીસ, GP-SMASH, અને ગુજરાત પોલીસનો આભાર વ્યક્ત કર્યો છે.

GP-SMASH: લોકોની મદદ માટે સોશિયલ મીડિયા પર 24×7 કાર્યરત

રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશમાં અને ગૃહ રાજ્ય મંત્રી શ્રી હર્ષ સંઘવીના નેતૃત્વમાં ગુજરાત પોલીસ અનેક ટેક્નોલોજીનો મહત્તમ ઉપયોગ કરીને નાગરિકોની સુખાકારી માટે સતત પ્રયાસો કરી રહી છે. તેના ભાગરૂપે રાજ્યના પોલીસ વડા શ્રી વિકાસ સહાયના માર્ગદર્શન હેઠળ તા.1લી માર્ચથી શરૂ થયેલા GP-SMASH પ્રોજેક્ટના સકારાત્મક પરિણામો જોવા મળી રહ્યા છે.

લૉ એન્ડ ઓર્ડર ડીઆઇજી શ્રી દીપક મેઘાણીના બારીક સુપરવિઝન હેઠળ GP-SMASH સ્ટેટ ટીમ 24×7 ત્રણ શિફ્ટમાં લોકોની મદદ માટે કાર્યરત છે. અત્યાર સુધીમાંઆ ટીમને 650થી વધુ ફરિયાદો અને રજૂઆતો મળી છેજેમાંથી મોટાભાગની સમસ્યાઓનું ઘરે બેઠા ગણતરીના કલાકોમાં નિરાકરણ લાવવામાં GP-SMASHએ મહત્વની ભૂમિકા ભજવી છે. આ પ્રોજેક્ટ સાચા અર્થમાં ટેકનોલોજીનો ઉપયોગ કરીને સામાન્ય નાગરિકોને ઝડપી અને અસરકારક મદદ પૂરી પાડી રહ્યો છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.