અમદાવાદ અને ગુજરાતમાં ક્રિકેટ સટ્ટા માટે ભાડે એકાઉન્ટ પ્રોવાઇડ કરતા સંખ્યાબંધ દલાલ એક્ટિવ

આંગડિયા મારફતે કરોડોના હવાલા
ક્રિકેટ સટ્ટાના રૂપિયા માટે બેંક એકાઉન્ટ ભાડે આપવાનો ધીકતો ધંધો, સીમ પણ એક્ટિવેટ
અમદાવાદ, દુનિયાભરમાં કોઇ પણ સ્થળે ક્રિકેટ રમાતી હોય પરંતુ તેના પર સટ્ટો તો દુબઇમાં બેઠેલા ગુજરાતીઓ રમાડતા જ હોય, બૂકીઓ પણ મોટા ભાગના ગુજરાતીઓ જ હોય. ક્રિકેટ સટ્ટાના કરોડોના ટ્રાન્જેક્શન માટે સ્થાનિક બેંક ખાતાની જરૂરીયાત ઊભી થતી હોય છે ત્યારે ચોક્કસ ટુકડી મોનુ સિંધી જેવા લોકોને ભાડેથી બેંક એકાઉન્ટ આપતા હોય છે. તેમને એકાઉન્ટનું ભાડું મળી જતું હોય છે. તેમના ખાતામાં કરોડો રૂપિયા ટ્રાન્જેક્શન થઇ જતા હોય છે.
તપાસ થાય ત્યારે ખબર પડે કે ખાતેદાર તો રિક્ષાચાલક છે.અમદાવાદ ર્જીંય્માં રાહુલ ત્રિપાઠીની એન્ટ્રી થતાં જ બ્રાંચ એક્ટિવ થઇ ગઇ છે. બી.સી. સોલંકીની ટીમના દીપક ઉનડકટ અને દેસાઇની ટીમે એરપોર્ટ પાસેની એક હોટલમાં છુપાઇને બેઠેલા દિલીપ ઉર્ફે મોનું રમેશભાઇ સંગતાણી(ઉવ. ૪૨)ને ઝડપી લીધો છે. તે કચ્છ પોલીસના ચોપડે વોન્ટેડ હતો અને વર્ષાેથી દુબઇમાં છુપાઇને બેઠો હતો. મોનું ક્રિકેટ સટ્ટાના રૂપિયા દુબઇ ટ્રાન્સફર કરતો હતો. તેની સામે ક્રિકેટ સટ્ટા ઉપરાંત લોકોના બેંક એકાઉન્ટ ભાડે લેવાની પણ ફરિયાદ હતી.
પોલીસે તને ઝડપી લીધો ત્યારે તે પોતાના ભાઇને મળીને આવા વધુ એકાઉન્ટ ભાડે લેવાની જ કામગીરી માટે આવ્યો હતો. તેણે વધુ કેટલા બેંક એકાઉન્ટ ભાડે લીધા હતા તેની તપાસ ચાલી રહી છે. આ ઉપરાંત તે દુબઇથી સંપૂર્ણ સટ્ટાબેટિંગની સાઇટ ઓપરેટ કરવા માટે ભારતીય સીમને ભારતમાંજ એક્ટિવ કરાવી તે સીમનો દુબઇમાં ઉપયોગ કરતો હતો. આ એક મોનુ સિંધીને ઝડપી લેવામાં પોલીસે સફળતા મળી છે. આવા તો સંખ્યાબંધ એજન્ટ અમદાવાદ અને ગુજરાતમાં સક્રિય છે તેમને ઝડપી લેવાની કવાયત શરૂ કરવામાં આવે તો ઘણી વિગતો સામે આવી શકે તેમ છે.
ક્રિકેટ સટ્ટાના કરોડો રૂપિયા બેંકમા જમા થયા હોય તેને વિડ્રો કરીને એક ટુકડી ચોક્કસ આંગડિયા પેઢી મારફતે તેના દુબઇમાં હવાલા પડી દેતી હોય છે. તપાસ એજન્સીઓને આ આંગડિયા પેઢીની વિગતો પણ મળી જતાં તે દિશામાં તપાસ કરવામાં આવી રહી છે.ઇનકમ ટેક્સના અધિકારીઓ દ્વારા થોડા વર્ષાે પહેલા જુદા જુદા કેસની તપાસમાં એવી ચોંકવનારી વિગતો શોધી કાઢી હતી કે જનધન એકાઉન્ટ અને ઘણાં લોકોના વર્ષાેથી સુષુપ્ત હોય તેવા એકાઉન્ટ ભાડે આપાઇ રહ્યા છે. જેમાં સટ્ટાના કે અન્ય બિનહિસાબી રૂપિયાની એન્ટ્રીઓ પાડવામાં આવી રહી છે. આ રિપોર્ટને આધારે સરકારે આવા લાખો એકાઉન્ટ બંધ કરાવ્યા હતા.ss1