Western Times News

Gujarati News

‘વાર ૨’ના અણધાર્યા ધબડકા પછી યશરાજના સ્પાયવર્સની આકરી કસોટી

ફ્રેન્ચાઇઝીના એન્જિનને ફરીથી જીવંત કરવા માટે આલિયા ભટ્ટની ‘આલ્ફા’ પર ભારે પ્રેશર છે

મુંબઈ, યશરાજના સ્પાય યુનિવર્સની નવી ફિલ્મ ‘વાર ૨’ માટે ભલે ગમે તેટલું માર્કેટિંગ થયું હોય અને રિલીઝ પહેલાં ભલે ગમે તેટલી રેકોર્ડ તોડવાની વાતો કરવામાં આવી હોય, પરંતુ રિલીઝ પછીના આંકડાઓએ પ્રોડક્શનની બધી જ આશાઓ પર પાણી ફેરવી નાખ્યું છે. એટલે સુધી કે યશરાજ ફિલ્મ્સના સ્પાય યુનિવર્સના અસ્તિત્વ સામે પ્રશ્ન ઉઠવા લાગ્યા છે.

‘વાર ૨’ને પહેલા દિવસે લગભગ ૨૯ કરોડનું ઓપનિંગ મળ્યું હતું. રિતિક રોશન અને જુનિયર દ્ગ્‌ઇ બંનેના સ્ટારડમનો લાભ લેવા માટે બનેલી ફિલ્મ ૫૫-૬૦ કરોડનું ઓપનિંગ કરશે એવો અંદાજ હતો, તેથી ઇન્ડસ્ટ્રીના અંદાજ કરતાં ઘણું ઓછું થયું. તેનું આજીવન કલેક્શન અંદાજે ૧૫૦-૧૭૦કરોડ સુધીમાં સમેટાઈ જશે એવો હાલ અંદાજ છે, જે ‘પઠાણ’ અને ‘વાર(૨૦૧૯)’ની ૪૭૫ કરોડની કમાણીની સરખામણીમાં નબળું છે, જે ૩૧૮ કરોડની કમાણી પર બંધ થયું હતું. વિશાળ બજેટ પર બનેલી આ ફિલ્મ માટે ઇન્ડસ્ટ્રીમાં ખતરાની ઘંટડીઓ વગાડી છે.

હવે સ્થિતિ એવી છે કે, શું આ ઠોકર યશરાજ ફિલ્મ્સની આગામી સ્પાય યુનિવર્સની ફિલ્મ, આલ્ફા સામે પણ જોખમ ઉભું થયું છે – જે આલિયા ભટ્ટનાં સ્ટાર પાવર અને ઓલ-ફિમેલ સ્પાય સ્ટોરીની નવી સ્ટોરી લઇને આવશે.જોકે, ઇન્ડસ્ટ્રીના ટ્રેડ એનાલિસ્ટ તરણ આદર્શ આ જોખમ અંગે નિશ્ચિંત છે, તેઓ માને છે, “મને એવું નથી લાગતું. કદાચ, અમુક લોકો એવું વિચારતા હશે. પરંતુ દરેક ફિલ્મનું મૂલ્યાંકન અલગ ધારા-ધોરણોના આધારે કરવામાં આવે છે. કલાકારો અલગ હોય છે અને દિગ્દર્શક પણ અલગ હોય છે.”

દર્શકો માટે, આલ્ફામાં નવી સ્ટોરી અને નવી કાસ્ટનો ફાયદો છે, જે તેને ‘વાર ૨’ના સામાનથી અલગ કરે છે.તેનાથી ઉલ્ટું, અતુલ મોહનને શંકા છે. તેમને લાગે છે,“હા, આ વાત ચોક્કસપણે અસર કરશે. તેમાં ફક્ત સ્ત્રી કલાકારો છે. તેથી કંઈક નવું હોઈ શકે છે. પરંતુ જ્યારે રિતિક અને એનટીઆર જુનિયર તમને ઉત્તેજિત કરી શકતા નથી, ત્યારે આપણે બીજા કલાકારો માટે શું કહી શકીએ? પરંતુ તમને ખબર નથી પડતી કે ફિલ્મ કેવી રીતે ચાલશે અવે કેવી ચાલશે.

જો ટોચના જાણીતા સુપરસ્ટાર હિરો પણ સ્પાયવર્સ ચલાવવામાં નિષ્ફળ જાય, તો શું લીડ એક્ટ્રેસના પ્રયોગથી મોટી શરૂઆત થવાની અપેક્ષા રાખી શકાય?”ઝી સ્ટુડિયોના ગિરીશ જોહર માને છે કે આલ્ફાની પ્રોડક્શન ટાઇમલાઇન શ્વાસ લેવાની જગ્યા આપે છે, “મારું માનવું છે કે આલ્ફાનું શૂટિંગ હજુ પ્રક્રિયા હેઠળ છે. પરંતુ હા, તેની પાછળની ક્રિએટિવ ટીમ ચોક્કસપણે આ બાબત ધ્યાનમાં લેશે. અમારી પાસે હજુ બે મહિના બાકી છે. જો તેઓ આ ફિલ્મમાંથી સારી શીખ મેળવી શકે અને આગામી ફિલ્મમાં સુધારો કરી શકે, તો તે ચોક્કસપણે તેમને વધુ ફાયદો કરશે.”ss1


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.