સુરતમાં ૭ વર્ષની બાળકી સાથે દુષ્કર્મ આચરનાર આરોપીને ૨૦ વર્ષની કેદ

ઘર બહાર સૂતેલી બાળકીને ઉઠાવી જઇને હેવાનિયત આચરી હતી
૧૮ વર્ષના આરોપીને કોર્ટે કસુરવાર ઠેરવી ૨૦ વર્ષની સખ્ત કેદની સજા અને ૨૦ હજાર રૂપિયાનો દંડ ફટકારતો હુકમ કર્યાે હતો
સુરત,સુરતમાં ઘર બહાર સૂતેલી ૭ વર્ષની બાળકીનું અપહરણ કરી દુષ્કર્મ સાથે સૃષ્ટિ વિરૂધ્ધનું કૃત્ય આચરનાર ૧૮ વર્ષના આરોપીને કોર્ટે કસુરવાર ઠેરવી ૨૦ વર્ષની સખ્ત કેદની સજા અને ૨૦ હજાર રૂપિયાનો દંડ ફટકારતો હુકમ કર્યાે હતો. આ ઉપરાંત પીડિતાને પાંચ લાખનું વળતર આપવા પણ આદેશ કર્યાે હતોઆ કેસની વિગત એવી છે કે સુરતના પાંડેસરામાં રહેતો સામાન્ય પરિવાર ગઈ તારીખ ૧૯-૫-૨૦૨૨ના રોજ ગુરુવારની રાતે ઘરમાં સુઈ ગયો હતો. સાત વર્ષની બાળકી પિતાના મિત્ર અને ઘરમાં સાથે જ રહેતા યુવાન સાથે ઘરની બહાર સૂતી હતી.
દરમિયાન મોડી રાત્રે વિકૃત યુવક ૧૮ વર્ષીય સૂર્યકુમાર ઉર્ફે સુરજ ઉર્ફે ડામર રાણાપ્રતાપ મહંતો બાળકીનું મોઢું દબાવી અપહરણ કરી ઘરે લઈ ગયો હતો. જ્યાં બાળકી સાથે દુષ્કર્મ કરી સૃષ્ટિવિરૂધ્ધનું કૃત્ય પણ કર્યું હતું. રાત્રે બાળકીને ઘરની બહાર કાઢી મુકતા બાળકી રડતા રડતાં રાત્રે ત્રણ વાગ્યાના અરસામાં ઘરે જતી હતી. બાળકી સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરતા બાળકીને ગુપ્તાંગમાં ભાગમાંથી લોહી નીકળી ગયું હતું.
દરમિયાન મળસ્કે ઘરની બહાર બ્રસ કરતી મહિલાએ તેને જોઇને બુમાબુમ કરતા શેરીમાં બહાર સુતેલા લોકો જાગી ગયા હતા. બાળકીના પપ્પાના મિત્ર પણ જાગી ગયા હતા. બાળકીની પૂછપરછ કરતા આખી હકીકત સામે આવી હતી. બાળકીના માતા-પિતા તેને લઈને પોલીસ મથકે પહોંચી ગયા હતા. પાંડેસરા પોલીસે કલાકોમાં જ હવસખોરને ઘરેથી ઝડપી પાડયો હતો. બાળકીને ગુપ્ત ભાગોમાં ગંભીર ઇજા હોવાને કારણે તેણીને તાત્કાલીક સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી.
આ કેસમાં પોલીસે તપાસના અંતે કોર્ટમાં ચાર્જશીટ રજુ કરતા આરોપી સામે તહોમતનામું ઘડાયું હતું. આ કેસ વિશેષ પોક્સો કોર્ટમાં ચાલી જતા કોર્ટે આરોપી સુરજને પુરાવા અને દલીલોને આધારે કસુરવાર પુરવાર કર્યાે હતો. તેમજ ૨૦ વર્ષની સખ્ત કેદની સજા અને ૨૦ હાજર રૂપિયાનો દંડ ફટકારતો હુકમ કર્યાે હતો. આ ઉપરાંત પીડિતાને પાંચ લાખનું વળતર આપવા પણ આદેશ કર્યાે હતો. જજે પોતાના ચુકાદામાં નોધ્યું હતું કે આરોપીએ ગંભીર પ્રકારનો અને સમાજ વિરોધી ગુનો કર્યાે છે, આવા સમાજ વિરોધી ગુનાઓનું પુનરાવર્તન ન થાય તે આરોપીને યોગ્ય સજા કરવાની રહે છે.ss1